સાઉથ આફ્રિકા ૨૦ ઓવરમાં ૧૧૭ રન કરીને આૅલઆઉટ, ટીમ ઇન્ડિયાએ ૧૫.૫ ઓવરમાં ૩ વિકેટે ૧૨૦ રન કર્યા
મૅન ઑફ ધ મૅચ અર્શદીપ સિંહે ૪ ઓવરમાં માત્ર ૧૩ રન આપીને બે વિકેટ લીધી હતી
ગઈ કાલે હિમાચલ પ્રદેશના ધરમશાલામાં રમાયેલી સિરીઝની ત્રીજી T20 મૅચ ૭ વિકેટથી જીતી લઈને ભારતે સાઉથ આફ્રિકા સામે ૨-૧થી સરસાઈ મેળવી લીધી છે. ગઈ કાલે ભારતે ટૉસ જીતીને પહેલાં સાઉથ આફ્રિકાને બૅટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. સાઉથ આફ્રિકા ભારતના બોલિંગ-આક્રમણ સામે પાણીમાં બેસી ગયું હતું અને ૨૦ ઓવરમાં માત્ર ૧૧૭ રન કરીને ઑલઆઉટ થઈ ગયું હતું. ભારતે ૧૫.૫ ઓવરમાં માત્ર ૩ વિકેટે ૧૨૦ રન કરીને મૅચ જીતી લીધી હતી.
ભારતીય બોલરમાં અર્શદીપ સિંહ, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી અને કુલદીપ યાદવે બે-બે વિકેટ લીધી હતી. એક-એક વિકેટ હાર્દિક પંડ્યા અને શિવમ દુબેના ફાળે ગઈ હતી.
ADVERTISEMENT

અભિષેક શર્મા ૩૫ રનની નાની પણ આક્રમક ઇનિંગ્સ રમ્યો હતો. તેણે ૩ સિક્સ અને ૩ ફોર ફટકારી હતી
બૅટિંગમાં ભારત વતી અભિષેક શર્માએ આક્રમક શરૂઆત કરી હતી. તે ૧૮ બૉલમાં ૩ સિક્સ અને ૩ ફોરની મદદથી ૩૫ રન કરીને આઉટ થયો હતો. શુભમન ગિલ ૨૮ બૉલમાં ૨૮ રન કરી શક્યો હતો, પણ કૅપ્ટન સૂર્યકુમાર યાદવ ૧૨ રન કરીને ફરી ફ્લૉપ ગયો હતો. તિલક વર્મા ૩૪ બૉલમાં ૨૬ અને શિવમ દુબે ૪ બૉલમાં ૧૦ રન કરીને નૉટઆઉટ રહ્યા હતા.


