આવનારા ૨૦૨૬ના વર્ષમાં મહારાષ્ટ્રમાં ૧.૫ લાખ કરોડ રૂપિયાનાં રોડનાં કામ મંજૂર થયાં છે જે આવનારા ૩ મહિનામાં ચાલુ થઈ જશે.
નીતિન ગડકરી
કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ શનિવારે નાગપુરમાં કહ્યું હતું કે આવનારા ૨૦૨૬ના વર્ષમાં મહારાષ્ટ્રમાં ૧.૫ લાખ કરોડ રૂપિયાનાં રોડનાં કામ મંજૂર થયાં છે જે આવનારા ૩ મહિનામાં ચાલુ થઈ જશે.
મુંબઈ-પુણે એક્સપ્રેસવેને સમાંતર એવો બીજો એક્સપ્રેસવે ૧૫,૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવશે. એના કારણે બન્ને સિટી વચ્ચેનું અંતર દોઢ કલાકમાં કાપી શકાશે. પુણે બૅન્ગલોરનું અંતર પણ સાડાપાંચ કલાકમાં કાપી શકાશે. પુણે–સંભાજીનગર વચ્ચે ૧૬,૧૩૮ કરોડ રૂપિયાના ખર્ચે એક્સપ્રેસવે બનાવવામાં આવશે. એના કારણે પુણેથી સંભાજીનગર બે કલાકમાં અને સંભાજીનગરથી નાગપુર અઢી કલાકમાં પહોંચી શકાશે. એ સિવાય તળેગાવ-ચાકણથી શિક્રાપુરના ૪૨૦૭ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનારા એલિવેટેડ રોડનું ભૂમિપૂજન પુણે સુધરાઈની ચૂંટણી પતી જશે એ પછી કરવામાં આવશે.


