સોમવારે મોડી રાત્રે લખનઉની લોક બંધુ હૉસ્પિટલમાં આગ લાગી હતી, જેના કારણે અધિકારીઓએ તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી હતી. આગ ઝડપથી કાબૂમાં લેવામાં આવી હતી. આ દુર્ઘટનામાં એક દર્દીનું મૃત્યુ થયું હતું તો બેને ઈજા થઈ હતી. સારી બાબતે એ છે કે તમામ દર્દીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. (તસવીરો: મિડ-ડે)15 April, 2025 03:39 IST Lucknow | Gujarati Mid-day Online Correspondent
મહારાષ્ટ્રના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણન અને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સોમવારે ડૉ બાબાસાહેબ આંબેડકરને તેમની 134મી જન્મજયંતિ પર મુંબઈમાં ચૈત્યભૂમિ ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી હતી. (તસવીરો: મિડ-ડે)15 April, 2025 06:57 IST Mumbai | Gujarati Mid-day Online Correspondent
ગઇકાલથી મુંબઈમાં માહિમ ખાતે મીઠી નદીના પ્રવાહ પાસે મેજર નાઈટ બ્લોક ચાલી રહ્યો છે. આ દરમિયાન માહિમ અને બાંદ્રા વચ્ચેના પૂલનું રિગર્ડરિંગ કરવામાં આવ્યું હતું. આજે પણ ત્યાં કામ શરૂ હોવાને કારણે અનેક ટ્રેનો ધીમી ગતિએ ચાલી રહી છે. (તમામ તસવીરો- સતેજ શિંદે)14 April, 2025 07:21 IST Mumbai | Gujarati Mid-day Online Correspondent
હમાસ સંચાલિત આરોગ્ય મંત્રાલયની માહિતી મુજબ ઇઝરાયલના હવાઈ હુમલામાં ગાઝા સિટીમાં અલ-અહલી બાપ્ટિસ્ટ હૉસ્પિટલનો એક ભાગ તૂટી ગયો હોવાના અહેવાલ છે. સાક્ષીઓએ જણાવ્યું હતું કે હૉસ્પિટલના સઘન સંભાળ અને સર્જરી યુનિટ સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગયા હતા. (તસવીર/એએફપી)14 April, 2025 07:21 IST Jerusalem | Gujarati Mid-day Online Correspondent
મુંબઈના માહિમમાં મીઠી નદી પાસે ૧૨ એપ્રિલ, ૨૦૨૫ ના રોજ એક મોટા નાઈટ બ્લૉક દરમિયાન માહિમ અને બાન્દ્રા વચ્ચેના પુલના રિગર્ડરિંગ પછી કામદારોએ ગ્રાઉન્ડ લેવલ કરવાનું કામ ચાલી રહ્યું છે જેને લીધે લોકલ ટ્રેન સેવાઓ ધીમી ગતિએ ચાલી રહી છે. (તસવીરો/સતેજ શિંદે)13 April, 2025 07:10 IST Mumbai | Gujarati Mid-day Online Correspondent
ગઈ કાલે ૧૦૦૮ મંત્રોચ્ચારથી રાજોપચાર પૂજન સાથે હનુમાન જયંતીની ઉજવણીનો થયો શુભારંભ : કળશયાત્રાએ ભક્તજનોનાં મન મોહ્યાં : સુખપરની બહેનોના બૅન્ડે ધૂમ મચાવી
ગુજરાતના સાળંગપુરમાં આવેલા વિશ્વવિખ્યાત હનુમાનદાદાના મંદિરમાં દર્શન કરવા માટે આજે હનુમાન જયંતીના પ્રસંગે બે લાખથી વધુ હનુમાનભક્તો ઊમટશે અને દાદાના શરણમાં જઈને શીશ નમાવી આશીર્વાદ મેળવશે. હનુમાન જયંતીને લઈને મંદિર-પ્રશાસને તૈયારીઓ કરી છે. હનુમાન મંદિરમાં ગઈ કાલે રાજોપચાર પૂજન સાથે હનુમાન જયંતી મહોત્સવનો આધ્યાત્મિકતાના માહોલમાં રંગેચંગે શુભારંભ થયો હતો. સાળંગપુરમાં નીકળેલી કળશયાત્રાએ ભક્તજનોનાં મન મોહ્યાં હતાં અને એમાં પણ સુખપરની બહેનોના બૅન્ડે ધૂમ મચાવી હતી.
સાળંગપુરમાં શ્રીકષ્ટભંજનદેવ હનુમાન મંદિરમાં ગઈ કાલે રાજોપચાર પૂજન કરવામાં આવ્યું હતું. શ્રીલંકાથી મગાવેલાં ખાસ ફૂલો તેમ જ ૨૦૦ કિલો સેવંતીનાં ફૂલોથી શણગાર કરવામાં આવ્યો હતો. થાઇલૅન્ડથી હનુમાનદાદા માટે ખાસ આંકડાની કળીઓનો હાર મગાવ્યો હતો તેમ જ ૧૦૦ કિલો ગુલાબની પાંખડીઓ સહિત ૧૦૦૮ કિલો પુષ્પોથી કષ્ટભંજનદેવ હનુમાનદાદા પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી. ૧૦૦૮ કિલો સુખડીનો ભોગ ધરવામાં આવ્યો હતો અને ૧૦૦૮ મંત્રોચ્ચારથી પૂજન કરવામાં આવ્યું હતું.
સાંજે નારાયણ કુંડથી હનુમાન મંદિર સુધી કળશયાત્રા યોજાઈ હતી. બહેનોના માથે સુવર્ણ કળશ મૂકીને પવિત્ર જળ મંદિરે લઈ જવાયું હતું. નારાયણ સરોવર, પંપા સરોવર, પ્રયાગરાજના ત્રિવેણી સંગમનું જળ, ગોદાવરી-ગંગા-સાબરમતી-નર્મદા-સરયૂ-સરસ્વતી-કપિલા સહિતની નદીઓનાં જળ, કન્યાકુમારી સમુદ્રનું જળ જગન્નાથપુરી સમુદ્રનું જળ, ગંગાસાગર સમુદ્રનું જળ કળશમાં રાખવામાં આવ્યું હતું. આ બધાં જળનો હનુમાનદાદાના મહાભિષેક માટે ઉપયોગ કરવામાં આવશે.
કળશયાત્રામાં ગજરાજો, ઘોડા અને બળદગાડી સાથે નાશિક ઢોલ, અઘોરી ડાન્સ, સીદી ડાન્સ તેમ જ અખાડિયનોનાં હેરતઅંગેઝ કરતબોથી ભક્તજનો મંત્રમુગ્ધ થયા હતા તો સુખપરની બહેનોની રાસમંડળીના બૅન્ડે ધૂમ મચાવી હતી. અસંખ્ય ભક્તોએ કળશયાત્રામાં જોડાઈને હનુમાનદાદા પ્રત્યે પોતાનો ભાવ પ્રગટ કરીને મંદિરમાં જઈને દર્શન કર્યાં હતાં. સંતોએ ૨૫૧ કિલો ફૂલોથી અને પચીસ હજાર ચૉકલેટથી દર્શનાર્થીઓને વધાવ્યા હતા.13 April, 2025 07:10 IST Salangpur | Gujarati Mid-day Correspondent
અમદાવાદમાં ખોખરા વિસ્તારના પરિષ્કાર અપાર્ટમેન્ટમાં આગ લાગતાં એક મહિલાએ બે બાળકો સાથે જીવ જોખમમાં મૂક્યો હતો. મહિલાએ પોતાનાં બે બાળકને નીચે લટકાવ્યાં અને નીચેથી બે યુવાનોએ તેમને સહીસલામત ઉતારી લીધા બાદ મહિલા પોતે લટકી પડતાં ત્રણ જણે તેમના પગ પકડીને તેમને બચાવી લીધાં હતાં.13 April, 2025 07:10 IST Ahmedabad | Gujarati Mid-day Correspondent
ADVERTISEMENT
ADVERTISEMENT
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK