"અમદાવાદની પ્રસિદ્ધ `Gwalia SBR` રેસ્ટોરન્ટમાં સુંદર અને પોષણયુક્ત બ્લુબેરીને કેન્દ્રમાં રાખીને, `Gwalia` બ્રાન્ડના સંચાલક જય શર્મા અને `USA Blueberry` કોન્સ્યુલેટના સહયોગથી 7 એપ્રિલે પ્રથમ વખત બ્લુબેરી ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફેસ્ટિવલમાં 25થી વધુ અનોખી મીઠાઈઓ અને નમકીન વાનગીઓ લૉન્ચ કરવામાં આવી, જેમ કે બ્લુબેરી ટસ્કીન, મિસ્ટી બ્લુબેરી બ્લોસમ, બ્લુબેરી ડિલાઈટ, બ્લુબેરી પૉપ, બ્લુબેરી કાજુકતરી, બ્લુબેરી રબડી, બ્લુબેરી સંદેશ, બ્લુબેરી ફેન્ટેસી, બ્લુબેરી દહીં વડાં, બ્લુ બેરી સ્મુઘી, બ્લુબેરી આઈસ ટી વગેરે. દરેક વાનગીએ મને એક નવી દિશા અને સ્વાદનો અનુભવ કરાવ્યો. મને આ ઇવેન્ટમાં બ્લુબેરી સ્વીટ્સ લૉન્ચ કરવાની સાથે વિશેષ રેસિપીઝનો અનુભવ કરવાની અનોખી તક મળી હતી. આ લેખમાં, હું પેસ્ટ્રી શેફ મોનિલા સુરાણાની બ્લુબેરી રેસિપીઝના સ્વાદ અને સ્વાસ્થ્યના અનોખા સંયોજન વિશે વાત કરીશ, તેમજ આ ઇવેન્ટની માહિતી પણ શૅર કરીશ."
ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કોલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો : પૂજા સાંગાણી)18 April, 2025 05:37 IST Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
ગરમીમાં પરસેવો બહુ થતો હોય ત્યારે એ કપડામાં ડાઘ છોડી જાય છે, જેને કેટલાક ઘરગથ્થુ નુસખાથી દૂર કરી શકાય છે. ગરમીની સીઝનમાં સફેદ શર્ટ અથવા ટૉપ પર પરસેવાના ડાઘ થવા બહુ કૉમન છે, પણ આ જિદ્દી ડાઘ નૉર્મલ વૉશથી નીકળતા ન હોવાથી સફેદ કપડાં પહેરવાલાયક નથી રહેતાં અને ફેંકવાની નોબત આવે છે. એમાં પણ નવાં કપડાં હોય તો એમને ફેંકવાનો જીવ ચાલતો નથી ત્યારે કેટલાક ઘરગથ્થુ નુસખાથી પરસેવાના ડાઘથી સહેલાઈથી છુટકારો મેળવી શકાય છે.18 April, 2025 04:26 IST Mumbai | Gujarati Mid-day Correspondent
દરેક વખતે નવા ડ્રેસ સાથે મૅચિંગ નેઇલ પૉલિશ લેવી શક્ય ન હોવાથી આઇશૅડો પૅલેટની મદદથી ઘરે જ ડ્રેસના મૅચિંગ શેડ્સ બનાવી શકાય છે. કોઈ પ્રસંગ માટે તૈયાર થઈને બહાર જવાનું હોય તો સારા ડ્રેસની સાથે સૂટ થાય એવો મેકઅપ અને હેરસ્ટાઇલ તો મસ્ટ-હૅવ થિંગ હોય જ છે, પણ નેઇલ્સનું મેકઓવર પણ જરૂરી હોય છે. દરેક ડ્રેસની મૅચિંગ નેઇલ પૉલિશ જમા કરવી મિડલ ક્લાસ ફૅમિલીની યુવતી માટે નેક્સ્ટ ટુ ઇમ્પૉસિબલ હોય છે. તૈયાર થઈ ગયા બાદ પણ જો નખ પર ધ્યાન જાય અને જૂની મિસમૅચ્ડ નેઇલ પૉલિશ દેખાય તો છેલ્લી ઘડીએ માર્કેટમાંથી નેઇલ પૉલિશ ખરીદવી પણ મુશ્કેલ હોય છે. જોકે એનું સૉલ્યુશન મેકઅપ કિટમાં જ છુપાયેલું છે. જી હા, ડ્રેસના મૅચિંગ શેડની નેઇલ પૉલિશ પાંચ મિનિટમાં ઘરે બનાવી શકાય છે. આ જુગાડ પ્રૉબ્લેમ-સૉલ્વિંગ અને બજેટ-ફ્રેન્ડ્લી તો છે જ, સાથે ડ્રેસની મૅચિંગ નેઇલ પૉલિશ તમારા લુકને પર્ફેક્ટ નહીં પણ સુપરપર્ફેક્ટ બનાવશે.18 April, 2025 07:15 IST Mumbai | Gujarati Mid-day Correspondent
Swasthyasan: વડીલોના મુખેથી અવારનવાર કહેવાતી `પહેલું સુખ તે જાતે નર્યા` કહેવત ક્યાંક આડે હાથ મૂકાઇ ગઈ હોય એવું નથી લાગતું? આજની બીઝી લાઈફમાં પોતાના સ્વાસ્થ્ય તરફ સેવાતું દુર્લક્ષ આખરે કોઈ ગંભીર બીમારી કે માનસિક તણાવમાં ફેરવાઈ જાય છે. દવાઓના લાંબા પ્રિસ્ક્રીપ્શન પકડાવતા ડૉકટરો સામે રોદણાં રોવા કરતાં અત્યારથી જાગી જઈએ તો, શરીર ને મનમાં ઘર કરી ગયેલી બીમારીનો મૂળથી છેદ ઉડાડી શકાય છે. માત્ર દિવસની પંદર મિનિટ પોતાના સ્વાસ્થ્ય સુખાકારી માટે યોગસન ન કરી શકો? હવે તમને થશે કયું આસન? ક્યારે કરવું ને કેવી રીતે? તો, તમારે કોઈ મોંઘાદાટ એક્સપર્ટને શોધવાના નથી..કે નથી ઉથલાવવાના કોઈ પાનાંઓ. કારણકે, ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે લઈને આવ્યું છે `સ્વાસ્થ્યાસન`ની ખાસ રજુઆત. અહીં અમે તમારી માટે દર સપ્તાહે કોઈ એક યોગસનની તમામ મુદ્રાઓની ટેક્નિક સાથે સરળ શબ્દોમાં વાત કરીશું. જે તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો અંત લાવશે, એ પણ ખિસ્સું ખાલી કરાવ્યાં વગર. આજે આપણે વાત કરીશું ‘પંચમુખ મુદ્રા’ વિશે, પંચમુખ મુદ્રાના ફાયદા, નુકસાન, કોણે, ક્યારે અને કેવી રીતે કરાય તે બધા વિશે. આ તસવીરો સાથે જ તમને ગુજરાતી મિડ-ડેના ઈન્સ્ટાગ્રામ પેજ પર આ આસનની રીલ જોવા મળશે. આ રીલમાં તમે જોઈ શકશો કે કેવી રીતે એક પછી એક સ્ટેપ્સ કરવા. રીલ જોવા માટે અહીં ક્લિક કરો.16 April, 2025 02:00 IST Mumbai | Viren Chhaya
રેડીમેડ લોટના જમાનામાં બને કે ઘણાં મૉડર્ન ઘરોમાં ઘઉં ભરતા ન હોય, પણ હજી જે ગૃહિણીઓને પોતાના પરિવારની હેલ્થની વધુ કાળજી હોય છે તે આજે પણ મહેનત કરીને ઘઉંને આખું વર્ષ સાચવે છે. ઘરે જ ઘઉં દળે છે અથવા ચક્કીમાં પિસાવે છે. પરંતુ દર વર્ષે આ ગૃહિણીઓને પ્રશ્ન તો થાય જ છે કે કયા પ્રકારના ઘઉં લેવા? તમારા જાણીતા કરિયાણાવાળાની સલાહથી ઘઉં ખરીદો એ પહેલાં જાણી લઈએ કિચન-એક્સપર્ટ્સ પાસેથી ઘઉંની જુદી-જુદી જાતો વિશે, જે તમને કયા ઘઉં લેવા એ નિર્ણયમાં મદદરૂપ થશે
ઘઉંની પાતળી ફૂલકા રોટલી વગર કોઈ ગુજરાતી થાળીની કલ્પના કરી શકે ખરા? વિચારો કે પરોઠાં, થેપલાં, ભાખરી, પૂરી, શીરો, લાપસી, ઓરમું, સુખડી જીવનમાં હોત જ નહીં તો આપણું શું થાત? બાળકોને જો બ્રેડ, પાસ્તા, બિસ્કિટ, કેક, પીત્ઝા, પફ-પેસ્ટ્રી ખાવા ન મળે તો તેમનું શું થાય? મિલેટની મહાનતા આપણને બધાને ખબર જ છે પણ ઘઉં આપણા દૈનિક આહારનો એક અતિ મહત્ત્વનો ભાગ છે એ વાત અવગણી શકાય નહીં. ડાયટ કરતા હોઈએ ત્યારે ૧૫-૨૦ દિવસ ઘઉં વગર રહી શકાય, પણ જીવનભર ઘઉંને અવગણવાનો વિચાર જ કેટલો અશક્ય છે. ઘઉંમાં રહેલા ગ્લુટનને ભલે ખૂબ વખોડવામાં આવ્યું હોય પણ હકીકત એ છે કે ઘઉં આપણા દુશ્મન નથી, એ આપણા ખોરાકનું મૂળભૂત ધાન્ય છે. ઘઉં ભરવાની સીઝન આવી ગઈ છે. રેડીમેડ લોટના બદલાતા જતા વિશ્વમાં બને કે ઘણાં મૉડર્ન ઘરોમાં ઘઉં ભરાતા ન હોય, પણ હજી જે ગૃહિણીઓને પોતાના પરિવારની હેલ્થની વધુ કાળજી હોય છે તે આજે પણ મહેનત કરીને ઘઉંને આખું વર્ષ સાચવે છે. ઘરે જ ઘઉં દળે છે અથવા ચક્કીમાં પિસાવે છે. મોટા ભાગે કયા પ્રકારના ઘઉં લેવા એ ગૃહિણીઓ એમના વિશ્વાસુ દુકાનદારો પાસેથી જાણતી હોય છે. વર્ષોનો અનુભવ પણ એમાં કામે લગાડે છે. ઘઉની આટલી બધી જાતોમાં કઈ જાતની શું વિશેષતા હોય અને કયા ખરીદવા સારા એ વિશે આજે માંડીને વાત કરીએ.
ઘઉંમાંથી આપણને કાર્બોહાઇડ્રેટ્સ, પ્રોટીન અને ફાઇબર ભરપૂર માત્રામાં મળે છે. એ સિવાય જરૂરી વિટામિન્સ, મિનરલ્સ જેમ કે B કૉમ્પ્લેક્સ, આયર્ન, ઝિન્ક પણ મળે છે. ભારતમાં ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, બિહાર અને ગુજરાતમાં ઘઉંનું પ્રોડક્શન મુખ્યત્વે થાય છે. ઘઉંને ભરવાની પરંપરા વિશે વાત કરતાં કિચન-એક્સપર્ટ કેતકી સૈયા કહે છે, ‘આમ તો ભારતમાં ઘઉં જુદી-જુદી સીઝનમાં થતા જ રહે છે પરંતુ આ સમયે એને ભરવાની પરંપરા એટલે છે કારણ કે અત્યારે જે ઘઉં આવે એને રવી પાક કહેવાય. જાન્યુઆરી-ફેબ્રુઆરી મહિના સુધી એ ઊગી જાય અને પછી માર્કેટમાં આવે. રવી પાક તરીકે મળતા ઘઉં ભરવા લાયક ગણાય. ફક્ત ગુજરાતી ઘરોમાં જ નહીં, સમગ્ર ભારતમાં જ્યાં-જ્યાં ઘઉં બારે માસ ખવાય છે ત્યાં-ત્યાં એને માર્ચ, એપ્રિલ અને મે મહિનામાં ભરવામાં આવે છે. ઘઉં ભરવાનું એક મહત્ત્વનું કારણ એ છે કે તાજા ઘઉંની રોટલી ખૂબ સારી બનતી નથી. થોડા ઘઉં ભરી રાખવામાં આવે, થોડા જૂના થાય તો એની રોટલી સારી બને છે. એકદમ તાજા ઘઉં હોય તો એની રોટલી તૂટી જાય, ચીકણી થાય.’15 April, 2025 02:18 IST Mumbai | Jigisha Jain
પાર્લરમાં જઈને કેમિકલવાળી પ્રોડક્ટ્સથી ફેશ્યલ ન કરાવવું હોય તો તમે ઘરના રસોડામાં સરળતાથી મળી જતી કેટલીક બેઝિક નૅચરલ સામગ્રીનો ઉપયોગ કરીને ફેશ્યલ કરી શકો છો. સેવન-સ્ટેપ ફેશ્યલ કરીને તમે પાર્લરના ફેશ્યલ જેવો જ ગ્લો મેળવી શકો છો
ઘરમાં નૅચરલ સામગ્રીનો ઉપયોગ કરીને ફેશ્યલ કરવાના અનેક ફાયદા છે. એનાથી તમારો ચહેરો ડીપ ક્લીન થાય છે. ત્વચા પરથી ગંદકી, ડેડ સ્કિન હટી જાય છે. ચહેરો કોમળ અને ચમકદાર બને છે. મહિનામાં એક વાર તમે આ રીતે ઘરમાં ફેશ્યલ કરી શકો છો. ઘરે ફેશ્યલ કરવા માટે અહીં જણાવેલાં સાત સ્ટેપ ફૉલો કરવાં જરૂરી છે. જો તમને ત્વચા સંબંધિત કોઈ સમસ્યા હોય કે અહીં જણાવેલાં કોઈ ઇન્ગ્રિડિયન્ટ્સની ઍલર્જી હોય તો ઘરે ફેશ્યલ કરવાનું ટાળો અથવા તો પહેલાં તમારા ડર્મેટોલૉજિસ્ટની સલાહ લઈને પછી જ આગળ વધો.15 April, 2025 02:00 IST Mumbai | Gujarati Mid-day Correspondent
આજે આપણે મૂળ ભરૂચના ટંકારિયા ગામના કવિની વાત કરવી છે. તમે સમજી જ ગયા હશો કે વાત થઈ રહી છે અદમ ટંકારવીની. મુંબઇની જયહિન્દ કોલેજમાંથી તેઓ સ્નાતક થયા ને પછી બ્રિટિશ કાઉન્સિલની સ્કૉલરશિપથી યુ.કે.ની લેન્કાસ્ટર યુનિવર્સિટીમાંથી ભાષાશાસ્ત્રમાં અનુસ્નાતક પદવી પણ મેળવી. ગુજરાતની અનેક શૈક્ષણિક સંસ્થાઓમાં તેમનું માતબર પ્રદાન રહ્યું છે. બ્રિટનમાં સ્થાયી થયેલા અદમ ટંકારવીએ અનેક ગુજલિશ પ્રયોગો કર્યા, જે ભાષાની મોંઘી જણસ છે. આજે તેમની તેવી જ વૈવિધ્યસભર રચનાઓ માણીશું.
‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’ ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યા હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ. ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ ઊજવીએ.15 April, 2025 12:09 IST Mumbai | Dharmik Parmar
હનુમાન જયંતીના શુભ પ્રસંગે, દેશભરમાં ભક્તોની ભીડ પ્રાર્થના કરવા માટે હનુમાન મંદિરોમાં ઉમટી પડી છે. આ દિવસે ભગવાન રામના સૌથી મોટા ભક્ત ભગવાન હનુમાનના જન્મની ઉજવણી થાય છે. (તસવીરો: મિડ-ડે)13 April, 2025 07:10 IST Mumbai | Gujarati Mid-day Online Correspondent
ADVERTISEMENT
ADVERTISEMENT
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK