કવિવારની શ્રેણીમાં આજનો મણકો કવિ અરવિંદ બારોટના નામનો. તેઓ મૂળ અમરેલીના સાવરકુંડલાના. અમદાવાદમાં રહેતા આ સર્જકને ગુજરાતી પ્લેબેક સિંગર તરીકે પણ મોટા ગજાનું કામ કર્યું છે. ગીતકાર, સંગીતનિર્દેશક, કંપોઝર તો ખરા જ પણ એ બધાંના મૂળમાં છે તેમનું `કવિ`પણું! આઠ હજારથી પણ વધારે ગીતોને પોતાના કંઠે રેલાવનારા આ ગાયકે દોઢસોથી પણ વધુ ગુજરાતી ચિત્રપટોમાં સંગીત આપ્યું છે.
‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’, ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યાં હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ. ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો, સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ (Kavivaar) ઊજવીએ.
01 September, 2026 09:00 IST | Mumbai | Dharmik Parmar