Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



લોહીમાં વધેલી શુગર કિડની, બ્લેડર, ચેતાતંતુઓ અને આંખને પણ અસર કરે છે

આંખના પડદા એટલે કે રેટિનાની નસો નબળી પડવાથી ઝાંખી દૃષ્ટિ, મોતિયો, કાચબિંદુ અને યોગ્ય સારવાર ન મળે તો કાયમી અંધાપો આવી શકે છે

09 October, 2026 04:24 IST | Mumbai | Dr. Meeta Shah

ભલે તમે ગમે એટલા સફળ અને પ્રોડક્ટિવ હો, ઍન્ગ્ઝાયટી અને ડિપ્રેશન તમને પણ આવી શકે

આવતી કાલે વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે છે ત્યારે સમજીએ કે અસ્વસ્થતાનો સ્વીકાર સફળ વ્યક્તિ માટે કેમ અઘરો છે અને એનો સ્વીકાર કરવો એ જ અસ્વસ્થતામાંથી નીકળવાની પહેલી કડી કઈ રીતે છે

09 October, 2026 04:20 IST | Mumbai | Jigisha Jain

તનાવ અને હૃદયરોગનો એકબીજા સાથે કેટલો ઊંડો સંબંધ છે એ જાણવું જરૂરી છે

થોડો વિરામ, થોડી કસરત, પૂરતી ઊંઘ અને પોતાના મનની કાળજી આ જ આપણા હૃદય માટે સૌથી સરળ અને શ્રેષ્ઠ ભેટ છે.

08 October, 2026 05:25 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

માચા પીઓ, પણ આયર્ન સાથે લેવાની ભૂલ ન કરતા

જો શરીરમાં આયર્ન ઓછું હોય તો હીમોગ્લોબિનનું ઉત્પાદન ઘટે છે જેને કારણે શરીરના તમામ ભાગો સુધી પહોંચતી ઑક્સિજનની સપ્લાય પણ સીધી ઘટી જાય છે.

08 October, 2026 05:20 IST | Mumbai | Heena Patel


અન્ય આર્ટિકલ્સ

પ્રતીકાત્મક તસવીર

રાતે પથારીમાં સૂવા પડો ત્યારે તમને પગનાં તળિયાંમાં બળતરા થાય છે?

મોટા ભાગે આ લક્ષણ વિટામિન B12ની કમીને કારણે દેખાતું હોય છે; પરંતુ ક્યારેક આ સમસ્યા ડાયાબિટીઝ, થાઇરૉઇડ કે હાથ-પગના ચેતાતંતુઓની નબળાઈની શરૂઆત થયાનો અલાર્મ પણ હોઈ શકે છે

07 October, 2026 02:59 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સરગવો અને મસૂરની દાળનો સૂપ

એનીમિયા દૂર કરવા માટે સ્મૃતિ ઈરાની અને મીરા કપૂરે સૂચવેલો સૂપ ટ્રાય કર્યો?

સરગવો અને મસૂરની દાળનો સૂપ લીંબુ કે ટમેટાં સાથે બનાવીને નિયમિત એનું સેવન કરવામાં આવે તો એનીમિયા જેવી જટિલ તકલીફમાં ચોક્કસ ફાયદો થાય છે એવું સોશ્યલ મીડિયા પર આ બન્ને હસ્તીઓ દ્વારા કહેવામાં આવ્યું છે ત્યારે સમજીએ કે એ કઈ રીતે લાભકારી છે

07 October, 2026 02:53 IST | Mumbai | Jigisha Jain
પ્રતીકાત્મક ફાઇલ તસવીર

નાની ઉંમરે થતા સ્તન-કૅન્સર પાછળ જીન્સ જવાબદાર હોઈ શકે છે એ સમજવું જોઈએ

બહુ ઓછા કિસ્સાઓમાં સ્તનનું કૅન્સર આનુવંશિક જિનેટિક પરિબળો સાથે જોડાયેલું હોય છે

06 October, 2026 12:21 IST | Mumbai | Gujarati Mid-day Correspondent


ફોટો ગેલેરી

આજે બારમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઊજવાઈ રહ્યો છે ત્યારે...

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ હવે એક દિવસ નહીં પણ એક જનઆંદોલન બનતું જાય છે. આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની બારમી આવૃત્તિએ પણ ૧૯૦ દેશોમાં ૨૫૦૦થી વધુ જગ્યાએ યોગ દિવસની ઉજવણી થવાની છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જેમને યોગ પુરસ્કાર આપીને સન્માનિત કર્યા છે એવા દુનિયામાં યોગનો પ્રચાર-પ્રસાર કરી રહેલા યોગશિક્ષકો સાથે વાત કરીએ અને જાણીએ તેમના જીવનમાં યોગનો ઉદ્ભવ કેવી રીતે થયો? તેમણે પોતાના દેશમાં યોગનો વ્યાપ કયા સ્તર પર વધાર્યો? યોગ તેમના માટે શું છે અને કઈ રીતે તેઓ ભારતની આ પરંપરાને ખાસ ગણે છે? દર વર્ષે ૨૧ જૂને વિશ્વના ૧૯૦થી વધુ દેશોમાં કરોડો લોકો એકસાથે યોગાભ્યાસ કરે છે. ન્યુ યૉર્કના ટાઇમ્સ સ્ક્વેરથી લઈને પૅરિસના આઇફલ ટાવર સુધી વિશ્વના ખૂણે-ખૂણે યોગના કાર્યક્રમો યોજાય છે. આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની બારમી આવૃત્તિને આપણે ઊજવી રહ્યા છીએ ત્યારે એ જાણવું પણ મહત્ત્વનું છે કે યોગની વ્યાપકતા જેટલી વધી છે એટલી જ યોગની ઉપયોગિતાને વધારવાના પ્રયાસો પણ થયા છે. જેમ કે યોગ પર ઢગલાબંધ રિસર્ચો થયાં છે અને સ્વાસ્થ્ય-રક્ષાથી લઈને સારવારમાં દુનિયાના દેશો યોગને પ્રાધાન્ય આપી રહ્યા છે. સાઉદી અરેબિયા અને દુબઈમાં જેવા મિડલ ઈસ્ટના મુસ્લિમ દેશોમાં પણ સત્તાવાર રીતે યોગ દિવસની ઉજવણી થાય છે અને ત્યાંની સ્કૂલોમાં યોગને માન્યતા આપવામાં આવી છે. અમેરિકામાં યોગ કરનારાઓની સંખ્યા વધીને ૪ કરોડને પાર થઈ ગઈ છે. કેટલાંક સર્વેક્ષણો દર્શાવે છે કે યોગ દિવસની સામૂહિક ઉજવણી અને પ્રચારને કારણે દુનિયાના ૩૦ ટકાથી વધુ લોકોએ પોતાના જીવનમાં પહેલી વાર યોગ કરવાની શરૂઆત કરી છે. ૨૦૨૩ના યોગ દિવસ પર સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલય ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં યોજાયેલા કાર્યક્રમમાં ૧૩૫થી વધુ દેશોના નાગરિકોએ એકસાથે ભાગ લઈને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો હતો જે યોગની વૈશ્વિક સ્વીકૃતિનું સૌથી મોટું આંકડાકીય પ્રતીક છે. આ બધી જ વાતોનો સૂર માત્ર એટલો કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ એ હવે કોઈ દિવસ નથી પણ જનઆંદોલન છે જેને આખી દુનિયાએ ૪ હાથે વધાવ્યો છે. એમાં કેટલાક આંતરરાષ્ટ્રીય સ્તરના યોગીઓની પણ કમાલ છે જેમણે યોગને લોકલથી ગ્લોબલ બનાવવામાં ભૂમિકા ભજવી અને જેમના કાર્યને બિરદાવવા ભારત સરકારે તેમને પ્રધાનમંત્રી યોગ પુરસ્કારથી સન્માનિત પણ કર્યા. આજે એવા જ કેટલાક યોગીઓની દુનિયામાં ડોકિયું કરીએ.
21 June, 2026 04:48 IST | Mumbai | Ruchita Shah

પ્રતીકાત્મક તસવીર

ની-‌રિપ્લેસમેન્ટ સર્જરી પછી સોજો આવે ત્યારે કોલ્ડ કૉમ્પ્રેશન કેમ જરૂરી છે?

કસરત, ધીમે-ધીમે વજન આપવું અને તમારા થેરપિસ્ટ સાથે તમે જે કામ કરો છો એ જ ખરેખર ઘૂંટણને પહેલાં જેવો બનાવે છે.

30 September, 2026 02:32 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

સાદા અને ઝેરી મલેરિયા વચ્ચેનો ફરક સમજી લો

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના આંકડા દર્શાવે છે કે મુંબઈમાં છેલ્લાં ૧૦ વર્ષમાં ઝેરી મલેરિયાના કેસમાં લગભગ ૫૩૫ ટકા જેટલો વધારો થયો છે ત્યારે

30 September, 2026 02:28 IST | Mumbai | Heena Patel
સ્કિન સાઇક્લિંગ

સ્કિન સાઇક્લિંગ : રોજ નહીં, વારા પ્રમાણે સ્કિનકૅર

રેટિનોલ અને કેમિકલવાળી એક્સફૉલિઅન્ટ ધરાવતી પ્રોડક્ટ્સ માટે ટાઇમિંગ પણ એટલો જ મહત્ત્વનો છે. એટલે બે પ્રકારની પ્રોડટક્સ વચ્ચે ગૅપ રાખીને સ્કિનને રિકવર થવાની તક આપતી સ્કિન સાઇક્લિંગ પદ્ધતિ હાલ ચર્ચામાં છે. જાણીએ આ રૂટીન ખરેખર શું છે

29 September, 2026 12:46 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

Swasthyasan: થાઇરોડના દર્દીએ આ રીતે હાથને વાળીને ૐકારનો જાપ કરવો....

Swasthyasan: થાઇરોડના દર્દીએ આ રીતે હાથને વાળીને ૐકારનો જાપ કરવો....

વડીલોના મુખેથી અવારનવાર કહેવાતી `પહેલું સુખ તે જાતે નર્યા` કહેવત ક્યાંક આડે હાથ મૂકાઇ ગઈ હોય એવું નથી લાગતું? આજની બીઝી લાઈફમાં પોતાના સ્વાસ્થ્ય તરફ સેવાતું દુર્લક્ષ આખરે કોઈ ગંભીર બીમારી કે માનસિક તણાવમાં ફેરવાઈ જાય છે. દવાઓના લાંબા પ્રિસ્ક્રીપ્શન પકડાવતા ડૉકટરો સામે રોદણાં રોવા કરતાં અત્યારથી જાગી જઈએ તો, શરીર ને મનમાં ઘર કરી ગયેલી બીમારીનો મૂળથી છેદ ઉડાડી શકાય છે. માત્ર દિવસની પંદર મિનિટ પોતાના સ્વાસ્થ્ય સુખાકારી માટે યોગાસન ન કરી શકો? હવે તમને થશે કયું આસન? ક્યારે કરવું ને કેવી રીતે? તો, તમારે કોઈ મોંઘાદાટ એક્સપર્ટને શોધવાના નથી…કે નથી ઉથલાવવાના કોઈ પાનાંઓ. કારણકે, ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે લઈને આવ્યું છે `સ્વાસ્થ્યાસન`ની ખાસ રજુઆત. અહીં અમે તમારી માટે દર સપ્તાહે કોઈ એક યોગાસનની તમામ મુદ્રાઓની ટેક્નિક સાથે સરળ શબ્દોમાં વાત કરીશું. જે તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો અંત લાવશે, એ પણ ખિસ્સું ખાલી કરાવ્યાં વગર. આજે આપણે વાત કરીશું ‘શંખમુદ્રા’ના ફાયદા, નુકસાન, કોણે, ક્યારે અને કેવી રીતે કરાય તે વિશે. આ તસવીરો સાથે જ તમને ગુજરાતી મિડ-ડેના ઈન્સ્ટાગ્રામ પેજ પર આ આસનની રીલ જોવા મળશે. આ રીલમાં તમે જોઈ શકશો કે કેવી રીતે એક પછી એક સ્ટેપ્સ કરવા.

29 January, 2026 09:53 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK