આજનો દિવસ આપના બિઝનેસના ભાગીદાર તેમ જ જીવનસાથી માટે ઘણો સારો છે. આજે તેમને કોઈ પણ રીતે લાભ થવાની શક્યતા છે. આ લાભ ફક્ત ભૌતિક નહીં પણ આકસ્મિક અને પરોક્ષ પણ હોઈ શકે છે.
આજનું રાશિ ભવિષ્ય: 28 January
મેષ
આજે આપ ઘણાંબધાં ધાર્મિક અને દાનપુણ્યનાં કામ કરશો. આ૫ અનાથાશ્રમ કે નિર્ધન લોકો માટે આપની આવકનો કેટલોક હિસ્સો દાન કરવાની ઇચ્છા ધરાવશો. વ્યવસાયક્ષેત્રે આજે આપ વધારે વ્યસ્ત રહેશો.
વૃષભ
દિવસની શરૂઆતનો સમય રોજિંદાં કાર્યોમાં ૫સાર થશે ૫રંતુ બધાં કામમાંથી નવરાશ મળ્યા બાદ આપને આપના સ્વજનો અને સ્નેહીઓ સંગાથે કેટલોક સમય ગાળવાની ઇચ્છા થશે
મિથુન
આજે આપને એવો અનુભવ થશે કે સ્વાસ્થ્ય જાળવવા અને બળ વધારવા નજીકના દરેક સંબંધની માવજત જરૂરી છે. સંબંધોને વધુ ગાઢ બનાવવા તેને થોડો સમય આપવો જરૂરી છે. સાંજના સમયે કોઈની સાથે વાત વણસે નહીં એનું ધ્યાન રાખવું.
કર્ક
આજે આપને આધ્યાત્મિક બાબતો અને તત્ત્વજ્ઞાન પર વધારે રુચિ રહેશે. નોકરી કે વ્યવસાયમાં આજે કોઈ ખાસ ઘટનાઓ નહીં બને અને દિવસ સામાન્ય રહેશે પણ આજે આપના હાથ નીચે કામ કરનારી વ્યક્તિઓ આપને ઘણો સહકાર આપશે.
સિંહ
ગણેશજી આપને પ્રત્યેક જવાબદારી નિષ્ઠા અને કાળજીથી અદા કરવા જણાવે છે. આનો બદલો આપને સારાં ૫રિણામોના સ્વરૂપમાં મળી જશે. નવા કાર્યનો આરંભ બપોર ૫છી કરવા ગણેશજીનું સૂચન છે. આપની ઉદારતા આપને માનસિક શાંતિ આપશે.
ગણેશજી જણાવે છે કે આપે મિત્રો ૫ર ક્યારેય ભરોસો ન રાખવો જોઈએ અને દુશ્મનોનો કઈ રીતે ઉ૫યોગ થઈ શકે એ શીખવું જોઈએ. લોકોને આપની ઈર્ષા થાય અને તેઓ આપને બદનામ કરવાનો પ્રયાસ કરશે.
વૃશ્ચિક
આજે આપે કોઈ મહત્ત્વનું કામ હાથ ન ધરવું જોઈએ. આજે આપ કોઈ મહત્ત્વનો નિર્ણય લો અને એની ખરાબ અસર પડે એવી શક્યતા છે. આજે આપે મગજ શાંત રાખીને કામ લેવું જોઈએ. ધ્યેયસિદ્ધિ કરવામાં આપને મિત્રો મદદરૂપ થઈ શકે છે.
ધનુ
આપ આપના શારીરિક સૌંદર્ય અને વ્યક્તિત્વને આકર્ષક બનાવવા પર વિશેષ ધ્યાન આપશો. નવાં વસ્ત્રો, ઘરેણાં અને પ્રસાધનોની ખરીદી પાછળ સારોએવો ખર્ચ કરશો. પરદેશથી આનંદદાયક સમાચાર મળે.
મકર
આપને નાણાંની વધુ ચિંતા રહેતી નથી કારણ કે ભાગ્ય આપની તરફેણમાં છે, પણ આજે આપને થોડી ચિંતા અનુભવાય એવી શક્યતા છે. સંબંધોની બાબતમાં આપ આર્થિક દૃષ્ટિએ વધુ વ્યવહારુ અને સરળ રહેશો.
કુંભ
આજનો દિવસ આપના બિઝનેસના ભાગીદાર તેમ જ જીવનસાથી માટે ઘણો સારો છે. આજે તેમને કોઈ પણ રીતે લાભ થવાની શક્યતા છે. આ લાભ ફક્ત ભૌતિક નહીં પણ આકસ્મિક અને પરોક્ષ પણ હોઈ શકે છે.
મીન
આજે આશા અને ઉત્સાહભર્યો દિવસ ઊગશે. બપોર સુધી આપનો આ મૂડ જળવાઈ રહેશે, ૫ણ બપોર બાદ અચાનક આપ માનસિક તાણ અનુભવવા લાગશો. નાની-નાની સમસ્યાઓ આપને ડુંગર જેવી લાગશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK