એક ખૂબ જ જાણીતી હિન્દી ફિલ્મનો જાણીતો સંવાદ છે “મર્દ કો કભી દર્દ નહીં હોતા”, પુરુષોનું આવું જ ચિત્રણ કવિ નર્મદ પોતાની કવિતામાં કરતાં લખે છે “મર્દ તેહનું નામ, સમો આવ્યો કે ચાલે; કનક કામિની તજી, સજી રણમાં મ્હાલે.” પુરુષોની આ કઠણ અને કડક વલણ ધરાવતી છબી કાયમ રાખવામાં સમાજે દિલથી મહેનત કરી છે. લોકો એ વાતને તો સ્વીકારે છે કે પુરુષો નારિયેળ જેવા છે, પણ તેનાથી પણ ઓછા લોકો સમજી શકે છે કે આ નારિયેળની અંદર લાગણીઓની ભીનાશ યથાવત્ છે. આ જ્ઞાન ઠોકીને પુરુષોને મહાન ચિતરવાનો પ્રયાસ અમે કરતાં નથી, પણ તમામ મર્દ જે ‘દર્દ’ વેઠીને પણ સમાજમાં પરિવર્તન લાવવા માટે મથી રહ્યાં છે તેમની વાર્તા તમારા સુધી પહોંચાડવાના નમ્ર પ્રયાસરૂપે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લઈને આવ્યું છે એક વિશેષ સિરીઝ ‘મૅન્ટાસ્ટિક’. આ સિરીઝમાં આપણે દર પખવાડિયે મળીશું એવા પુરુષોને જેમણે તનતોડ મહેનત કરી કંઈક નવું ઉકાળ્યું હોય. તો આજે આપણે મળીશું મુંબઈના દિનેશ લાડને જેમણે ભારતીય ક્રિકેટને રોહિત શર્મા અને શાર્દૂલ ઠાકુર જેવા દિગ્ગજ ખેલાડીઓ આપ્યા છે અને છેલ્લા 28 વર્ષથી દેશભરમાંથી યંગ ક્રિકેટ ટેલેન્ટને શોધી તેમને મફત તાલીમ સાથે બાકીનો બધો જ ખર્ચ પૂરો પાડે છે. તો ચાલો જાણીએ ક્રિકેટની દુનિયામાં ગુરુ દ્રોણ તરીકે જેમનો ઉલ્લેખ થાય છે તેવા દિનેશ લાડના જીવન વિશે.14 January, 2026 12:30 IST Mumbai | Viren Chhaya
રોમાંચક ફાઇનલમાં ધ શૂરવીર્સ A ટીમને છેલ્લી ઓવરમાં ૭ વિકેટે આપી માત : બેસ્ટ બૅટર અને પ્લેયર આૅફ ધ સિરીઝ બનીને તુશી શાહ બની આ સીઝનની સુપરસ્ટાર
‘મિડ-ડે’ તથા ઘાટકોપર જૉલી જિમખાના દ્વારા સંયુક્ત રીતે આયોજિત મુંબઈના ગુજરાતી-મારવાડી-પારસી સમાજની મહિલા ક્રિકેટરોના વર્લ્ડ કપ જેવી ગણાતી ‘મિડ-ડે લેડીઝ ક્રિકેટ’ની ૧૭મી સીઝનમાં પણ સુપર ચૅમ્પિયન ઘાટકોપર જૉલી જિમખાનાએ તેમનો જલવો જાળવી રાખ્યો હતો. ગઈ કાલે ટુર્નામેન્ટના ત્રીજા અને છેલ્લા દિવસે ક્વૉર્ટર ફાઇનલ અને સેમી ફાઇનલના ઘમસાણ બાદ રમાયેલી રોમાંચક ફાઇનલમાં છેલ્લી ત્રણેય સીઝનની ચૅમ્પિયન ઘાટકોપર જૉલી જિમખાના ધ શૂરવીર્સ A ટીમને ૭ વિકેટે હરાવીને સતત ચોથા વર્ષે અને કુલ આઠમી વાર ચૅમ્પિયન બની ગઈ હતી.
ચૅમ્પિયન ટીમ ઘાટકોપર જૉલી જિમખાનાનું અલગ પ્રૉપર્ટીઝ અને જિજ્ઞેશ ખિલાણીના મેન્ટર, ઘાટકોપર ગુજરાતી સમાજના પ્રેસિડન્ટ તેમ જ CREDAI-MCHIના સિનિયર વાઇસ પ્રેસિડન્ટ જિતેન્દ્ર મહેતા અને અલગ ગ્રુપનાં આર્ચી ખિલાણીના હસ્તે ટ્રોફી, ૫૦,૦૦૦ રૂપિયાનો ચેક, ટાઇમ પાર્ટનર લોગસ વૉચ તેમ જ ક્લીન, કૉન્શિયસ, કૅર સ્પૉન્સર વિન્ડમિલ બેબી તરફથી ગિફ્ટ-હૅમ્પર અને ફન પાર્ટનર ધ ગ્રેટ-એસ્કેપ વૉટરપાર્કનું ગિફ્ટ વાઉચર આપીને બહુમાન કરવામાં આવ્યું હતું. 12 January, 2026 06:37 IST Mumbai | Gujarati Mid-day Correspondent
મિડ-ડે લેડીઝ ક્રિકેટમાં બીજા દિવસે ૮ લીગ મૅચ અને ૬ પ્રી-ક્વૉર્ટર ફાઇનલના ઘમસાણ બાદ આજે છેલ્લા દિવસે ત્રણ ક્વૉર્ટર ફાઇનલ અને ટ્રાયેન્ગ્યુલર સ્ટાઇલમાં સેમી ફાઇનલ મુકાબલાઓ બાદ જામશે ખરાખરીનો જંગ (તસવીરો: સતેજ શિંદે)11 January, 2026 01:59 IST Mumbai | Gujarati Mid-day Correspondent
‘મિડ-ડે’ દ્વારા ઘાટકોપર જૉલી જિમખાનાના સહયોગથી આયોજિત મિડ-ડે લેડીઝ ક્રિકેટની સતત ૧૭મી સીઝનનો ગઈ કાલે જબરદસ્ત ઉત્સાહ સાથે શુભારંભ થયો હતો. સ્પૉન્સરો અને મહાનુભાવોની હાજરીમાં રંગારંગ ઓપનિંગ સેરેમની બાદ દિવસ દરમ્યાન ૧૦ લીગ મૅચમાં રોમાંચક ટક્કર જોવા મળી હતી. બાકીની ૮ મૅચ લીગ બાદ પ્રી-ક્વૉટર ફાઇનલ સાથે નૉક-આઉટ રાઉન્ડની શરૂઆત થશે. આવતી કાલે સુપર સન્ડેમાં ક્વૉર્ટર ફાઇનલના મુકાબલા બાદ ફાઇનલિસ્ટ નક્કી કરવા લીગ સ્ટાઇલમાં સેમી ફાઇનલ ટક્કર જામશે.
મિડ-ડે લેડીઝ ક્રિકેટની આ ૧૭મી સીઝનમાં પણ લીગ-કમ-નૉકઆઉટ બેઝીસ પર રમાઈ રહી હોવાથી દરેક ટીમમાં એક અનોખો જુસ્સો જોવા મળી રહ્યો છે. ગઈ કાલે ૧૦ લીગ મૅચો રમાઈ હતી અને આજે બાકીની ૮ લીગ મૅચ બાદ પ્રી-ક્વૉર્ટરનો જંગ જામશે. ત્યાર બાદ આવતી કાલે સુપર સન્ડેમાં ક્વૉર્ટર ફાઇનલના મુકાબલા બાદ ફાઇનલિસ્ટ નક્કી કરવા લીગ સ્ટાઇલમાં સેમી ફાઇનલ ટક્કર જામશે.10 January, 2026 07:03 IST Mumbai | Gujarati Mid-day Correspondent
ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ બૅટર શિખર ધવન તેની ગર્લફ્રેન્ડ સોફી શાઇન સાથે નવી દિલ્હીમાં એક ભવ્ય સમારોહમાં લગ્ન કરવા જઈ રહ્યો છે. અહેવાલ મુજબ, લગ્ન સમારોહ ફેબ્રુઆરીના ત્રીજા અઠવાડિયામાં થશે. આ દંપતીએ જૂન 2025 માં તેમના સંબંધોની પુષ્ટિ કરી. જેમ જેમ તેઓ તેમના જીવનનો નવો અધ્યાય સ્વીકારવા માટે તૈયાર છે, ત્યારે આપણે ચાલો સોફી વિશે વધુ જાણીએ. (તસવીરો: મિડ-ડે)06 January, 2026 07:11 IST Mumbai | Gujarati Mid-day Online Correspondent
નવા વર્ષના શુભારંભે ભારતીય ક્રિકેટર્સ અને તેમની ફૅમિલીના ૩૧ ડિસેમ્બરના સેલિબ્રેશનના ફોટો છવાયેલા રહ્યા હતા.02 January, 2026 02:41 IST Mumbai | Gujarati Mid-day Online Correspondent
આર્જેન્ટિનાનો મહાન ફુટબૉલર લીઅનલ મેસી તેની GOAT ઇન્ડિયા ટૂર અંતર્ગત ગઈ કાલે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં આવ્યો હતો, જ્યાં તેની મુલાકાત ભારતીય GOAT સચિન તેન્ડુલકર સાથે થઈ હતી. આ સમયે અન્ય મહાનુભવો પણ હાજર હતા. તેમજ ફેન્સનો ઉત્સાહ પણ ચરમસીમાએ હતો.(તસવીરોઃ આશિષ રાજે)15 December, 2025 10:45 IST Mumbai | Gujarati Mid-day Online Correspondent
ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં સ્મૃતિ માન્ધનાને પ્રપોઝ કરીને પલાશ મુચ્છલ ખૂબ છવાઈ ગયો, હલ્દી સેરેમની સાથે સ્મૃતિ-પલાશના લગ્ન-સમારોહનો થયો શુભારંભ22 November, 2025 11:17 IST Mumbai | Gujarati Mid-day Correspondent
ADVERTISEMENT
ADVERTISEMENT
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK