Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


India

લેખ

પ્રતીકાત્મક તસવીર

ભારતને બે બુલેટ ટ્રેન ગિફ્ટ આપશે જાપાન, જાણો પ્રોજેકટનું કામ ક્યાં પહોંચ્યું?

Japan to Gift India Bullet Trains: જાપાન ભારતને મિત્રતાની ભેટ આપશે. જાપાન ભારતને બે શિન્કાનસેન ટ્રેન સેટ ગિફ્ટ કરશે, જે E5 અને E3 મોડલની રહેશે. આ ટ્રેનનો ઉપયોગ મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ (MAHSR) કૉરીડૉરના નિરીક્ષણ માટે કરવામાં આવશે.

17 April, 2025 04:00 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુસ્કાન

મેરઠની મુસ્કાનને જેલમાં મળી તેના જેવી જ સહેલી

મુસ્કાનને અલગ બૅરૅકમાં રાખવામાં આવી છે જ્યાં તેની સાથે સંગીતા નામની આ મહિલા રહે છે.

17 April, 2025 02:15 IST | Meerut | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

કઈ રીતે કેરી ખાવાથી બ્લડ-શુગર નહીં વધે?

ઉનાળો ગમવાનું એકમાત્ર કારણ હોય તો એ ફળોનો રાજા કેરી છે. આ સીઝનમાં કેરીનો ભરપૂર આસ્વાદ માણવા મળે. કેરી નાનાથી લઈને મોટા બધાને જ પસંદ હોય છે. જોકે ઘણી વાર ડાયાબિટીઝના દરદીઓ કેરી ખાવાને લઈને અવઢવમાં હોય છે.

17 April, 2025 01:53 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

છાશ ક્યારે પીવી, કેવી પીવી અને કેટલી પીવી?

વાનગી કોઈ પણ બને, પણ ભોજન કર્યાની તૃપ્તિ છાશ પીધા બાદ જ મળે છે. ગુજરાતી ઘરોમાં બારેમાસ પીવાતી છાશ ઉનાળામાં શરીર માટે અમૃત સમાન છે એમ કહેવું ખોટું ન કહેવાય. ઉનાળામાં અમૃત સમાન ગણાતી છાશ વિશે જાણી લો બધેબધું

17 April, 2025 01:52 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

કેતકી સૈયા, કિચન-એક્સપર્ટ, શીતલ હરસોરા, કિચન-એક્સપર્ટ

ઘઉં ભરવાની સીઝન આવી ગઈ છે, તમે કયા ભરવાના?

રેડીમેડ લોટના જમાનામાં બને કે ઘણાં મૉડર્ન ઘરોમાં ઘઉં ભરતા ન હોય, પણ હજી જે ગૃહિણીઓને પોતાના પરિવારની હેલ્થની વધુ કાળજી હોય છે તે આજે પણ મહેનત કરીને ઘઉંને આખું વર્ષ સાચવે છે. ઘરે જ ઘઉં દળે છે અથવા ચક્કીમાં પિસાવે છે. પરંતુ દર વર્ષે આ ગૃહિણીઓને પ્રશ્ન તો થાય જ છે કે કયા પ્રકારના ઘઉં લેવા? તમારા જાણીતા કરિયાણાવાળાની સલાહથી ઘઉં ખરીદો એ પહેલાં જાણી લઈએ કિચન-એક્સપર્ટ્‍સ પાસેથી ઘઉંની જુદી-જુદી જાતો વિશે, જે તમને કયા ઘઉં લેવા એ નિર્ણયમાં મદદરૂપ થશે ઘઉંની પાતળી ફૂલકા રોટલી વગર કોઈ ગુજરાતી થાળીની કલ્પના કરી શકે ખરા? વિચારો કે પરોઠાં, થેપલાં, ભાખરી, પૂરી, શીરો, લાપસી, ઓરમું, સુખડી જીવનમાં હોત જ નહીં તો આપણું શું થાત? બાળકોને જો બ્રેડ, પાસ્તા, બિસ્કિટ, કેક, પીત્ઝા, પફ-પેસ્ટ્રી ખાવા ન મળે તો તેમનું શું થાય? મિલેટની મહાનતા આપણને બધાને ખબર જ છે પણ ઘઉં આપણા દૈનિક આહારનો એક અતિ મહત્ત્વનો ભાગ છે એ વાત અવગણી શકાય નહીં. ડાયટ કરતા હોઈએ ત્યારે ૧૫-૨૦ દિવસ ઘઉં વગર રહી શકાય, પણ જીવનભર ઘઉંને અવગણવાનો વિચાર જ કેટલો અશક્ય છે. ઘઉંમાં રહેલા ગ્લુટનને ભલે ખૂબ વખોડવામાં આવ્યું હોય પણ હકીકત એ છે કે ઘઉં આપણા દુશ્મન નથી, એ આપણા ખોરાકનું મૂળભૂત ધાન્ય છે. ઘઉં ભરવાની સીઝન આવી ગઈ છે. રેડીમેડ લોટના બદલાતા જતા વિશ્વમાં બને કે ઘણાં મૉડર્ન ઘરોમાં ઘઉં ભરાતા ન હોય, પણ હજી જે ગૃહિણીઓને પોતાના પરિવારની હેલ્થની વધુ કાળજી હોય છે તે આજે પણ મહેનત કરીને ઘઉંને આખું વર્ષ સાચવે છે. ઘરે જ ઘઉં દળે છે અથવા ચક્કીમાં પિસાવે છે. મોટા ભાગે કયા પ્રકારના ઘઉં લેવા એ ગૃહિણીઓ એમના વિશ્વાસુ દુકાનદારો પાસેથી જાણતી હોય છે. વર્ષોનો અનુભવ પણ એમાં કામે લગાડે છે. ઘઉની આટલી બધી જાતોમાં કઈ જાતની શું વિશેષતા હોય અને કયા ખરીદવા સારા એ વિશે આજે માંડીને વાત કરીએ. ઘઉંમાંથી આપણને કાર્બોહાઇડ્રેટ્સ, પ્રોટીન અને ફાઇબર ભરપૂર માત્રામાં મળે છે. એ સિવાય જરૂરી વિટામિન્સ, મિનરલ્સ જેમ કે B કૉમ્પ્લેક્સ, આયર્ન, ઝિન્ક પણ મળે છે. ભારતમાં ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, બિહાર અને ગુજરાતમાં ઘઉંનું પ્રોડક્શન મુખ્યત્વે થાય છે. ઘઉંને ભરવાની પરંપરા વિશે વાત કરતાં કિચન-એક્સપર્ટ કેતકી સૈયા કહે છે, ‘આમ તો ભારતમાં ઘઉં જુદી-જુદી સીઝનમાં થતા જ રહે છે પરંતુ આ સમયે એને ભરવાની પરંપરા એટલે છે કારણ કે અત્યારે જે ઘઉં આવે એને રવી પાક કહેવાય. જાન્યુઆરી-ફેબ્રુઆરી મહિના સુધી એ ઊગી જાય અને પછી માર્કેટમાં આવે. રવી પાક તરીકે મળતા ઘઉં ભરવા લાયક ગણાય. ફક્ત ગુજરાતી ઘરોમાં જ નહીં, સમગ્ર ભારતમાં જ્યાં-જ્યાં ઘઉં બારે માસ ખવાય છે ત્યાં-ત્યાં એને માર્ચ, એપ્રિલ અને મે મહિનામાં ભરવામાં આવે છે. ઘઉં ભરવાનું એક મહત્ત્વનું કારણ એ છે કે તાજા ઘઉંની રોટલી ખૂબ સારી બનતી નથી. થોડા ઘઉં ભરી રાખવામાં આવે, થોડા જૂના થાય તો એની રોટલી સારી બને છે. એકદમ તાજા ઘઉં હોય તો એની રોટલી તૂટી જાય, ચીકણી થાય.’

15 April, 2025 02:18 IST | Mumbai | Jigisha Jain
રેલવે લાઇન પર કામગીરી કરી રહેલા કારીગરો (તમામ તસવીરો- સતેજ શિંદે)

આપ કે રૂકાવટ કે લિયે ખેદ હૈ! સ્લો ચાલી રહેલી લોકલને કારણે પ્રવાસીઓને હાલાકી

ગઇકાલથી મુંબઈમાં માહિમ ખાતે મીઠી નદીના પ્રવાહ પાસે મેજર નાઈટ બ્લોક ચાલી રહ્યો છે. આ દરમિયાન માહિમ અને બાંદ્રા વચ્ચેના પૂલનું રિગર્ડરિંગ કરવામાં આવ્યું હતું. આજે પણ ત્યાં કામ શરૂ હોવાને કારણે અનેક ટ્રેનો ધીમી ગતિએ ચાલી રહી છે. (તમામ તસવીરો- સતેજ શિંદે)

14 April, 2025 07:21 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
હનુમાન જયંતિ કે હનુમાન જન્મોત્સવ ભગવાન રામના સૌથી મોટા ભક્ત ભગવાન હનુમાનના જન્મની ઉજવણી કરે છે. (તસવીરો: મિડ-ડે)

દેશભરમાં હનુમાન જયંતિની ઉજવણીની તસવીરો સાથે જાણો તહેવાર વિશેની આ રસપ્રદ બાબતો

હનુમાન જયંતીના શુભ પ્રસંગે, દેશભરમાં ભક્તોની ભીડ પ્રાર્થના કરવા માટે હનુમાન મંદિરોમાં ઉમટી પડી છે. આ દિવસે ભગવાન રામના સૌથી મોટા ભક્ત ભગવાન હનુમાનના જન્મની ઉજવણી થાય છે. (તસવીરો: મિડ-ડે)

13 April, 2025 07:10 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બરફનો ગોળો ખાવો એ નાનપણની સૌથી વ્હાલી યાદગીરી છે - તસવીર પૂજા સાંગાણી

જ્યાફતઃ બરફના ગોળા હવે નવા રૂપમાં ટ્રેન્ડ થાય છે પણ ઓરિજનલની શાન બરકરાર

 આખા ગુજરાતમાં ઉનાળાની કાળઝાળ ગરમીએ લોકોને તોબા પોકારાવી છે. આ સિઝન એવી છે જ્યારે લોકો ઠંડક માટે જુદા જુદા પ્રકારના આઈસ ગોળા તરફ દોટ લગાવે છે. દિવસ આથમતા, ગુજરાતના અનેક શહેરની ચારેકોર ગોળાવાળાની લારી કે પૉપ્યુલર ગોળા સેન્ટરો પર લોકોની ભીડ એક સામાન્ય દ્રશ્ય બની ગયું છે. બરફના ગોળાનું નામ સાંભળતાં જ મારાં મનમાં નાનપણની યાદો તાજી થઈ જાય છે. બપોરના ચાર પાંચ વાગ્યાના સમયે ટન ટન ઘંટડી વાગતી અને ઠંડા ગાર ગોળાવાળા ભૈયાના આગમનથી દરેક જણ ખુશખુશાલ થઇ જતું. માત્ર બાળકો જ નહીં, દરેક વયના લોકો માટે આ દેશી પૉપ્સિકલ ખાસ આકર્ષણ બનતું. ગોળાની સામાન્ય દેખાતી લારી પણ એક અલગ આકર્ષણ હતું. જેમાં રંગબેરંગી સ્વાદોથી ભરેલી લાંબી બોટલોથી રહેતી, કંતાન ઢાકેલી બરફની લાદી રહેતી. ભૈયાજી ધારદાર ચપ્પાથી સારી એવી મહેનત કરી તોડી તેનું છીણ કરતા, બાદમાં ગ્લાસમાં બરફનું છીણ ભરી તેમાં લાકડી ખોસતા અને તે સારી રીતે બેસે પછી તૈયાર થતો બરફનો ગોળો.  ગ્રાહકની પસંદગી મુજબની ફ્લેવર સાથે તે પીરસવામાં આવતો. કાલા ખટ્ટા, ગુલાબ, કેરી, અનાનસ, નારંગી, ખસ, ફાલસા, રેઇનબો વગેરે જેવા વિવિધ સ્વાદમાં આવતા, ગોળાને ખૂબ આનંદ, અને સંતોષથી ચુસ્કી લઈ લઈને આપણે સૌ માણતા. આ આખી પ્રક્રિયાનો અનુભવ મને હંમેશા ઉનાળામાં એક મોજીલી મીઠી ઠંડક આપતો.  ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કોલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો : પૂજા સાંગાણી)

11 April, 2025 01:45 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

સુધાંશુ ત્રિવેદીએ નેશનલ હેરાલ્ડ કૌભાંડ માટે કોંગ્રેસ પર પ્રહાર કર્યા

સુધાંશુ ત્રિવેદીએ નેશનલ હેરાલ્ડ કૌભાંડ માટે કોંગ્રેસ પર પ્રહાર કર્યા

ભાજપના સુધાંશુ ત્રિવેદીએ 15 એપ્રિલે નેશનલ હેરાલ્ડ કૌભાંડ પર રાહુલ અને સોનિયા ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસના સંદર્ભમાં કોંગ્રેસના ટોચના રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સામે ફરિયાદ (ચાર્જશીટ) દાખલ કર્યા પછી આ વાત સામે આવી છે. આ ચાર્જશીટમાં કોંગ્રેસ નેતા સેમ પિત્રોડા, સુમન દુબે અને અન્ય લોકો સહિત અનેક કંપનીઓના નામ પણ છે. આ મામલો 25 એપ્રિલે દિલ્હી રાઉઝ એવન્યુ કોર્ટમાં સંજ્ઞાન પર દલીલો માટે સૂચિબદ્ધ કરવામાં આવ્યો છે.

16 April, 2025 02:45 IST | New Delhi
EAM જયશંકરે 26/11 ના મુંબઈ હુમલા પર પાકિસ્તાન પર પ્રહાર કર્યા

EAM જયશંકરે 26/11 ના મુંબઈ હુમલા પર પાકિસ્તાન પર પ્રહાર કર્યા

ગુજરાતના આણંદમાં એક સાંજે, વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કહ્યું, "કાશ હું કહી શકું કે પાકિસ્તાન બદલાઈ ગયું છે. તેઓ, કમનસીબે, ઘણી રીતે ખરાબ ટેવો ચાલુ રાખે છે. તેઓ ભારત તરફ ખૂબ જ નકારાત્મક વલણ અપનાવી રહ્યા છે."

16 April, 2025 01:15 IST | Anand
જયશંકરે નર્મદામાં જિમ્નેસ્ટિક્સ હોલનું ઉદ્ઘાટન કર્યું

જયશંકરે નર્મદામાં જિમ્નેસ્ટિક્સ હોલનું ઉદ્ઘાટન કર્યું

રાજપીપળામાં છોટુભાઈ પુરાણી સ્પોર્ટ્સ કેમ્પસમાં નવા બનેલા જિમ્નેસ્ટિક્સ હોલનું ઉદ્ઘાટન કર્યું. વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું, "... આ સ્પોર્ટ્સ કેમ્પસ ખૂબ જૂનું છે, અને મને લાગે છે કે તેમાં ઘણી સંભાવનાઓ છે. અહીંના લોકોને રસ હતો અને તેઓ અહીં સુવિધાઓમાં સુધારો કરવાની વિનંતી કરવા માટે મારી પાસે આવ્યા હતા. MPLADS ના ભાગ રૂપે, અમે તેને વધુ સારું બનાવવાનો પ્રયાસ કર્યો... બાળકો ખૂબ જ નાની ઉંમરથી અહીં તાલીમ લેવા આવે છે... મોદી સરકાર આ સેવાઓ અને ખેલો ઇન્ડિયા દ્વારા રમતગમતની પ્રતિભાને વધારવા માટે પ્રયાસ કરી રહી છે. રમતગમતની પ્રતિભા પાયાના સ્તરે વિકસિત થાય છે અને આ જગ્યાએ કુદરતી પ્રતિભા છે. અહીંના આદિવાસી લોકો સ્વાભાવિક રીતે ખૂબ જ ફિટ છે અને આપણે તેમને તેમની રમતને વધારવાની તક આપવી પડી... આ કરી શકવાનું સારું લાગે છે... હું અહીંની સેવાઓને વધુ સારી બનાવવા માગુ છું..."

15 April, 2025 05:37 IST | Rajpipla
ભારતે યુએનમાં આંબેડકર જયંતિની ઉજવણી કરી, મંત્રી રામદાસ અઠાવલે ઉજવણીમાં જોડાયા

ભારતે યુએનમાં આંબેડકર જયંતિની ઉજવણી કરી, મંત્રી રામદાસ અઠાવલે ઉજવણીમાં જોડાયા

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી મિશન દ્વારા ડૉ. બીઆર આંબેડકરની જન્મજયંતિની ઉજવણી ન્યુ યોર્કમાં યુએન મુખ્યાલય ખાતે એક ખાસ સ્મારક કાર્યક્રમ સાથે કરવામાં આવી હતી, જેમાં વૈશ્વિક નેતાઓએ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં બોલતા, સામાજિક ન્યાય અને સશક્તિકરણ રાજ્યમંત્રી રામદાસ અઠાવલેએ કહ્યું, "આજે, ન્યૂ યોર્કમાં ભારતના કાયમી મિશન દ્વારા આ મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અમે ડૉ. બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી કરી રહ્યા છીએ. ફક્ત સમગ્ર ભારતમાં જ નહીં, પરંતુ ઘણા દેશો ઉજવણી કરી રહ્યા છે." તેમણે યુએનમાં ભારતના કાયમી મિશનની "આંતરરાષ્ટ્રીય સંવાદ, સામાજિક ન્યાય અને સમાવેશ પ્રત્યે અડગ પ્રતિબદ્ધતા" માટે પ્રશંસા કરી.

15 April, 2025 05:07 IST | New York

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK