Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



સુચિકા તરિયાલે એશિયન ગેમ્સમાં ભારત માટે ઐતિહાસિક MMA મેડલ સુનિશ્ચિત કર્યો

એશિયન ગેમ્સ ૨૦૨૬માં સુચિકા તરિયાલે મહિલાઓની ૬૦ કિલો ટ્રેડિશનલ એમએમએની ક્વૉર્ટર ફાઇનલમાં મૉન્ગોલિયાની હરીફને હરાવી સેમી-ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આ સાથે ભારતનો ઐતિહાસિક મેડલ નિશ્ચિત થયો છે.

21 September, 2026 01:59 IST | Tokyo | Gujarati Mid-day Correspondent

શૂટર એલવેનિલ વલરીવને ઍર રાઇફલની સિંગલ્સ ઇવેન્ટમાં પણ સિલ્વર મેડલ જીત્યો

એશિયન ગેમ્સ ૨૦૨૬માં એલવેનિલ વલરીવને ૧૦ મીટર ઍર રાઇફલની વ્યક્તિગત સ્પર્ધામાં ૨૫૨.૪નો સ્કોર કરીને સિલ્વર મેડલ જીત્યો છે. તે એશિયન ગેમ્સમાં આ ઇવેન્ટમાં સિલ્વર જીતનારી પ્રથમ ભારતીય મહિલા બની છે.

21 September, 2026 01:45 IST | Delhi | Gujarati Mid-day Correspondent

એશિયન ગેમ્સ 2026માં ભારતને પહેલો મેડલ ઍર રાઇફલ શૂટિંગની મહિલા ટીમે અપાવ્યો

૧૮૯૮ પૉઇન્ટ સાથે ભારતીય ટીમે સિલ્વર મેડલ જીત્યો

21 September, 2026 01:11 IST | Tokyo | Gujarati Mid-day Correspondent

ભારતની ક્વિમ્સી ડિસોઝાનો પરાજય હવે બ્રૉન્ઝ મેડલ માટે રમશે

એશિયન ગેમ્સની મહિલા સિંગલ્સ ટેકબૉલ સેમી-ફાઇનલમાં ભારતની ક્વિમ્સી ડિસોઝાને ઇન્ડોનેશિયાની સુમાયાએ ૧૨-૭, ૯-૧૨, ૭-૧૨થી હરાવી. ક્વિમ્સી હવે બ્રૉન્ઝ મેડલ માટે રમશે. એશિયન ગેમ્સમાં પ્રથમ વખત ટેકબૉલનો સમાવેશ થયો છે.

20 September, 2026 10:06 IST | Mumbai | Gujarati Mid-day Correspondent


અન્ય આર્ટિકલ્સ

એશિયન ગેમ્સની મેડલ-ટૅલીમાં જપાન-ચીનનો જ રહ્યો છે દબદબો

એશિયન ગેમ્સની મેડલ-ટૅલીમાં જપાન-ચીનનો જ રહ્યો છે દબદબો

પહેલી ૮ સીઝનમાં જપાન અને છેલ્લી ૧૧ સીઝનમાં ચીન સતત નંબર વન રહ્યું છે, એશિયન ગેમ્સ 2026ની ઓપનિંગ સેરેમની આજે ભારતીય સમય અનુસાર બપોરે ૨.૩૦ વાગ્યાથી શરૂ થશે.

19 September, 2026 09:27 IST | Japan | Gujarati Mid-day Correspondent
ટેકબૉલ સેમી-ફાઇનલમાં પહોંચી ભારતની ક્વિન્સી ડિસોઝા

ટેકબૉલ સેમી-ફાઇનલમાં પહોંચી ભારતની ક્વિન્સી ડિસોઝા

ભારતની ક્વિન્સી ડિસોઝાએ ટેકબૉલની મહિલા સિંગલ્સ સેમી-ફાઇનલમાં એન્ટ્રી કરી છે. એશિયન ગેમ્સના ૭૫ વર્ષના ઇતિહાસમાં પહેલી જ વખત ટેકબૉલની રમત ઉમેરવામાં આવી છે.

19 September, 2026 08:42 IST | Japan | Gujarati Mid-day Correspondent
એશિયન ગેમ્સના આયોજનમાં ધાંધિયા

એશિયન ગેમ્સના આયોજનમાં ધાંધિયા

૬ ટીમ માટેનો ઑફિશ્યલ સ્વાગત સમારોહ એક કલાકના વિલંબ સાથે શરૂ થયો : સાઉથ કોરિયાની હૉકી મૅચમાં નૉર્થ કોરિયાની નૅશનલ ઍન્થમ વાગી

19 September, 2026 07:46 IST | Japan | Gujarati Mid-day Correspondent


ફોટો ગેલેરી

અમારો ગોલ ફુટબૉલ છે: લોગ આપકો પાગલ બોલ રહે હૈં તો ઇસકા મતલબ આપ સહી જા રહે હો

ફુટબૉલ વર્લ્ડ કપનો ફીવર બરાબર જામ્યો છે ત્યારે મળીએ આ રમતનું પૅશન ધરાવતા અને એને પ્રોફેશન બનાવવા માગતા ગુજરાતીઓને. ‌‌‌‌ક્રિકેટપ્રેમી ભારત ફુટબૉલમાં વર્લ્ડ લેવલ પર ઘણું પાછળ છે ત્યારે આ ગેમમાં કોઈ કરીઅર બનાવવા માગતું હોય તો આશ્ચર્ય જરૂર થાય, પણ આ દીવાનાઓ તો કહે છે... ફુટબૉલના આગામી ત્રણ વર્લ્ડ કપમાં હું ભારતની ટીમને જોતો નથી. ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોકાણ અને તાલીમ ક્ષેત્રે હજુ ઘણું કામ કરવાનું છે. ખેલાડીઓને તૈયાર થવામાં વાર લાગશે, છતાં ડંકે કી ચોટ પર કહું છું કે ફુટબૉલમાં કરીઅર છે, છે ને છે જ. ફુટબૉલમાં પણ પૈસો, પ્રસિદ્ધિ અને સ્ટારડમ છે. બસ, રમવાનું ઝનૂન અને પાગલપંતી ખતમ ન થવાં જોઈએ. અન્ય સ્પોર્ટ સાથે તુલના કરવાની જરૂર નથી. આજથી ૨૦ વર્ષ પહેલાં ફુટબૉલ રમવાની વાત કરી ત્યારે અનેક લોકોએ મને કહ્યું હતું, પાગલ છે? ફુટબૉલનો ક્રેઝ હોતો હશે? એમાં કરીઅર અને પૈસા નથી; જોકે હું આજે પણ ફુલ ટાઇમ પ્રોફેશનલ ફુટબૉલર છું. આ શબ્દો છે ઇન્ડિયન સુપર લીગ (ISL)ની Sporting Club Delhiના ૩૬ વર્ષના ડિફેન્ડર આશુતોષ મહેતાના. આશુતોષ કહે છે, ‘દરેક સ્પોર્ટ્‍સપર્સનનું ડ્રીમ હોય છે વર્લ્ડ કપ રમવાનું, પરંતુ વાસ્તવિકતાને સ્વીકારવી જરૂરી છે. ૨૦ વર્ષમાં ફુટબૉલજગત ઘણું બદલાયું છે. નવા ભારતના યુવા ખેલાડીઓ મૉડર્ન ફુટબૉલ રમે છે. તેઓ આક્રમક અને ઊર્જાથી ભરપૂર છે. એક દિવસ આવશે જ્યારે તેઓ ભારતને વૈશ્વિક ફલક પર લઈ જશે. મને હંમેશાંથી ફુટબૉલ જ રમવું હતું. આ સ્પોર્ટ કેમ એનો મારી પાસે જવાબ નથી. બે દાયકાથી વિશ્વમાં નંબર વન મનાતી ગેમમાં છું અને ભારતના ટૉપ લેવલના ખેલાડીઓમાં મારી ગણના થાય છે. ક્યાંક પહોંચવા મેદાનમાં રહેવું મહત્ત્વપૂર્ણ છે. કોઈને લાગતું હોય કે આ ઘેલછા છે તો માનજો તમે સાચી દિશામાં છો. પાગલ નહીં બોલા તો આપ ગલત રાસ્તે પે હો, ફિર છોડ દો...’ લોકલ મૅચથી નૅશનલ ટીમ સુધી આશુતોષ મલાડનો રહેવાસી છે. સ્કૂલમાં ભણવામાં ઍવરેજ સ્ટુડન્ટ હતો. રમતગમતમાં અતિશય રુચિ હતી. ટીવી પર ફુટબૉલ ટુર્નામેન્ટ જોવાનો ક્રેઝ હતો. ૧૦૦-૨૦૦ મીટરની દોડ અને હાઈ જમ્પ સ્પર્ધામાં ભાગ લેતો. કોચ ખાલિદ જમીલ અત્યારે ઑલ ઇન્ડિયા ફુટબૉલ ફેડરેશન (AIFF) દ્વારા નિમાયેલી નૅશનલ મેન્સ ફુટબૉલ ટીમના કોચ છે. તેમણે આશુતોષની ક્ષમતાને ઓળખીને કહ્યું, ફુટબૉલ રમવું જોઈએ. આશુતોષ કહે છે, ‘ત્યાર બાદ તેમના માર્ગદર્શનમાં ફુટબૉલ રમવાનું શરૂ કર્યું. જોકે પ્રોફેશનલ ફુટબૉલર બનવું સરળ નહોતું. શરૂઆતમાં લોકલ મૅચ રમીને કુશળતા કેળવી, રમતનાં વિવિધ પાસાંઓને સમજવાનો પ્રયાસ કર્યો. ૨૦૧૦માં I-Leagueની ટીમ Mumbai FCમાં પહેલો મોટો બ્રેક મળ્યો. જુદી-જુદી ૧૦ ક્લબ માટે રમ્યો છું. ૨૦૧૪માં ISLની સૌપ્રથમ સીઝનમાં FC Pune City ટીમમાં સ્થાન મળ્યું. NorthEast United FC માટે રમતી વખતે શ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું, જેના કારણે નૅ‌‌શનલ ટીમના દરવાજા ખૂલ્યા. લાંબા સમય સુધી ડોમેસ્ટિક ફુટબૉલમાં સતત સારું પ્રદર્શન કર્યા પછી માર્ચ, ૨૦૨૧માં વર્ષો જૂનું સપનું પૂરું થયું. તત્કાલીન હેડ કોચે ઓમાન-UAE ટુર્નામેન્ટમાં ભારતીય ટીમ માટે સિલેક્ટ કર્યો. Blue Tigersની જર્સી પહેરીને ભારત માટે ડેબ્યુ કર્યું. આ મૅચ ૧-૧થી ડ્રૉ રહી હતી. જોકે ડિફેન્ડર તરીકે મારા પ્રદર્શનની નોંધ લેવાઈ. આંતરરાષ્ટ્રીય ફુટબૉલ મૅચમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર હું પહેલો ગુજરાતી ફુટબૉલર બન્યો. આ સિદ્ધિ અને અત્યારે હું જે સ્થાન પર છું એનું સંપૂર્ણ શ્રેય કોચ ખાલિદ જમીલને જાય છે. ૧૨ વર્ષ સુધી તેઓ મારા કોચ રહ્યા. ISLની પ્રથમ સીઝનથી જ ટોચની ફ્રૅન્ચાઇઝી માટે પ્રોફેશનલ ફુટબૉલર તરીકે રમું છું.’ ફુટબૉલ કલ્ચર વૈશ્વિક ફુટબૉલ અને ભારતનું ફુટબૉલ કલ્ચર તદ્દન જુદું છે. યુરોપ-અમેરિકામાં ફુટબૉલ રિલિજિયન સમાન છે. પેઢીઓથી લોકો મૅચ જોવાના દીવાના છે. સ્થાનિક ક્લબને ફુલ સપોર્ટ કરે છે. લોકલ મૅચના દિવસે પણ આખું શહેર ઊમટી પડે છે. ભારતમાં ક્રિકેટનો પ્રભાવ છે અને ફુટબૉલના ચાહકો બે ભાગમાં વહેંચાયેલા છે. પશ્ચિમ બંગાળ, કેરલમ અને નૉર્થ-ઈસ્ટમાં સ્થાનિક ફુટબૉલનો ક્રેઝ છે; જ્યારે બાકીના વિદેશી ક્લબોને વધુ ફૉલો કરે છે. તફાવત વિશે આશુતોષ કહે છે, ‘યુરોપ અને અમેરિકામાં દેશના ખૂણે-ખૂણે ફુટબૉલ રમાય છે. ભારતમાં આ કલ્ચર ચોક્કસ રાજ્યો પૂરતું સીમિત છે. કેરલમ, કલકત્તા, ગોવા અને નૉર્થ-ઈસ્ટનાં રાજ્યોમાં ફુટબૉલ જીવનશૈલીનો ભાગ છે. કલકત્તામાં ૭૦,૦૦૦ની મેદની ઊમટે છે. આ વાતાવરણ આખા ભારતમાં નથી. અત્યારે દેશના હજારો યુવાનો વર્લ્ડ કપ જોવા રાતના ઉજાગરા કરે છે. પોતાની ફેવરિટ ટીમના રંગમાં રંગાઈ જાય છે. જોકે એમાં કંઈ ખોટું નથી. જે દિવસે ભારતીય ચાહકો મોડી રાત્રે યુરોપિયન મૅચો જોવાની સાથે સાંજે સ્થાનિક મેદાન પર ભારતીય ક્લબોને સપોર્ટ કરવા સ્ટેડિયમમાં જશે એ દિવસે ભારતીય ફુટબૉલ કલ્ચર ખરા અર્થમાં વૈશ્વિક બની જશે. જોકે ISL આવ્યા પછી ભારતીય ફુટબૉલરો લાઇમલાઇટમાં આવ્યા. ખેલાડીને રિસ્પેક્ટ અને ઓળખ મળ્યા. ફાઇનૅન્શિયલ લાભ પણ મળવા લાગ્યો છે. મેં રમવાનું શરૂ કર્યું ત્યારે સુવિધાના નામે મીંડું હતું. આજે પણ દેશમાં ફુટબૉલનાં મેદાનોની કમી છે. માળખાગત સુવિધાઓ મર્યાદિત છે છતાં નવી પેઢીના ફુટબૉલરો મૅચ્યોર્ડ અને સ્માર્ટ છે. મૉડર્ન ફુટબૉલ સાથે તેમનો પરિચય થઈ રહ્યો છે. તાલીમ દરમ્યાન ખેલાડીની સ્લીપ, હાઇડ્રેશન, ન્યુટ્રિશન, ફિટનેસ વગેરે બાબતો પર ખાસ ધ્યાન અપાય છે. ઘણા પેરન્ટ્સ પૂછે છે, મારા દીકરાને ફુટબૉલર બનવું છે તો શું કરીએ? હું તેમને કહું છું, આક્રમક ગેમ છે; સર્જ્યન બનવું સહેલું છે, ફુટબૉલર બનવું અઘરું છે; દરેક ગેમ નવી ચૅલેન્જ લઈને આવે છે; ડિસિપ્લિન અને અલગ માઇન્ટસેટ હોય તો રમવા દો.’ ૩૫૦ ગેમ રમી ચૂક્યો છું, ૩૬ વર્ષનો થયો અને હજી મેદાનમાં રહેવું છે. સોશ્યલ મીડિયા પર સ્પોર્ટ્‍સમૅનની લાઇફ ફૅન્સી લાગે છે, પણ હકીકતમાં અમારી લાઇફ બોરિંગ છે. વ્યાયામ, ઊંઘ, વજન કરીને ખાવાનું, પ્રૅક્ટિસ આ બધું જીવન સાથે એવું વણાઈ ગયું છે કે એના વિના શું કરીશ એ વિચાર ડરામણો છે. મને બીજું કંઈ કરતાં આવડતું નથી. જોકે એક દિવસ મેદાન છોડવાનું છે. જે દિવસે રમવાનું બંધ થયું એ ડાઉનફૉલ હશે. મેસી મૅજિક ફુટબૉલનો સુપરસ્ટાર લીઅનલ મેસી ગયા વર્ષે ૧૪ ડિસેમ્બરે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં આવ્યો ત્યારે કાન ફાડી નાખે એટલા જોરથી ફૅન્સ મેસી... મેસી....ની બૂમો પાડતા હતા. આશુતોષ મહેતા માટે પણ જિંદગીની એ યાદગાર ક્ષણ હતી જ્યારે તે મેસીને રૂબરૂ મળ્યો. જોકે ભાષાની મર્યાદાના લીધે વધુ વાતચીત થઈ ન શકી. રસપ્રદ વાત એ કે આશુતોષનો ફેવરિટ ફુટબૉલર મેસી નહીં પણ ક્રિસ્ટીઆનો રોનાલ્ડો છે. તે કહે છે, ‘મારો ઑલ-ટાઇમ પસંદીદા પ્લેયર હંમેશાં રોનાલ્ડો જ રહેશે. ૪૧ વર્ષની ઉંમરે પણ જે હાઈ એનર્જી, ફિટનેસ અને ઝનૂન સાથે મેદાન પર ઊતરે છે એ મને સૌથી વધુ ઇન્સપાયર કરે છે. ગેમ પર તેનો જબરદસ્ત પ્રભાવ હોય છે. એક પ્લેયર તરીકે મને આ ઇન્ટેન્સિટી આકર્ષે છે.’
12 July, 2026 05:52 IST | Mumbai | Varsha Chitaliya

ભારતીય હૉકી ટીમ

કેસરિયા જર્સી વિવાદ પર હૉકી ઇન્ડિયાએ ડાયરેક્ટર આર.કે. શ્રીવાસ્તવને હટાવ્યા

હૉકી ઇન્ડિયાના પ્રમુખ દિલીપ તિર્કીએ ડીજી આર.કે. શ્રીવાસ્તવ પાસેથી તાત્કાલિક તમામ સત્તા પાછી ખેંચી 8 આરોપો અંગે નોટિસ ફટકારી છે. તેમને 4 અઠવાડિયામાં જવાબ આપવા કહ્યું છે અને જર્સી બદલવાના મુદ્દાનો પણ ઉલ્લેખ છે.

14 September, 2026 09:53 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મેન્સ જુનિયર હૉકી ટીમ

ભારતની મેન્સ જુનિયર ટીમે લાગલગાટ ચોથો હૉકી એશિયા કપ ગોલ્ડ મેડલ જીત્યો

ફાઇનલ મૅચમાં સાઉથ કોરિયા સામે ૪-૧થી જીત નોંધાવી

14 September, 2026 09:50 IST | Dubai | Gujarati Mid-day Correspondent
યુએસ ઓપનની ટ્રોફી સાથે એલેના રબકિના.

અરીના સબાલેન્કાને હરાવીને એલેના રબકિના પહેલી વખત યુએસ ઓપન વિજેતા બની

આ વર્ષે જ અરીના સબાલેન્કાને હરાવીને ઑસ્ટ્રેલિયન ઓપન પણ જીતી હતી

14 September, 2026 09:46 IST | New York | Gujarati Mid-day Correspondent

મેગ્નસ કાર્લસન મેચ પછીની ટિપ્પણીઓમાં ગુકેશની રમતના વખાણ કર્યા

મેગ્નસ કાર્લસન મેચ પછીની ટિપ્પણીઓમાં ગુકેશની રમતના વખાણ કર્યા

ગુકેશ પર વિજય મેળવ્યા પછી, મેગ્નસ કાર્લસને પોતાના વિચારો શેર કર્યા, જીત છતાં તેને "સામાન્ય દિવસ" ગણાવ્યો. ચેસ ચેમ્પિયન નમ્ર રહ્યો, સ્વીકાર્યું કે તેની ચાલ ખાસ ખાસ નહોતી. તેણે ગુકેશના પ્રદર્શનની પણ પ્રશંસા કરતા કહ્યું, "તે ખરેખર સારું રમ્યો - તે મારો દિવસ નહોતો, પરંતુ તે સારો હતો," યુવા ખેલાડીના બોર્ડ પર મજબૂત પ્રદર્શનને સ્વીકારતા. વિડિઓ જુઓ.

03 June, 2025 05:23 IST | Stavanger

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK