તાઓ લિને ચેતવણી આપી છે કે આ બદલાવને કારણે ઘણા લોકોએ પોતાનું ગુજરાન ચલાવવા માટે સંપૂર્ણપણે સરકારી કલ્યાણકારી યોજનાઓ પર નિર્ભર રહેવું પડશે
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)ને લગતી સેફ્ટી અને રિસર્ચની કંપની ઍન્થ્રૉપિકના રિસર્ચર તાઓ લિનનું કહેવું છે કે આગામી ૧૫ મહિના એટલે કે ૨૦૨૭ના અંત સુધીમાં ‘સુપરહ્યુમન AI’ આવી શકે છે, એ અનેક ક્ષેત્રોમાં માણસો કરતાં પણ વધુ બુદ્ધિશાળી સાબિત થઈ શકે છે અને એના કારણે મોટી સંખ્યામાં નોકરીઓ લુપ્ત થઈ શકે છે. તાઓ લિને ચેતવણી આપી છે કે આ બદલાવને કારણે ઘણા લોકોએ પોતાનું ગુજરાન ચલાવવા માટે સંપૂર્ણપણે સરકારી કલ્યાણકારી યોજનાઓ પર નિર્ભર રહેવું પડશે, કારણ કે પરંપરાગત રોજગાર કદાચ ભૂતકાળની વાત બની જશે. તાઓ લિન સૂચવે છે કે AIના વિકાસની ગતિ ધીમી કરવી જોઈએ, જેથી સુરક્ષા-તપાસ માટે વધુ સમય મળી રહે અને બધું માનવનિયંત્રણ હેઠળ રહે. લગભગ ૨૦ ટકા શક્યતા છે કે ભવિષ્યમાં AI માનવજાતનું અસ્તિત્વ જ સંપૂર્ણપણે ભૂંસી નાખે. જોકે લિન કોઈ વિનાશક પ્રલયની અપેક્ષા નથી રાખતા, તેઓ એક એવા ભવિષ્યની કલ્પના કરે છે જ્યાં AI બધું સંચાલિત કરતી હોય અને મનુષ્યો આરામદાયક સ્થિતિમાં હોવા છતાં સત્તાવિહીન હોય.
