Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > વિજ્ઞાને આજે સિદ્ધિને રમકડામાં ફેરવી નાખી છે ત્યારે શુદ્ધિને પામીએ

વિજ્ઞાને આજે સિદ્ધિને રમકડામાં ફેરવી નાખી છે ત્યારે શુદ્ધિને પામીએ

Published : 18 November, 2026 02:55 PM | Modified : 18 November, 2026 03:27 PM | IST | Mumbai
Morari Bapu

શુદ્ધિવાળો માણસ બજારમાં તેજી છે કે મંદી, શૅરબજારનો પારો ઉપર ગયો કે નીચે એની પરવા નથી કરતો. એ તો પોતાની આગવી મસ્તીમાં કોઈ પણ ચિંતા વગર જીવન જીવતો હોય છે માટે મને વધારે ગમે છે. કમાય થોડું, પણ આનંદ વધારે કરે.

મોરારી બાપુ

સત્સંગ

મોરારી બાપુ


સિદ્ધિ કરતાં મારી દૃષ્ટિએ શુદ્ધિનું વધારે મહત્ત્વ છે. આપણે ત્યાં અષ્ટસિદ્ધિની વાત છે જેનો હું ઇનકાર કરીશ નહીં, જે આપણે સ્વીકારવી જ રહી; પણ હાલના સમય પ્રમાણે આપણને સમજાય, આપણી બુદ્ધિમાં બેસે એવી સિદ્ધિઓની મારે વાત કરવી છે. આમાં કોઈ ચમત્કારની વાત નથી.

આપણે ત્યાં ઘણાને દૂરદર્શનની સિદ્ધિ હોય છે. દૂરદર્શનની સિદ્ધિવાળા લોકો દૂરનું બધું જ જોઈ શકે છે. રામચરિતમાનસમાં તુલસીદાસજી લખે છે કે રામાયણમાં ઘણાં એવાં પાત્રો છે જેની પાસે દૂરદર્શનની સિદ્ધિ હતી, પણ મારે આ સિદ્ધિ વિશે એટલું જ કહેવું છે કે આ સિદ્ધિ માટે બહુ મહેનત કરવાની જરૂર નથી. આજે વિજ્ઞાને દરેક ઘરમાં સિદ્ધિ આપી દીધી છે. થોડા રૂપિયા ખર્ચીને ઘરમાં ટીવી લાવો એટલે તરત જ વિશ્વમાં શું થઈ રહ્યું છે એની ખબર પડી જાય છે. વિજ્ઞાને આજે સિદ્ધિને રમકડામાં ફેરવી દીધી છે.



મારી રુચિ સિદ્ધિ કરતાં શુદ્ધિમાં વધારે છે. મારા મનમાં સિદ્ધિ કરતાં શુદ્ધિ શબ્દ વધારે બેસે છે અને તમે બધા વિચારજો કે આજે સમગ્ર વિશ્વને સિદ્ધિની વધારે જરૂર છે કે શુદ્ધિની વધારે જરૂર છે.


શુદ્ધિવાળો માણસ બજારમાં તેજી છે કે મંદી, શૅરબજારનો પારો ઉપર ગયો કે નીચે એની પરવા નથી કરતો. એ તો પોતાની આગવી મસ્તીમાં કોઈ પણ ચિંતા વગર જીવન જીવતો હોય છે માટે મને વધારે ગમે છે. કમાય થોડું, પણ આનંદ વધારે કરે. સ્વખર્ચ ઓછો, પણ પર-ખર્ચમાં કોઈ વિચાર નહીં કરવાનો.

જ્યારે મોટાં નગરોમાં લોકો અર્થોપાર્જન વધારે કરે છે, પણ જીવન બિલકુલ નીરસ જીવે છે. એનું એક કારણ છે કે આપણે આપણી ઉદારતા ચૂકી જઈએ છીએ. આપણી સંસ્કૃતિને ભૂલતા જઈએ છીએ માટે વધારે દુ:ખી થઈએ છીએ. તો જેને સિદ્ધિ પ્રાપ્ત કરવી હોય અથવા તો મનોકામના પૂર્ણ કરવી હોય એવી વ્યક્તિઓએ સૌપ્રથમ જીવનમાંથી કપટ છોડી દેવું પડશે. કપટ ત્યજીને હરિની કથાનું અથવા હરિભજનનું નામ લેવું પડશે.


હરિકથા એટલે પરમતત્ત્વની કથાની વાત છે. છેલ્લે સિદ્ધિ અને શુદ્ધિ વિશે એટલું જ કહીશ કે સિદ્ધિમાં લાલસા પેદા પ્રખર રામાયણકાર મોરારીબાપુએ વિશ્વભરમાં ૯૦૦થી વધુ રામકથાનું ગાન કર્યું છે

 થાય છે જ્યારે શુદ્ધિમાં લાલસા પેદા થતી નથી. આપણા જીવનમાં પણ વધારે શુદ્ધિનો આગ્રહ રાખીએ. હું હંમેશાં કહેતો હોઉં છું કે યાદ રાખજો, સાચી સિદ્ધિ શુદ્ધિમાં છે, બીજી કોઈ સિદ્ધિ છે જ નહીં; માટે જીવનમાં વધારે શુદ્ધિનો આગ્રહ રાખો. શુદ્ધિ આવી ગઈ તો બેડો પાર.

પ્રખર રામાયણકાર મોરારીબાપુએ વિશ્વભરમાં ૯૦૦થી વધુ રામકથાનું ગાન કર્યું છે

Whatsapp-channel Whatsapp-channel

18 November, 2026 03:27 PM IST | Mumbai | Morari Bapu

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK