Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > VIP મહેમાનો આવે ત્યારે જ રસ્તા ચકાચક, સામાન્ય મુંબઈકર માટે કેમ નહીં?: બૉમ્બે હાઈ કોર્ટે BMCને કર્યો વેધક સવાલ

VIP મહેમાનો આવે ત્યારે જ રસ્તા ચકાચક, સામાન્ય મુંબઈકર માટે કેમ નહીં?: બૉમ્બે હાઈ કોર્ટે BMCને કર્યો વેધક સવાલ

Published : 19 November, 2026 07:44 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રૉયલ મહેમાનોની મુલાકાત ટાણે બૅલાર્ડ એસ્ટેટના રસ્તા પાણીથી ધોવાયાનો અદાલતે ટાંક્યો દાખલો, બે દિવસના દેખાડાને બદલે કાયમી સ્વચ્છતા જાળવવા અને પ્લાસ્ટિક બૅગ પરના પ્રતિબંધનો કડક અમલ કરવા આદેશ

બૉમ્બે હાઈ કોર્ટ (ફાઇલ તસવીર)

બૉમ્બે હાઈ કોર્ટ (ફાઇલ તસવીર)


મુંબઈમાં VIP મહેમાનોની મુલાકાત વખતે જ રસ્તાઓની સાફસફાઈ કરવા બદલ બૉમ્બે હાઈ કોર્ટે બુધવારે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી. સામાન્ય નાગરિકોને આવી જ નાગરિક સુવિધાઓ અને સ્વચ્છતા કેમ મળતી નથી એવો વેધક સવાલ કોર્ટે BMCને કર્યો હતો. શહેરની નાગરિક સ્થિતિને લગતી એક અરજીની સુનાવણી દરમ્યાન જસ્ટિસ ગિરીશ કુલકર્ણી અને જસ્ટિસ નીલા ગોખલેની ડિવિઝન બેન્ચે સાઉથ મુંબઈના બૅલાર્ડ એસ્ટેટ વિસ્તારનું ઉદાહરણ ટાંક્યું હતું. કોર્ટે BMCને સવાલ કર્યો હતો કે બૅલાર્ડ એસ્ટેટ તરફ જુઓ એ કેવો ચમકી રહ્યો છે. કેટલાક મહત્ત્વના મહેમાનો આવ્યા હોવાથી તમે રસ્તાઓ પાણીથી સાફ કર્યા છે તો મુંબઈકરને આવા રસ્તા કેમ ન મળવા જોઈએ?’ જોકે બેન્ચે કોઈ VIP મહેમાનનું નામ લીધું નહોતું, પરંતુ હાલમાં મુંબઈની મુલાકાતે આવેલાં બ્રિટનનાં પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સેસ કેટે સોમવારે બૅલાર્ડ એસ્ટેટ વિસ્તારની મુલાકાત લીધી હતી. જાહેર રસ્તાઓ પર પડેલા કચરાના ઢગલા જેવા મુદ્દાઓ અદાલતે જોવા પડે એ દુઃખદ હોવાનું જણાવી હાઈ કોર્ટે કહ્યું હતું કે જો BMC ધારે તો અદ્ભુત કામ કરી શકે છે. બેન્ચે ટકોર કરતાં કહ્યું હતું કે અમારા રસ્તા ચોખ્ખા છે એવો બે દિવસનો કામચલાઉ દેખાડો કરવાને બદલે BMC કાયમી ધોરણે આવી સ્વચ્છતા રાખી શકે છે. આ ઉપરાંત કોર્ટે BMC અને મહારાષ્ટ્ર સરકારને જાહેર રસ્તાઓ પર કચરો ફેંકવાની આડઅસરો વિશે જનજાગૃતિ લાવવા અનુરોધ કર્યો હતો અને પ્લાસ્ટિક બૅગ પરના પ્રતિબંધનો વધુ કડક અમલ કરવા વિચારણા કરવા જણાવ્યું હતું. 


Whatsapp-channel Whatsapp-channel

19 November, 2026 07:44 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK