Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > હૉલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ડૅનિયલ ક્રેગની જગ્યાએ નવા જેમ્સ બૉન્ડ તરીકે રૉબર્ટ પૅટિન્સનની પસંદગી

ડૅનિયલ ક્રેગની જગ્યાએ નવા જેમ્સ બૉન્ડ તરીકે રૉબર્ટ પૅટિન્સનની પસંદગી

Published : 18 November, 2026 12:17 PM | Modified : 18 November, 2026 01:18 PM | IST | Los Angeles
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સોમવારે જેમ્સ બૉન્ડ ફ્રૅન્ચાઇઝીના ઑફિશ્યલ સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર એક વિડિયો શૅર કરીને આ સમાચારની જાહેરાત કરવામાં આવી હતી. આ સાથે જ રૉબર્ટ પૅટિન્સન હવે ડૅનિયલ ક્રેગનું સ્થાન લઈને નવો જેમ્સ બૉન્ડ બની ગયો છે.

ડૅનિયલ ક્રેગ અને રૉબર્ટ પૅટિન્સન

ડૅનિયલ ક્રેગ અને રૉબર્ટ પૅટિન્સન


‘બૅટમૅન’ અને ‘ટ્વાઇલાઇટ’ જેવી ફિલ્મોમાં જોવા મળી ચૂકેલો રૉબર્ટ પૅટિન્સન હવે દુનિયાના સૌથી જાણીતા જાસૂસ જેમ્સ બૉન્ડની ભૂમિકામાં જોવા મળશે ફિલ્મમેકરએ તેની પસંદગી નેક્સ્ટ જેમ્સ બૉન્ડ તરીકે કરી લીધી છે. સોમવારે જેમ્સ બૉન્ડ ફ્રૅન્ચાઇઝીના ઑફિશ્યલ સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર એક વિડિયો શૅર કરીને આ સમાચારની જાહેરાત કરવામાં આવી હતી. આ સાથે જ રૉબર્ટ પૅટિન્સન હવે ડૅનિયલ ક્રેગનું સ્થાન લઈને નવો જેમ્સ બૉન્ડ બની ગયો છે. આ જાહેરાત સાથે જ લાંબા સમયથી ચાલી રહેલી નવા બૉન્ડની શોધનો અંત આવ્યો છે.

જેમ્સ બૉન્ડની ભૂમિકા મળતાં રૉબર્ટ પૅટિન્સને ખુશી વ્યક્ત કરીને કહ્યું હતું કે ‘જેમ્સ બૉન્ડ ફિલ્મોના સૌથી શાનદાર અને યાદગાર પાત્રોમાંનું એક છે. 007ની જવાબદારી મળવી મારા માટે જીવનભરનું સૌથી મોટું સન્માન છે. આ ભૂમિકા મારા માટે સપનું સાકાર થવા જેવી છે એમ કહેવું પણ ખૂબ નાની વાત ગણાશે. આ ભાગીદારી અને આ શાનદાર ટીમ સાથે કામ કરવા માટે હું ખૂબ જ ઉત્સાહિત છું.’


Whatsapp-channel Whatsapp-channel

18 November, 2026 01:18 PM IST | Los Angeles | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK