Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Career And Jobs

લેખ

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)

મહારાષ્ટ્રમાં ઑફિસમાં વર્કિંગ આર્સ વધારવાનો પ્રસ્તાવ: 8 કલાક નહીં પણ 10 કલાક કામ

Changes in Working Hours in Maharashtra: ઇન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિએ તાજેતરમાં અઠવાડિયામાં 70 કલાક કામ કરવાના કરેલા વચનની અસર હવે દેખાઈ રહી છે. મહારાષ્ટ્ર સરકાર રાજ્યમાં ખાનગી કંપનીઓમાં કામના કલાકો વધારવાની યોજના બનાવી રહી છે.

28 August, 2025 06:53 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ચેટનો સ્ક્રીનશોટ અને પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: સોશિયલ મીડિયા અને મિડ-ડે)

Mumbai Rains:બૉસે ઑફિસ બોલાવી; પણ મહિલા કર્મચારીએ એવો જવાબ આપ્યો કે થયા ખૂબ વખાણ

Manager calls Employees to office amid Mumbai Rains: મુંબઈના વરસાદ અને કૉર્પોરેટ કલ્ચરનો ટક્કર હંમેશા હેડલાઇન્સમાં રહે છે. વાસ્તવમાં, મુંબઈમાં ભારે વરસાદ અને રેડ એલર્ટ હોવા છતાં, એક કંપની મેનેજર તેના કર્મચારીઓને ઑફિસમાં બોલાવી રહ્યા હતા.

21 August, 2025 06:56 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)

રેપિડો રાઈડ દરમિયાન, મહિલા મુસાફરને જ્યારે ડ્રાઈવરની હાલત વિશે ખબર પડી તો તે...

Rapido Driver Turned Out to be a Bank Employee: મોટી ઑફિસોમાં કામ કરતા લોકો કોઈપણ નાનું કામ શરૂ કરતા પહેલા 1-2 વાર વિચારે છે. ઇન્ટરનેટ પર વાયરલ થયેલી એક રેડિટ પોસ્ટમાં, એક મહિલાએ આવા રેપિડો રાઇડર વિશે જણાવ્યું છે...

16 August, 2025 07:14 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)

બૅન્ક મેનેજરે આત્મહત્યા કરી સુસાઇડ નોટમાં લખ્યું: `કામનું ખૂબ પ્રેશર હતું...`

Bank Manager Commits Suicide due to Work Pressure: મહારાષ્ટ્રના બારામતીના ભીગવાન રોડ પર સ્થિત એક ખાનગી બૅન્કના સિનિયર મેનેજરે આત્મહત્યા કરી હતી. શિવશંકર મિત્રાનો મૃતદેહ બૅન્ક પરિસરમાં લટકતી હાલતમાં મળી આવ્યો હતો. મિત્રા UPના પ્રયાગરાજના વતની હતો.

20 July, 2025 06:52 IST | Baramati | Gujarati Mid-day Online Correspondent

ફોટા

ઇરા ખાન

મહિલાઓ પોતાને યુઝલેસ સમજતી બંધ થશે?

આમિર ખાનની દીકરી આઇરા ૨૮ વર્ષની ઉંમરે પણ પૈસા ન કમાતી હોવાથી પોતાને યુઝલેસ સમજે છે. સુપરસ્ટારની ભણેલી-ગણેલી દીકરી કૉન્ફિડન્સથી ડિપ્રેશન વિશે વાત કરી શકે છે પણ મૂળથી અસુરક્ષિતતા અનુભવે છે. મહિલાઓ આટલી પ્રગતિ પછી પણ જો પોતાની વૅલ્યુ ન કરી શકતી હોય તો આપણા પ્રગતિશીલ સમાજની ભૂલ ક્યાં થઈ રહી છે?પહેલાંના સમયમાં મહિલાઓ યુદ્ધ લડવા નહોતી જતી એટલે પોતાને યુઝલેસ સમજતી હતી. ખેતી કરતી હતી પરંતુ ક્યારેય પૈસા હાથમાં નહોતા આવતા ત્યારે પણ પોતાને યુઝલેસ સમજતી હતી. પિતા કે પતિના ઘરમાં પણ પોતાને બોજ માનીને યુઝલેસ સમજતી હતી. હવે આજની મહિલા પૈસા કમાતી થઈ છે, નિર્ણયો લેતી થઈ છે તો પણ તેઓ પોતાને યુઝલેસ સમજે છે. એવું માનીએ કે આર્થિક રીતે સધ્ધર પરિવારમાંથી આવતી સફળ માતા-પિતાની આત્મવિશ્વાસુ દીકરીને કદાચ આ સમસ્યા નહીં હોય, પરંતુ એવું જરાય નથી. તાજેતરમાં આમિર ખાન અને તેની દીકરી આઇરા ખાન મેન્ટલ હેલ્થ, થેરપી અને ડિપ્રેશન પર એક પૉડકાસ્ટમાં ચર્ચા કરી રહ્યાં હતાં. એ દરમ્યાન આઇરાએ પોતાની માનસિક સ્થિતિ વ્યક્ત કરતાં કહ્યું કે તે ૨૮ વર્ષની થઈ, પણ પૈસા કમાતી ન હોવાથી પોતાને યુઝલેસ ફીલ કરી રહી હતી. હવે વિચારો કે શું આ વિચાર તેને આવવો જોઈએ કે જેની પાસે લગભગ અઢળક તકો છે અને લગભગ આર્થિક સમસ્યા નથી નડવાની. લગ્ન પહેલાં છેલ્લાં પાંચ વર્ષથી તે ઇન્ડિપેન્ડન્ટ ઘરમાં એકલી રહેતી હતી, તે આવી વાતો કરે ત્યારે વિચાર થાય કે આજની આધુનિક મહિલાઓ જેઓ પોતાના નિર્ણયો જાતે લે છે અને પૈસા કમાવાની ક્ષમતા ધરાવે છે તેઓ પોતાની વૅલ્યુ કેમ નથી કરી શકતી? નિષ્ણાતો પાસેથી જાણીએ કે પ્રગતિશીલ સમાજ હજી પણ શું ભૂલો કરી રહ્યો છે.

20 May, 2025 07:15 IST | Mumbai | Laxmi Vanita
આજનાં વન્ડર વુમન છે છાયા વોરા (તસવીર ડિઝાઇન : કિશોર સોસા)

વન્ડર વુમન: 65 વર્ષની વયે માસ્ટર્સ ડિગ્રી બાદ હવે CAની તૈયારી કરે છે આ બહેન

ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી માટે લઈને આવ્યું છે `વન્ડર વુમન`ની ખાસ રજૂઆત. આમ તો સમાજની દરેક મહિલા પોતાના `સ્ત્રીત્વ`ના બળે જીવનમાં ઊંચાઈને પામે છે. વળી, આપણી આસપાસ પણ એવી અનેક મહિલાઓ છે, જેમના સમર્પણ, જુસ્સા અને અડગ નિશ્ચયે તેમને નવા મુકામ આપ્યા છે! એક સ્ત્રી ધારે તો શું ન કરી શકે? નિર્દોષ, નિષ્કામ ને નિરાભિમાની નજર વડે જોશો તો પુરુષ સમોવડી થયેલી અનેક સ્ત્રીઓના પ્રેરણાદાયી ઉદાહરણો તમને સાંપડશે. મોટી ઉંમરના ઉંબરાને પણ સહજતાથી ઠેંકીને સ્ત્રી પોતાના શોખને જીવંત કરતી હોય છે. અહીં અમે એવી જ પ્રેરક મહિલાઓની વાત માંડીશું જેઓએ ધીરજ અને આત્મવિશ્વાસની આંગળી પકડીને જીવનમાં નવેસરથી ડગ ભર્યાં છે. ન માત્ર પોતાના કે પોતાના પરિવાર માટે કિન્તુ સમાજના બળબળતાં પ્રશ્નો સામે ઝઝૂમવા માટે મીટ માંડી છે. બેચલરની ડિગ્રી હોય, બિઝનેસ હોય કે પછી હોય બોક્સિંગ! આ પ્રેરણાદાયી મહિલા તો સમાજની સૌ સ્ત્રી માટે અજવાળું બની છે. આજનાં આપણાં વન્ડર વુમન છે છાયા વોરા જેઓ 65 વર્ષની ઉંમરે પણ પોતાના ભણવાના સપનાને પૂર્ણ કરી રહ્યા છે.

25 September, 2024 10:00 IST | Mumbai | Viren Chhaya

વિડિઓઝ

કૉંગ્રેસ દ્વારા એજન્ડા...` ગુજરાતમાં વાયરલ નોકરીના ઈન્ટરવ્યુ પર હર્ષ સંઘવી

કૉંગ્રેસ દ્વારા એજન્ડા...` ગુજરાતમાં વાયરલ નોકરીના ઈન્ટરવ્યુ પર હર્ષ સંઘવી

વાયરલ જોબ ઈન્ટરવ્યુના ધસારાના મુદ્દા પર બોલતા, ગુજરાતના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ 13 જુલાઈના રોજ એજન્ડા પેડલિંગ કરવા અને નકલી માહિતી બોલવા બદલ કૉંગ્રેસની ટીકા કરી હતી. તેમણે કહ્યું, "તે તદ્દન ખોટું છે કે હજારો અરજદારો હોટેલની નોકરીની ખાલી જગ્યા માટે હાજર થયા હતા. કેમિકલ કંપની માટે આ ઓપનિંગ હતું. કંપની દ્વારા બહાર પાડવામાં આવેલી અખબારની જાહેરાતમાં નોકરી માટે લાયકાતના માપદંડનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે 6-10 વર્ષનો અનુભવ છે. ભરૂચ, દહેજ અને અંકલેશ્વર એવા પ્રદેશો છે જે દેશમાં સૌથી વધુ રોજગાર પ્રદાન કરે છે. કૉંગ્રેસનો આ એક એજન્ડા છે. અમે સાંજ સુધીમાં બધું સ્પષ્ટ કરીશું.”

14 July, 2024 06:02 IST | Ahmedabad

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK