ડૉ. ડાયના સ્વિસ યુનિવર્સિટીમાંથી પ્રોફેસરની પદવી મેળવનારાં પ્રથમ મહિલા હાર્ટ-સર્જ્યન છે. તેઓ જ્યારે ભણતાં હતાં ત્યારથી તેમને હાર્ટ શેપ પ્રત્યે વિશેષ લગાવ હતો. તેમણે જેમાં હાર્ટ શેપ હોય એવાં કપડાં, પિલો, રમકડાં, જ્વેલરી જેવી અઢળક ચીજો એકઠી કરી રાખી.
દિલનો અનોખો શોખ
સ્વિટ્ઝરલૅન્ડમાં હાર્ટ-સર્જ્યન ડૉ. ડાયના રેસર તેમની મેડિકલ નિપુણતા માટે તો જાણીતાં છે જ, પણ સાથે તેમના અનોખા શોખે તેમને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં પણ સ્થાન અપાવ્યું છે. દરદીઓના હૃદયની સારવાર કરવી એ ડૉક્ટર ડાયનાનું પ્રોફેશન છે. જોકે પ્રોફેશન સિવાય પણ ડૉ. ડાયનાને દિલના શેપ સાથે બહુ લગાવ છે. તેમણે હાર્ટ-શેપ ધરાવતી હોય એવી ચીજો એકત્ર કરવાનું શરૂ કર્યું છે અને આ કલેક્શન હવે ૩૨૦૦ની સંખ્યા પાર કરી ગયું છે.
ડૉ. ડાયના સ્વિસ યુનિવર્સિટીમાંથી પ્રોફેસરની પદવી મેળવનારાં પ્રથમ મહિલા હાર્ટ-સર્જ્યન છે. તેઓ જ્યારે ભણતાં હતાં ત્યારથી તેમને હાર્ટ શેપ પ્રત્યે વિશેષ લગાવ હતો. તેમણે જેમાં હાર્ટ શેપ હોય એવાં કપડાં, પિલો, રમકડાં, જ્વેલરી જેવી અઢળક ચીજો એકઠી કરી રાખી છે. કૉલેજના સમયમાં એટલે કે લગભગ ૨૬ વર્ષ પહેલાં શરૂ થયેલી હૉબીએ ડૉક્ટર ડાયનાને તાજેતરમાં ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં સૌથી વધુ હાર્ટ શેપની ચીજોના કલેક્શન માટે ખિતાબ અપાવ્યો છે.
ADVERTISEMENT
હવે તો તેમનાં દરદીઓને પણ ખબર છે કે ડૉ. ડાયનાને હાર્ટ શેપ સાથે વિશેષ લગાવ છે એટલે તેમના તરફથી પણ દિલ ધરાવતી અને અનોખી હોય એવી ચીજો ભેટમાં મળે છે. તેમનું કલેક્શન હજી અટક્યું નથી. તેમની ઇચ્છા છે કે દિલનું કલેક્શન ૫૦૦૦ ચીજો સુધી પહોંચે.
