Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ગ્રૅમી અવૉર્ડ્‍સ માટે ધુરંધર : ધ રિવેન્જના એક પણ ગીતને ન મળ્યું નૉમિનેશન

ગ્રૅમી અવૉર્ડ્‍સ માટે ધુરંધર : ધ રિવેન્જના એક પણ ગીતને ન મળ્યું નૉમિનેશન

Published : 18 November, 2026 12:08 PM | Modified : 18 November, 2026 12:25 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર : ધ રિવેન્જ’ના ફિ‌લ્મમેકરોએ ઑક્ટોબરમાં જાહેરાત કરી હતી કે તેમણે ફિલ્મનું સંગીત ૬૯મા વાર્ષિક ગ્રૅમી અવૉર્ડ્‍સ માટે વિચારણા હેઠળ મોકલ્યું છે. જોકે સોમવારે ગ્રૅમી ૨૦૨૭નાં નૉમિનેશન્સ જાહેર કરવામાં આવ્યાં હતાં.

રણવીર સિંહ

રણવીર સિંહ


રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર : ધ રિવેન્જ’ના ફિ‌લ્મમેકરોએ ઑક્ટોબરમાં જાહેરાત કરી હતી કે તેમણે ફિલ્મનું સંગીત ૬૯મા વાર્ષિક ગ્રૅમી અવૉર્ડ્‍સ માટે વિચારણા હેઠળ મોકલ્યું છે. જોકે સોમવારે ગ્રૅમી ૨૦૨૭નાં નૉમિનેશન્સ જાહેર કરવામાં આવ્યાં હતાં જેમાં ‘ધુરંધર : ધ રિવેન્જ’ને એક પણ નૉમિનેશન મળ્યું નથી. 

‘ધુરંધર : ધ રિવેન્જ’નું સંગીત નવ અલગ-અલગ કૅટેગરીમાં વિચારણા માટે મોકલવામાં આવ્યું હતું. એમાં બેસ્ટ સૉન્ગ રિટન ફૉર વિઝ્યુઅલ મીડિયા માટે ‘ફિર સે’, બેસ્ટ પૉપ ડુઓ/ગ્રુપ પર્ફોર્મન્સ માટે ‘જાઈએ સજના’, બેસ્ટ ગ્લોબલ મ્યુઝિક પર્ફોર્મન્સ માટે ‘જાન સે ગુઝરતે હૈં’ અને ‘કન્હૈયા’, બેસ્ટ એશિયન પૉપ મ્યુઝિક પર્ફોર્મન્સ માટે ‘આરી આરી’, બેસ્ટ રૅપ પર્ફોર્મન્સ માટે ‘ડેસ્ટિની - મન અટકેયા’, બેસ્ટ ડાન્સ/ઇલેક્ટ્રૉનિક રેકૉર્ડિંગ માટે ‘વારી જાવાં’, બેસ્ટ રીમિક્સ્ડ રેકૉર્ડિંગ માટે ‘હમ પ્યાર કરનેવાલે’ અને બેસ્ટ કમ્પાઇલેશન સાઉન્ડટ્રૅક ફૉર વિઝ્યુઅલ મીડિયા માટે ‘ધુરંધર ધ રિવેન્જ - શાશ્વત સચદેવ’નો સમાવેશ થાય છે. જોકે આમાંથી એક પણ ગીતને નૉમિનેશન મળ્યું નથી.


Whatsapp-channel Whatsapp-channel

18 November, 2026 12:25 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK