Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સલમાને માતૃભૂમિ : મે વૉર રેસ્ટ ઇન પીસની ટીમને ગિફ્ટમાં આપી લાખોની ઘડિયાળ

સલમાને માતૃભૂમિ : મે વૉર રેસ્ટ ઇન પીસની ટીમને ગિફ્ટમાં આપી લાખોની ઘડિયાળ

Published : 18 November, 2026 12:40 PM | Modified : 18 November, 2026 01:16 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ભેટ ટીમના સભ્યો માટે સંપૂર્ણ સરપ્રાઇઝ હતી, કારણ કે તેમને સલમાનની આ યોજના વિશે કોઈ જાણકારી નહોતી. ફિલ્મને રિલીઝ સુધી પહોંચાડતાં પહેલાં અનેક વિલંબ અને પડકારોનો સામનો કરવો પડ્યો છે.

સલમાન ખાન

સલમાન ખાન


સલમાન ખાને પોતાની આગામી ફિલ્મ ‘માતૃભૂમિ : મે વૉર રેસ્ટ ઇન પીસ’ના કલાકારો અને ક્રૂ-મેમ્બર્સ માટે ૧૨ નવેમ્બરે પનવેલ સ્થિત પોતાના ફાર્મહાઉસમાં એક ખાસ ગેટ-ટુગેધરનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે તેણે ટીમના સભ્યોને લાખો રૂપિયાની કિંમતની સ્વિસ બનાવટની લક્ઝરી ઘડિયાળો ભેટમાં આપી હતી. રિપોર્ટ પ્રમાણે સલમાને લક્ઝરી બ્રૅન્ડ લૉન્ઝિન્સ અને રાડોની આશરે વીસથી પચીસ જેટલી ઘડિયાળો ભેટમાં આપી હતી. પુરુષોને લૉન્ઝિન્સની ઘડિયાળો આપવામાં આવી હતી જ્યારે મહિલાઓને રાડોની ઘડિયાળો ભેટમાં મળી હતી. દરેક ઘડિયાળની કિંમત આશરે બે લાખથી ૪ લાખ રૂપિયા વચ્ચે હોવાનું કહેવાય છે.

આ ભેટ ટીમના સભ્યો માટે સંપૂર્ણ સરપ્રાઇઝ હતી, કારણ કે તેમને સલમાનની આ યોજના વિશે કોઈ જાણકારી નહોતી. ફિલ્મને રિલીઝ સુધી પહોંચાડતાં પહેલાં અનેક વિલંબ અને પડકારોનો સામનો કરવો પડ્યો છે અને આ સમગ્ર સફરમાં ટીમના દરેક સભ્યના યોગદાનની કદર કરવા માટે સલમાને આ ભેટ આપી હોવાનું કહેવાય છે.


Whatsapp-channel Whatsapp-channel

18 November, 2026 01:16 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK