Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Columnists

લેખ

પ્રતીકાત્મક તસવીર

ઘરેલુ ક્રૂરતા સામે રક્ષણ આપતા કાયદાનો લાભ પુરુષોને કેમ નહીં?

કેમ ભાઈ? ઘરેલુ હિંસા કે ક્રૂરતા શું માત્ર પુરુષો જ આચરી શકે છે?

18 April, 2025 07:28 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઇલસ્ટ્રેશન

નાનજી મોટા ડોન્ટ અન્ડરએસ્ટિમેટ ધ પાવર ઑફ ન્યુ ઇન્ડિયા (પ્રકરણ-4)

આ નવું ભારત છે, હાથ આપીશ તો હાથ મળશે ને હાથ કાપીશ તો ગળું કાપીને હારડો બનાવશે...

17 April, 2025 02:05 IST | Mumbai | Rashmin Shah
પ્રતીકાત્મક તસવીર

મા-બાપની વ્યથા: સંતાનોને લોન લઈને પરદેશ ભણાવ્યાં, પણ હવે અહીં અમારું કોણ?

મારા એ બન્ને મિત્રોએ મન મનાવી લીધું છે. એકલા જીવતાં શીખવું પડશે એ વાત તેમણે સ્વીકારી લીધી છે.

17 April, 2025 07:30 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

બ્રશ કરતી વખતે કેટલી ટૂથપેસ્ટ વાપરવી જોઈએ?

ટૂથપેસ્ટમાં રહેલાં તત્ત્વ પેઢાના સોજાને ઓછો કરવામાં મદદ કરે છે. કેટલીક ટૂથપેસ્ટમાં દાંતને ચમકદાર બનાવવાવાળાં વિશેષ તત્ત્વ હોય છે.

17 April, 2025 07:05 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

કેતકી સૈયા, કિચન-એક્સપર્ટ, શીતલ હરસોરા, કિચન-એક્સપર્ટ

ઘઉં ભરવાની સીઝન આવી ગઈ છે, તમે કયા ભરવાના?

રેડીમેડ લોટના જમાનામાં બને કે ઘણાં મૉડર્ન ઘરોમાં ઘઉં ભરતા ન હોય, પણ હજી જે ગૃહિણીઓને પોતાના પરિવારની હેલ્થની વધુ કાળજી હોય છે તે આજે પણ મહેનત કરીને ઘઉંને આખું વર્ષ સાચવે છે. ઘરે જ ઘઉં દળે છે અથવા ચક્કીમાં પિસાવે છે. પરંતુ દર વર્ષે આ ગૃહિણીઓને પ્રશ્ન તો થાય જ છે કે કયા પ્રકારના ઘઉં લેવા? તમારા જાણીતા કરિયાણાવાળાની સલાહથી ઘઉં ખરીદો એ પહેલાં જાણી લઈએ કિચન-એક્સપર્ટ્‍સ પાસેથી ઘઉંની જુદી-જુદી જાતો વિશે, જે તમને કયા ઘઉં લેવા એ નિર્ણયમાં મદદરૂપ થશે ઘઉંની પાતળી ફૂલકા રોટલી વગર કોઈ ગુજરાતી થાળીની કલ્પના કરી શકે ખરા? વિચારો કે પરોઠાં, થેપલાં, ભાખરી, પૂરી, શીરો, લાપસી, ઓરમું, સુખડી જીવનમાં હોત જ નહીં તો આપણું શું થાત? બાળકોને જો બ્રેડ, પાસ્તા, બિસ્કિટ, કેક, પીત્ઝા, પફ-પેસ્ટ્રી ખાવા ન મળે તો તેમનું શું થાય? મિલેટની મહાનતા આપણને બધાને ખબર જ છે પણ ઘઉં આપણા દૈનિક આહારનો એક અતિ મહત્ત્વનો ભાગ છે એ વાત અવગણી શકાય નહીં. ડાયટ કરતા હોઈએ ત્યારે ૧૫-૨૦ દિવસ ઘઉં વગર રહી શકાય, પણ જીવનભર ઘઉંને અવગણવાનો વિચાર જ કેટલો અશક્ય છે. ઘઉંમાં રહેલા ગ્લુટનને ભલે ખૂબ વખોડવામાં આવ્યું હોય પણ હકીકત એ છે કે ઘઉં આપણા દુશ્મન નથી, એ આપણા ખોરાકનું મૂળભૂત ધાન્ય છે. ઘઉં ભરવાની સીઝન આવી ગઈ છે. રેડીમેડ લોટના બદલાતા જતા વિશ્વમાં બને કે ઘણાં મૉડર્ન ઘરોમાં ઘઉં ભરાતા ન હોય, પણ હજી જે ગૃહિણીઓને પોતાના પરિવારની હેલ્થની વધુ કાળજી હોય છે તે આજે પણ મહેનત કરીને ઘઉંને આખું વર્ષ સાચવે છે. ઘરે જ ઘઉં દળે છે અથવા ચક્કીમાં પિસાવે છે. મોટા ભાગે કયા પ્રકારના ઘઉં લેવા એ ગૃહિણીઓ એમના વિશ્વાસુ દુકાનદારો પાસેથી જાણતી હોય છે. વર્ષોનો અનુભવ પણ એમાં કામે લગાડે છે. ઘઉની આટલી બધી જાતોમાં કઈ જાતની શું વિશેષતા હોય અને કયા ખરીદવા સારા એ વિશે આજે માંડીને વાત કરીએ. ઘઉંમાંથી આપણને કાર્બોહાઇડ્રેટ્સ, પ્રોટીન અને ફાઇબર ભરપૂર માત્રામાં મળે છે. એ સિવાય જરૂરી વિટામિન્સ, મિનરલ્સ જેમ કે B કૉમ્પ્લેક્સ, આયર્ન, ઝિન્ક પણ મળે છે. ભારતમાં ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, બિહાર અને ગુજરાતમાં ઘઉંનું પ્રોડક્શન મુખ્યત્વે થાય છે. ઘઉંને ભરવાની પરંપરા વિશે વાત કરતાં કિચન-એક્સપર્ટ કેતકી સૈયા કહે છે, ‘આમ તો ભારતમાં ઘઉં જુદી-જુદી સીઝનમાં થતા જ રહે છે પરંતુ આ સમયે એને ભરવાની પરંપરા એટલે છે કારણ કે અત્યારે જે ઘઉં આવે એને રવી પાક કહેવાય. જાન્યુઆરી-ફેબ્રુઆરી મહિના સુધી એ ઊગી જાય અને પછી માર્કેટમાં આવે. રવી પાક તરીકે મળતા ઘઉં ભરવા લાયક ગણાય. ફક્ત ગુજરાતી ઘરોમાં જ નહીં, સમગ્ર ભારતમાં જ્યાં-જ્યાં ઘઉં બારે માસ ખવાય છે ત્યાં-ત્યાં એને માર્ચ, એપ્રિલ અને મે મહિનામાં ભરવામાં આવે છે. ઘઉં ભરવાનું એક મહત્ત્વનું કારણ એ છે કે તાજા ઘઉંની રોટલી ખૂબ સારી બનતી નથી. થોડા ઘઉં ભરી રાખવામાં આવે, થોડા જૂના થાય તો એની રોટલી સારી બને છે. એકદમ તાજા ઘઉં હોય તો એની રોટલી તૂટી જાય, ચીકણી થાય.’

15 April, 2025 02:18 IST | Mumbai | Jigisha Jain
સ્વાસ્થ્યાસનના બેતાલીસમા એપિસોડમાં યોગ નિર્દેશક મોના દેસાઈ (તસવીર ડિઝાઈન: કિશોર સોસા)

Swasthyasan: સાંધાના કોઈપણ દુખાવાને મટાડવા માટે રામબાણ છે આ મુદ્રા

Swasthyasan: વડીલોના મુખેથી અવારનવાર કહેવાતી `પહેલું સુખ તે જાતે નર્યા` કહેવત ક્યાંક આડે હાથ મૂકાઇ ગઈ હોય એવું નથી લાગતું? આજની બીઝી લાઈફમાં પોતાના સ્વાસ્થ્ય તરફ સેવાતું દુર્લક્ષ આખરે કોઈ ગંભીર બીમારી કે માનસિક તણાવમાં ફેરવાઈ જાય છે. દવાઓના લાંબા પ્રિસ્ક્રીપ્શન પકડાવતા ડૉકટરો સામે રોદણાં રોવા કરતાં અત્યારથી જાગી જઈએ તો, શરીર ને મનમાં ઘર કરી ગયેલી બીમારીનો મૂળથી છેદ ઉડાડી શકાય છે. માત્ર દિવસની પંદર મિનિટ પોતાના સ્વાસ્થ્ય સુખાકારી માટે યોગાસન ન કરી શકો? હવે તમને થશે કયું આસન? ક્યારે કરવું ને કેવી રીતે? તો, તમારે કોઈ મોંઘાદાટ એક્સપર્ટને શોધવાના નથી..કે નથી ઉથલાવવાના કોઈ પાનાંઓ. કારણકે, ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે લઈને આવ્યું છે `સ્વાસ્થ્યાસન`ની ખાસ રજુઆત. અહીં અમે તમારી માટે દર સપ્તાહે કોઈ એક યોગાસનની તમામ મુદ્રાઓની ટેક્નિક સાથે સરળ શબ્દોમાં વાત કરીશું. જે તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો અંત લાવશે, એ પણ ખિસ્સું ખાલી કરાવ્યાં વગર. આજે આપણે વાત કરીશું ‘સંધિ મુદ્રા’ વિશે. સંધિ મુદ્રાના ફાયદા, નુકસાન, કોણે, ક્યારે અને કેવી રીતે કરાય તે બધા વિશે. આ તસવીરો સાથે જ તમને ગુજરાતી મિડ-ડેના ઈન્સ્ટાગ્રામ પેજ પર આ આસનની રીલ જોવા મળશે. આ રીલમાં તમે જોઈ શકશો કે કેવી રીતે એક પછી એક સ્ટેપ્સ કરવા. રીલ જોવા અહીં ક્લિક કરો.

04 April, 2025 07:00 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પાર્થ સોલંકી તેના મમ્મી પપ્પા સાથે

મમ્મી અને પપ્પાની પચીસમી વેડિંગ ઍનિવર્સરી પર તેમનાં પુનર્લગ્ન કરાવ્યાં દીકરાએ

૨૫ વર્ષ પહેલાં સાવ સાદાઈથી લગ્ન કરવાં પડ્યાં હતાં મમ્મી અને પપ્પાને, એટલે હવે મસ્ત ધામધૂમથી પરણાવ્યાં દીકરાએ ઉમેશ સોલંકી અને રીના જાડેજાએ અઢી દાયકા પહેલાં સાદાઈથી લગ્ન કરવાં પડ્યાં હતાં, એટલે ધામધૂમથી પરણવાની અધૂરી રહી ગયેલી તેમની ઇચ્છા ૨૩ વર્ષના દીકરા પાર્થે પૂરી કરી : એકલે હાથે બધી વ્યવસ્થા કરીને પાર્થે વાડીમાં લગ્ન  ગોઠવ્યાં, ૨૦૦ મહેમાનોને બોલાવ્યા, મમ્મી-પપ્પાની ‘ફર્સ્ટ નાઇટ’ માટે ફાઇવસ્ટાર હોટેલમાં રૂમ બુક કરી અને બીજા દિવસે સવારે ઘરે મમ્મીનાં કંકુપગલાં કર્યાં

27 March, 2025 04:54 IST | Mumbai | Heena Patel
સ્વાસ્થ્યાસનના એકતાલીસમા એપિસોડમાં યોગ નિર્દેશક મોના દેસાઈ (તસવીર ડિઝાઈન: કિશોર સોસા)

Swasthyasan: ‘હેપ્પી બેબી પોઝ’ જેટલું અનોખું નામ એટલા જ ઉત્તમ શારીરિક-માનસિક લાભ

વડીલોના મુખેથી અવારનવાર કહેવાતી `પહેલું સુખ તે જાતે નર્યા` કહેવત ક્યાંક આડે હાથ મૂકાઇ ગઈ હોય એવું નથી લાગતું? આજની બીઝી લાઈફમાં પોતાના સ્વાસ્થ્ય તરફ સેવાતું દુર્લક્ષ આખરે કોઈ ગંભીર બીમારી કે માનસિક તણાવમાં ફેરવાઈ જાય છે. દવાઓના લાંબા પ્રિસ્ક્રીપ્શન પકડાવતા ડૉકટરો સામે રોદણાં રોવા કરતાં અત્યારથી જાગી જઈએ તો, શરીર ને મનમાં ઘર કરી ગયેલી બીમારીનો મૂળથી છેદ ઉડાડી શકાય છે. માત્ર દિવસની પંદર મિનિટ પોતાના સ્વાસ્થ્ય સુખાકારી માટે યોગાસન ન કરી શકો? હવે તમને થશે કયું આસન? ક્યારે કરવું ને કેવી રીતે? તો, તમારે કોઈ મોંઘાદાટ એક્સપર્ટને શોધવાના નથી..કે નથી ઉથલાવવાના કોઈ પાનાંઓ. કારણકે, ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે લઈને આવ્યું છે `સ્વાસ્થ્યાસન`ની ખાસ રજુઆત. અહીં અમે તમારી માટે દર સપ્તાહે કોઈ એક યોગાસનની તમામ મુદ્રાઓની ટેક્નિક સાથે સરળ શબ્દોમાં વાત કરીશું. જે તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો અંત લાવશે, એ પણ ખિસ્સું ખાલી કરાવ્યાં વગર. આજે આપણે વાત કરીશું ‘આનંદ બાળાસન’ જેને ‘હેપ્પી બેબી પોઝ’ પણ કહેવાય છે, તેના ફાયદા, નુકસાન, કોણે, ક્યારે અને કેવી રીતે કરાય તે બધા વિશે. આ તસવીરો સાથે જ તમને ગુજરાતી મિડ-ડેના ઈન્સ્ટાગ્રામ પેજ પર આ આસનની રીલ જોવા મળશે. આ રીલમાં તમે જોઈ શકશો કે કેવી રીતે એક પછી એક સ્ટેપ્સ કરવા. રીલ જોવા અહીં ક્લિક કરો.

27 March, 2025 03:10 IST | Mumbai | Viren Chhaya

વિડિઓઝ

ગુરુ નાનક જયંતિ 2024: ગુરુપુરબ શા માટે ઉજવવામાં આવે છે? જુઓ વીડિયો

ગુરુ નાનક જયંતિ 2024: ગુરુપુરબ શા માટે ઉજવવામાં આવે છે? જુઓ વીડિયો

ગુરુ નાનક જયંતિ, જેને ગુરુપૂરબ અથવા પ્રકાશ ઉત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે વિશ્વભરના શીખો માટે સૌથી મહત્ત્વપૂર્ણ તહેવારોમાંનો એક છે. તે શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનક દેવજીની જન્મજયંતિને ચિહ્નિત કરે છે. હિન્દુ ચંદ્ર કેલેન્ડર મુજબ દર વર્ષે કારતક મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવણી કરવામાં આવે છે. 2024 માં, આ મહત્ત્વપૂર્ણ દિવસ 15 નવેમ્બર, શુક્રવારે ઉજવવામાં આવશે. ગુરુ નાનક દેવજીનો જન્મ 1469 માં રાય ભોઈ દી તલવંડી ખાતે થયો હતો, જે હવે પાકિસ્તાનમાં નનકાના સાહિબ તરીકે ઓળખાય છે. તે દસ શીખ ગુરુઓમાંના પ્રથમ અને ફિલોસોફર, કવિ અને આધ્યાત્મિક લીડર હતા. ગુરુ નાનકના ઉપદેશોમાં સમાનતા, કરુણા અને એક સાર્વત્રિક ભગવાન પ્રત્યેની ભક્તિના મૂલ્યો પર ભાર મૂકવામાં આવ્યો હતો. તેમણે જાતિ, સંપ્રદાય અને ધર્મના આધારે સામાજિક વિભાજનને નકારી કાઢ્યું અને લોકોને પ્રામાણિકતા, નમ્રતા અને સેવાનું જીવન જીવવા માટે પ્રેરણા આપી. ગુરુ નાનક જયંતિ સમગ્ર વિશ્વમાં ખૂબ જ ભક્તિ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. ગુરુ નાનકના ઉપદેશોનું પાલન કરતા અન્ય ધર્મના લોકો સાથે શીખો, આ પ્રસંગને ચિહ્નિત કરવા માટે પ્રાર્થના અને કીર્તન, નગર કીર્તન અને પાઠ, ગુરૂદ્વારાઓની સજાવટ અને લાઇટિંગ અને લંગર સેવા જેવી વિવિધ ધાર્મિક અને સામાજિક કર્યોમાં જોડાય છે. આ ગુરુ નાનક જયંતિ વિશેષ છે કારણ કે તે ગુરુ નાનક જીની 555મી જન્મજયંતિને ચિહ્નિત કરે છે. આ સીમાચિહ્ન તેમના ઉપદેશોની કાલાતીત સુસંગતતા અને આજના વિશ્વમાં તેમના મહત્ત્વની યાદ અપાવે છે.

15 November, 2024 06:55 IST | Mumbai
કેવી રીતે શરૂ થઈ ભાઈ-બહેનના આ તહેવારની શરૂઆત જાણો આ વીડિયોમાં

કેવી રીતે શરૂ થઈ ભાઈ-બહેનના આ તહેવારની શરૂઆત જાણો આ વીડિયોમાં

ક્યારે શરૂ થયો કાચા સૂતરને તાંતણે બંધાયેલ ભાઈ-બહેનનો પવિત્ર સંબંધ? કેવી રીતે થઈ આ તહેવારની શરૂઆત? કેમ ઉજવવામાં આવે છે આ તહેવાર? શું છે રક્ષાબંધનના પર્વ પાછળની કથા? જાણો મિડ-ડે ગુજરાતીના વીડિયો માં આખા તહેવારનો સાર...

19 August, 2024 07:36 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK