Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Life And Style

લેખ

સ્પર્મ રેસિંગ સ્ટાર્ટઅપના ફાઉન્ડર્સઃ નિક સ્મૉલ, એરિક ઝુ, શેન ફૅન અને ગૅરેટ નિકોનિએન્કો

અમેરિકામાં થવાની છે વિશ્વની પહેલવહેલી અનોખી સ્પર્મની રેસ

સ્પર્મ કઈ ગતિએ દોડે છે એનું જીવંત પ્રસારણ ઑલિમ્પિક્સ અને F1 રેસની જેમ જોવા મળશે અને એમાં તમે ચાહો તો તમારા મનગમતા પ્લેયર પર સટ્ટો પણ રમી શકશો

20 April, 2025 05:45 IST | Los Angeles | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર

લગન ને સુહાગન બેયમાં ગન નામની બંદૂકડી આવે તોય હરખપદૂડા લોકો ઓછા નથી ઊતરતા

મૅરેજમાં ઊછળી-ઊછળીને ખર્ચો કરનારાએ સમજવું જોઈએ કે મૅરેજ થાય ત્યારે નહીં, એ ટકે એવાં સાબિત થાય ત્યારે પાર્ટી કરવાની હોય

20 April, 2025 04:24 IST | Mumbai | Sairam Dave
આકાશમાંથી નૉર્થ સેન્ટિનલ આઇલૅન્ડ આવો દેખાય છે.

આ ટાપુવાસીઓ ૮૦૦ વર્ષથી દુનિયાના સંપર્કમાં નથી, અહીં કોઈ ડોકિયું કરે તો થાય જેલ

દુનિયાથી કટ થઈને આંદામાન-નિકોબાર આઇલૅન્ડ પર રહેતા આ આદિવાસીઓને મળવા માટે પહોંચી ગયેલા એક વ્લૉગરને કારણે સેન્ટિનલ આઇલૅન્ડ ફરી

20 April, 2025 04:05 IST | Mumbai | Rashmin Shah
ગોપિકા ગોવિંદ

આદિવાસી ગર્લ બની ઍર-હૉસ્ટેસ

આર્થિક પડકારો અને સંઘર્ષોમાં એ સપનું મનના ખૂણે સંકોરાયેલું રહ્યું, પરંતુ સખત મહેનત અને સરકારની મદદથી તે કેરલાની સૌપ્રથમ ટ્રાઇબલ ઍર-હૉસ્ટેસ બની ગઈ

20 April, 2025 02:48 IST | Kerala | Gujarati Mid-day Correspondent

ફોટા

પ્રતીકાત્મક તસવીર

શર્ટ પર લાગેલા પરસેવાના ડાઘને ચપટી વગાડતાં દૂર કરો

ગરમીમાં પરસેવો બહુ થતો હોય ત્યારે એ કપડામાં ડાઘ છોડી જાય છે, જેને કેટલાક ઘરગથ્થુ નુસખાથી દૂર કરી શકાય છે. ગરમીની સીઝનમાં સફેદ શર્ટ અથવા ટૉપ પર પરસેવાના ડાઘ થવા બહુ કૉમન છે, પણ આ જિદ્દી ડાઘ નૉર્મલ વૉશથી નીકળતા ન હોવાથી સફેદ કપડાં પહેરવાલાયક નથી રહેતાં અને ફેંકવાની નોબત આવે છે. એમાં પણ નવાં કપડાં હોય તો એમને ફેંકવાનો જીવ ચાલતો નથી ત્યારે કેટલાક ઘરગથ્થુ નુસખાથી પરસેવાના ડાઘથી સહેલાઈથી છુટકારો મેળવી શકાય છે.

19 April, 2025 07:04 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અમદાવાદમાં કદાચ કોઈએ કલ્પના પણ ન કરી હોય તેવી 25થી વધુ બ્લુબેરી આધારિત વાનગીઓની જમાવટ ગ્વાલિયા બ્લુબેરી ફેસ્ટિવલમાં જોવા મળી. - ખાસ રેસીપીઝની ઝલક જાણો... - તસવીર પૂજા સાંગાણી

જ્યાફત: ગ્વાલિયા બ્લુબેરી ફેસ્ટિવલમાં 25થી વધુ બ્લુબેરી આધારિત વાનગીઓની જમાવટ

"અમદાવાદની પ્રસિદ્ધ `Gwalia SBR` રેસ્ટોરન્ટમાં સુંદર અને પોષણયુક્ત બ્લુબેરીને કેન્દ્રમાં રાખીને, `Gwalia` બ્રાન્ડના સંચાલક જય શર્મા અને `USA Blueberry` કોન્સ્યુલેટના સહયોગથી 7 એપ્રિલે પ્રથમ વખત બ્લુબેરી ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફેસ્ટિવલમાં 25થી વધુ અનોખી મીઠાઈઓ અને નમકીન વાનગીઓ લૉન્ચ કરવામાં આવી, જેમ કે બ્લુબેરી ટસ્કીન, મિસ્ટી બ્લુબેરી બ્લોસમ, બ્લુબેરી ડિલાઈટ, બ્લુબેરી પૉપ, બ્લુબેરી કાજુકતરી, બ્લુબેરી રબડી, બ્લુબેરી સંદેશ, બ્લુબેરી ફેન્ટેસી, બ્લુબેરી દહીં વડાં, બ્લુ બેરી સ્મુઘી, બ્લુબેરી આઈસ ટી વગેરે. દરેક વાનગીએ મને એક નવી દિશા અને સ્વાદનો અનુભવ કરાવ્યો. મને આ ઇવેન્ટમાં બ્લુબેરી સ્વીટ્સ લૉન્ચ કરવાની સાથે વિશેષ રેસિપીઝનો અનુભવ કરવાની અનોખી તક મળી હતી. આ લેખમાં, હું પેસ્ટ્રી શેફ મોનિલા સુરાણાની બ્લુબેરી રેસિપીઝના સ્વાદ અને સ્વાસ્થ્યના અનોખા સંયોજન વિશે વાત કરીશ, તેમજ આ ઇવેન્ટની માહિતી પણ શૅર કરીશ." ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કોલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો : પૂજા સાંગાણી)

19 April, 2025 07:03 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
સ્વાસ્થ્યાસનના તેતાલીસમા એપિસોડમાં યોગ નિર્દેશક મોના દેસાઈ (તસવીર ડિઝાઈન: કિશોર સોસા)

Swasthyasan: શરીરના પંચ તત્વોને ઍક્ટિવ કરે આ મુદ્રા અને કરવામાં છે એકદમ સિમ્પલ

Swasthyasan: વડીલોના મુખેથી અવારનવાર કહેવાતી `પહેલું સુખ તે જાતે નર્યા` કહેવત ક્યાંક આડે હાથ મૂકાઇ ગઈ હોય એવું નથી લાગતું? આજની બીઝી લાઈફમાં પોતાના સ્વાસ્થ્ય તરફ સેવાતું દુર્લક્ષ આખરે કોઈ ગંભીર બીમારી કે માનસિક તણાવમાં ફેરવાઈ જાય છે. દવાઓના લાંબા પ્રિસ્ક્રીપ્શન પકડાવતા ડૉકટરો સામે રોદણાં રોવા કરતાં અત્યારથી જાગી જઈએ તો, શરીર ને મનમાં ઘર કરી ગયેલી બીમારીનો મૂળથી છેદ ઉડાડી શકાય છે. માત્ર દિવસની પંદર મિનિટ પોતાના સ્વાસ્થ્ય સુખાકારી માટે યોગસન ન કરી શકો? હવે તમને થશે કયું આસન? ક્યારે કરવું ને કેવી રીતે? તો, તમારે કોઈ મોંઘાદાટ એક્સપર્ટને શોધવાના નથી..કે નથી ઉથલાવવાના કોઈ પાનાંઓ. કારણકે, ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે લઈને આવ્યું છે `સ્વાસ્થ્યાસન`ની ખાસ રજુઆત. અહીં અમે તમારી માટે દર સપ્તાહે કોઈ એક યોગસનની તમામ મુદ્રાઓની ટેક્નિક સાથે સરળ શબ્દોમાં વાત કરીશું. જે તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો અંત લાવશે, એ પણ ખિસ્સું ખાલી કરાવ્યાં વગર. આજે આપણે વાત કરીશું ‘પંચમુખ મુદ્રા’ વિશે, પંચમુખ મુદ્રાના ફાયદા, નુકસાન, કોણે, ક્યારે અને કેવી રીતે કરાય તે બધા વિશે. આ તસવીરો સાથે જ તમને ગુજરાતી મિડ-ડેના ઈન્સ્ટાગ્રામ પેજ પર આ આસનની રીલ જોવા મળશે. આ રીલમાં તમે જોઈ શકશો કે કેવી રીતે એક પછી એક સ્ટેપ્સ કરવા. રીલ જોવા માટે અહીં ક્લિક કરો.

16 April, 2025 02:00 IST | Mumbai | Viren Chhaya
કેતકી સૈયા, કિચન-એક્સપર્ટ, શીતલ હરસોરા, કિચન-એક્સપર્ટ

ઘઉં ભરવાની સીઝન આવી ગઈ છે, તમે કયા ભરવાના?

રેડીમેડ લોટના જમાનામાં બને કે ઘણાં મૉડર્ન ઘરોમાં ઘઉં ભરતા ન હોય, પણ હજી જે ગૃહિણીઓને પોતાના પરિવારની હેલ્થની વધુ કાળજી હોય છે તે આજે પણ મહેનત કરીને ઘઉંને આખું વર્ષ સાચવે છે. ઘરે જ ઘઉં દળે છે અથવા ચક્કીમાં પિસાવે છે. પરંતુ દર વર્ષે આ ગૃહિણીઓને પ્રશ્ન તો થાય જ છે કે કયા પ્રકારના ઘઉં લેવા? તમારા જાણીતા કરિયાણાવાળાની સલાહથી ઘઉં ખરીદો એ પહેલાં જાણી લઈએ કિચન-એક્સપર્ટ્‍સ પાસેથી ઘઉંની જુદી-જુદી જાતો વિશે, જે તમને કયા ઘઉં લેવા એ નિર્ણયમાં મદદરૂપ થશે ઘઉંની પાતળી ફૂલકા રોટલી વગર કોઈ ગુજરાતી થાળીની કલ્પના કરી શકે ખરા? વિચારો કે પરોઠાં, થેપલાં, ભાખરી, પૂરી, શીરો, લાપસી, ઓરમું, સુખડી જીવનમાં હોત જ નહીં તો આપણું શું થાત? બાળકોને જો બ્રેડ, પાસ્તા, બિસ્કિટ, કેક, પીત્ઝા, પફ-પેસ્ટ્રી ખાવા ન મળે તો તેમનું શું થાય? મિલેટની મહાનતા આપણને બધાને ખબર જ છે પણ ઘઉં આપણા દૈનિક આહારનો એક અતિ મહત્ત્વનો ભાગ છે એ વાત અવગણી શકાય નહીં. ડાયટ કરતા હોઈએ ત્યારે ૧૫-૨૦ દિવસ ઘઉં વગર રહી શકાય, પણ જીવનભર ઘઉંને અવગણવાનો વિચાર જ કેટલો અશક્ય છે. ઘઉંમાં રહેલા ગ્લુટનને ભલે ખૂબ વખોડવામાં આવ્યું હોય પણ હકીકત એ છે કે ઘઉં આપણા દુશ્મન નથી, એ આપણા ખોરાકનું મૂળભૂત ધાન્ય છે. ઘઉં ભરવાની સીઝન આવી ગઈ છે. રેડીમેડ લોટના બદલાતા જતા વિશ્વમાં બને કે ઘણાં મૉડર્ન ઘરોમાં ઘઉં ભરાતા ન હોય, પણ હજી જે ગૃહિણીઓને પોતાના પરિવારની હેલ્થની વધુ કાળજી હોય છે તે આજે પણ મહેનત કરીને ઘઉંને આખું વર્ષ સાચવે છે. ઘરે જ ઘઉં દળે છે અથવા ચક્કીમાં પિસાવે છે. મોટા ભાગે કયા પ્રકારના ઘઉં લેવા એ ગૃહિણીઓ એમના વિશ્વાસુ દુકાનદારો પાસેથી જાણતી હોય છે. વર્ષોનો અનુભવ પણ એમાં કામે લગાડે છે. ઘઉની આટલી બધી જાતોમાં કઈ જાતની શું વિશેષતા હોય અને કયા ખરીદવા સારા એ વિશે આજે માંડીને વાત કરીએ. ઘઉંમાંથી આપણને કાર્બોહાઇડ્રેટ્સ, પ્રોટીન અને ફાઇબર ભરપૂર માત્રામાં મળે છે. એ સિવાય જરૂરી વિટામિન્સ, મિનરલ્સ જેમ કે B કૉમ્પ્લેક્સ, આયર્ન, ઝિન્ક પણ મળે છે. ભારતમાં ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, બિહાર અને ગુજરાતમાં ઘઉંનું પ્રોડક્શન મુખ્યત્વે થાય છે. ઘઉંને ભરવાની પરંપરા વિશે વાત કરતાં કિચન-એક્સપર્ટ કેતકી સૈયા કહે છે, ‘આમ તો ભારતમાં ઘઉં જુદી-જુદી સીઝનમાં થતા જ રહે છે પરંતુ આ સમયે એને ભરવાની પરંપરા એટલે છે કારણ કે અત્યારે જે ઘઉં આવે એને રવી પાક કહેવાય. જાન્યુઆરી-ફેબ્રુઆરી મહિના સુધી એ ઊગી જાય અને પછી માર્કેટમાં આવે. રવી પાક તરીકે મળતા ઘઉં ભરવા લાયક ગણાય. ફક્ત ગુજરાતી ઘરોમાં જ નહીં, સમગ્ર ભારતમાં જ્યાં-જ્યાં ઘઉં બારે માસ ખવાય છે ત્યાં-ત્યાં એને માર્ચ, એપ્રિલ અને મે મહિનામાં ભરવામાં આવે છે. ઘઉં ભરવાનું એક મહત્ત્વનું કારણ એ છે કે તાજા ઘઉંની રોટલી ખૂબ સારી બનતી નથી. થોડા ઘઉં ભરી રાખવામાં આવે, થોડા જૂના થાય તો એની રોટલી સારી બને છે. એકદમ તાજા ઘઉં હોય તો એની રોટલી તૂટી જાય, ચીકણી થાય.’

15 April, 2025 02:18 IST | Mumbai | Jigisha Jain

વિડિઓઝ

NMACCમાં કલાકારો અને તેમની કળાના વિશિષ્ટ પ્રદર્શનનું સુંદર આયોજન

NMACCમાં કલાકારો અને તેમની કળાના વિશિષ્ટ પ્રદર્શનનું સુંદર આયોજન

NMACC ખાતે તાજેતરમાં કલાકારો અને તેમની કળાનું વિશિષ્ટ પ્રદર્શન આયોજિત થયું હતું, જે ખૂબ જ આવકાર્ય બનીને દર્શકોનું આકર્ષણ બની રહ્યું હતું. રાજસ્થાન, મધ્યપ્રદેશ, અને કાશ્મીરના વિવિધ કલાકારો દ્વારા પ્રદર્શન કરાયેલું તેમના લોકપ્રિય કલા રૂપો અને સંસ્કૃતિની સમૃદ્ધિનું પ્રતિનિધિત્વ કર્યું. થિથકારા, ચીકનકારી કાપડ, અને કાલીઘાટ પેઇન્ટિંગ જેવા પ્રાચીન કળાના નમૂનાઓ દર્શાવતી આ પ્રદર્શની કલાકારોની મહેનત અને સર્જનાત્મકતાનું મૌલિક પ્રતિબિંબ છે. આ કલા સાથે જોડાયેલા લોકકથાઓ અને વારસાઓ દર્શકોને સાંસ્કૃતિક અને ઐતિહાસિક દૃષ્ટિમાંથી એક નવો વિચાર પ્રદાન કરે છે. આ નમૂનાઓમાંથી પ્રદર્શિત થતી કળાઓ, સંસ્કૃતિ અને વારસો પ્રત્યે ઘનિષ્ઠ માન્યતાઓ માટે શ્રદ્ધા દર્શાવે છે. NMACC આ કળાના મહિમાને ઉજાગર કરવા માટે આ પ્રદર્શનનું આયોજન કરી રહ્યા છે.

05 February, 2025 05:50 IST | Mumbai
અર્ધ વક્રાસન કરવાના આ છે ફાયદા, આ લોકોએ ન કરવું આ આસન

અર્ધ વક્રાસન કરવાના આ છે ફાયદા, આ લોકોએ ન કરવું આ આસન

આજે આપણે વાત કરીશું ‘અર્ધ ચક્રાસન’ના ફાયદા, નુકસાન, કોણે, ક્યારે અને કેવી રીતે કરાય તે બધા વિશે. આ તસવીરો સાથે જ તમને ગુજરાતી મિડ-ડેના ઈન્સ્ટાગ્રામ પેજ પર આ આસનની રીલ જોવા મળશે. આ રીલમાં તમે જોઈ શકશો કે કેવી રીતે એક પછી એક સ્ટેપ્સ કરવા. 

30 January, 2025 05:29 IST | Mumbai
Swasthyasan: પીઠ, હાથ અને પગ મજબૂત બનાવે છે શલભાસન; અચૂક કરજો ટ્રાય

Swasthyasan: પીઠ, હાથ અને પગ મજબૂત બનાવે છે શલભાસન; અચૂક કરજો ટ્રાય

શલભાસન યોગ આસન પીઠ, હાથ અને પગમાં શક્તિ વધારે છે અને સાથે સાથે લવચીકતામાં પણ સુધારો કરે છે. તેના ફાયદા અને તેનો અભ્યાસ કેવી રીતે કરવો તે જાણો.

17 January, 2025 06:42 IST | Mumbai
Swasthyasan: શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે છે આ આસન, ચોક્કસ કરજો ટ્રાય

Swasthyasan: શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે છે આ આસન, ચોક્કસ કરજો ટ્રાય

અહીં અમે તમારી માટે દર સપ્તાહે કોઈ એક યોગાસનની તમામ મુદ્રાઓની ટેક્નિક સાથે સરળ શબ્દોમાં વાત કરીશું. જે તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો અંત લાવશે, એ પણ ખિસ્સું ખાલી કરાવ્યાં વગર. આજે આપણે વાત કરીશું ‘મેરુ વક્રાસન’ના ફાયદા, નુકસાન, કોણે, ક્યારે અને કેવી રીતે કરાય તે બધા વિશે. આ તસવીરો સાથે જ તમને ગુજરાતી મિડ-ડેના ઈન્સ્ટાગ્રામ પેજ પર આ આસનની રીલ જોવા મળશે. આ વીડિયોમાં તમે જોઈ શકશો કે કેવી રીતે એક પછી એક સ્ટેપ્સ કરવા.

27 December, 2024 03:17 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK