મુંબઈની વિવિધ ગુજરાતી જ્ઞાતિઓની ક્રિકેટ ટુર્નામેન્ટ ‘મિડ-ડે કપ’ની ૧૮મી સીઝનની ગઈ કાલે શરૂઆત થઈ હતી
ઓપનિંગ સેરેમનીમાં આ સીઝન માટેની ટ્રોફીનું અનાવરણ જનસેવક ગોપાલ શેટ્ટી અને અન્યોની હાજરીમાં થયું
કાંદિવલી-વેસ્ટમાં આવેલા પોઇસર જિમખાનામાં મુંબઈની વિવિધ ગુજરાતી જ્ઞાતિઓની ક્રિકેટ ટુર્નામેન્ટ ‘મિડ-ડે કપ’ની ૧૮મી સીઝનની ગઈ કાલે શરૂઆત થઈ હતી. એની ઓપનિંગ સેરેમનીમાં આ સીઝન માટેની ટ્રોફીનું અનાવરણ જનસેવક ગોપાલ શેટ્ટી અને મુંબઈ ક્રિકેટ અસોસિએશનના ઍપેક્સ કાઉન્સિલના મેમ્બર ભૂષણ પાટીલ તેમ જ ટાઇટલ સ્પૉન્સર ઍમ્બિટ રિયલ્ટર્સ ઍન્ડ ડેવલપર્સના પ્રતિનિધિ નીરજ મારફતિયા, અસોસિએટ સ્પૉન્સર લીગલ લૉજિકના પ્રીતમ જૈન, કો-સ્પૉન્સર ડબલ બુલના CEO અને ડિરેક્ટર જતીન મણોદરા, બૉલ-પાર્ટનર VE કૉર્પોરેટના વાઇસ પ્રેસિડન્ટ (સેલ્સ) વિનોદ ગજરા, ઇકો પાર્ટનર રજ જ્વેલરીના રાકેશ મહેતા, મિડ-ડે ઇન્ફોમીડિયાનાં CFO રાજશ્રી બોલઇકર અને સિનિયર જનરલ મૅનેજર (સેલ્સ) અમિત ભટનાગરના હસ્તે કરવામાં આવ્યું હતું.
