Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Kandivli

લેખ

મજીઠિયાનગરમાં સ્લૅબ તૂટીને નીચેના માળે પડ્યો, બે ઘાયલ

કાંદિવલીના મજીઠિયાનગરમાં સ્લૅબ તૂટીને નીચેના માળે પડ્યો, બે ઘાયલ

૧૯૭૧માં બનેલું આ બિ​લ્ડિંગ જર્જરીત થઈ ગયું છે. આ દુર્ઘટનામાં બે વ્યક્તિ ઘાયલ થઈ હતી.

10 April, 2025 07:02 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાજ આર્કેડના પરિસરમાં આવેલા સ્ટૉલ્સ પર ખાણી-પીણીની મજા માણવા આવેલા લોકો. તસવીરો : અનુરાગ અહિરે

તોડકામના ૨૦ દિવસ પછી પણ હજી કાંદિવલીના મહા‌વીરનગરની ફેમસ ખાઉગલી અડધી બંધ જ છે

ટેન્થ સેન્ટર મૉલના પરિસરમાં ચાલતા સ્ટૉલ્સ BMCએ તોડી નાખ્યા બાદ એવું કહેવાતું હતું કે બે-ચાર દિવસમાં એ ફરી શરૂ થઈ જશે, પણ એવું થયું નહીં. જોકે રોડની બીજી બાજુના ખાણી-પીણીના સ્ટૉલ્સ બેરોકટોક ચાલે છે

09 April, 2025 06:58 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પંચશીલ હાઇટ્સ સોસાયટી

ફેરિયાઓને આઘા રાખવા સોસાયટીએ રાખ્યા બાઉન્સરો

કાંદિવલીમાં મહાવીરનગરની પંચશીલ હાઇટ‍્સ સોસાયટીએ ફુટ પાથને ખાલી રાખવા તોતિંગ ખર્ચ કરીને બેસાડ્યો સવારથી રાત સુધીનો ચોકીપહેરો

06 April, 2025 07:05 IST | Mumbai | Faizan Khan
૨૦૨૧માં સેટઅપ મોટો કરવા માટે હર્ષા-રચનાએ દુકાન ભાડે લીધી હતી.

આ બે ફ્રેન્ડ્સે શરૂ કરેલું ટૉય સ્ટેશન જામી ગયું છે

પોતપોતાનાં કામ અને પરિવારને સાચવવાની સાથે કાંદિવલીનાં હર્ષા વોરા અને રચના મહેતાએ શરૂ કરેલી રમકડાંની લાઇબ્રેરી અનેક પેરન્ટ્સ માટે યુઝફ‍ુલ સાબિત થઈ રહી છે

03 April, 2025 02:01 IST | Mumbai | Kajal Rampariya

ફોટા

આજનાં વન્ડર વુમન છે દીપલ શાહ (તસવીર ડિઝાઇન : કિશોર સોસા)

વન્ડર વુમન : ફ્લેવર્સ સાથે નવા પ્રયોગ કરતાં આ બહેન કૅક સ્ટુડિયો ખોલે તો મજા પડે!

ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી માટે લઈને આવ્યું છે `વન્ડર વુમન`ની ખાસ રજૂઆત. આમ તો સમાજની દરેક મહિલા પોતાના `સ્ત્રીત્વ`ના બળે જીવનમાં ઊંચાઈને પામે છે. વળી, આપણી આસપાસ પણ એવી અનેક મહિલાઓ છે, જેમના સમર્પણ, જુસ્સા અને અડગ નિશ્ચયે તેમને નવા મુકામ આપ્યા છે! એક સ્ત્રી ધારે તો શું ન કરી શકે? નિર્દોષ, નિષ્કામ ને નિરાભિમાની નજર વડે જોશો તો પુરુષ સમોવડી થયેલી અનેક સ્ત્રીઓના પ્રેરણાદાયી ઉદાહરણો તમને સાંપડશે. મોટી ઉંમરના ઉંબરાને પણ સહજતાથી ઠેંકીને સ્ત્રી પોતાના શોખને જીવંત કરતી હોય છે. અહીં અમે એવી જ પ્રેરક મહિલાઓની વાત માંડીશું જેઓએ ધીરજ અને આત્મવિશ્વાસની આંગળી પકડીને જીવનમાં નવેસરથી ડગ ભર્યાં છે. ન માત્ર પોતાના કે પોતાના પરિવાર માટે કિન્તુ સમાજના બળબળતાં પ્રશ્નો સામે ઝઝૂમવા માટે મીટ માંડી છે. બેચલરની ડિગ્રી હોય, બિઝનેસ હોય કે પછી હોય બોક્સિંગ! આ પ્રેરણાદાયી મહિલા તો સમાજની સૌ સ્ત્રી માટે અજવાળું બની છે. આજે આપણે વાત કરવાની છે કાંદિવલીમાં રહેતાં દીપલ શાહની. જેમણે પરિવાર માટે કશુંક કરવું છે એ ધૂન પકડીને કૅક બનાવતા તો શીખી લીધું, અને આજે એક સફળ બિઝનેસવુમન તરીકે આગળ વધી રહ્યાં છે. મોડાસા એકડા દશા ખડાયતા સમાજના અનેક પરિવારોમાં તેઓએ પોતાના હાથે બનાવેલી કૅક પહોંચતી કરી છે ને અનેકોના પ્રસંગોને મીઠા કર્યા છે. દીપલબહેને ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે પોતાની આ મધમીઠી સફર વિશે સ-રસ વાતો શેર કરી છે. તો, આવો... તેમની સફરરૂપી કૅકનો સ્વાદ માણીએ.

09 April, 2025 12:15 IST | Mumbai | Dharmik Parmar
મિડ-ડે ક્રિકેટ

કચ્છી કડવા પાટીદારનું કમબૅક, સૌથી વધુ પાંચમી વાર ચૅમ્પિયન

૨૦૨૦માં સળંગ ચોથી વાર વિજેતા બન્યા બાદ છેલ્લી ૩ સીઝનની નિષ્ફળતાને ભુલાવીને ફરી ચૅમ્પિયન ટચ બતાવીને બન્યા મિડ-ડે કપના નંબર વન ચૅમ્પિયન :  પ્રથમ વાર ફાઇનલમાં રમી રહેલી પરજિયા સોનીના કમાલના પર્ફોર્મન્સ છતાં પ્રથમ ઇનિંગ્સમાં આપેલી ૨૧ રનની લીડને લીધે ૩૦ રનથી પરાજય જોવો પડ્યો : મૅન ઑફ ધ મૅચ દિનેશ નાકરાણીની પ્રથમ ઇનિંગ્સની ૩૨ બૉલમાં ૩ સિક્સર અને ૭ ફોર સાથેની ૬૦ રનની અફલાતૂન ઇનિંગ્સ બની નિર્ણાયક : શાનદાર ઑલરાઉન્ડ પર્ફોર્મન્સ સાથે કચ્છી કડવા પાટીદારનો વેદાંશ ધોળુ બન્યો સીઝનનો સુપરસ્ટાર ‍કાંદિવલી-વેસ્ટમાં આવેલા પોઇસર જિમખાનામાં ગઈ કાલે રમાયેલી મિડ-ડે કપ ૨૦૨૫ની ફાઇનલ અપેક્ષા પ્રમાણે ખૂબ રોમાંચક રહી હતી. મિડ-ડે કપની ૧૦મી, ૧૧મી, ૧૨મી અને ૧૩મી સળંગ ચાર સીઝનમાં ચૅમ્પિયન બનીને દબદબો જાળવી રાખનાર કચ્છી કડવા પાટીદારે પ્રથમ વાર ફાઇનલમાં પ્રવેશ કરીને કમાલ કરનાર પરજિયા સોનીને ૩૦ રનથી હરાવીને નવો રેકૉર્ડ બનાવી દીધો હતો. અત્યાર સુધી આ ટુર્નામેન્ટ સૌથી વધુ ચાર વાર જીતવાનો રેકૉર્ડ કચ્છી કડવા પાટીદાર અને ચરોતર રૂખીના સંયુક્ત નામે હતો, પણ હવે વધુ એક કમાલ સાથે પાંચમી વાર ટ્રોફી જીતીને કચ્છી કડવા પાટીદારે મિડ-ડે કપનું ચૅમ્પિયન નંબર વન બની ગયું છે. મૅન આૅફ ધ ફાઇનલ કચ્છી કડવા પાટીદારના દિનેશ નાકરાણીને પાયલ અને વિશાલ પોકારના હસ્તે ટ્રોફી અને ગિફ્ટ હૅમ્પર આપવામાં આવ્યું હતું. દિનેશ નાકરાણીએ ફાઇનલમાં શાનદાર ઑલરાઉન્ડ પર્ફોર્મન્સ કરતાં બન્ને ઇનિંગ્સમાં કુલ ૫૦ બૉલમાં ૮૬ રન બનાવ્યા હતા, ૩ વિકેટ લીધી હતી અને બે કૅચ પકડ્યા હતા. તસવીરો : અતુલ કાંબળે પ્રથમ ઇનિંગ્સમાં શું થયું? પ્રથમ ઇનિંગ્સમાં પરજિયા સોનીના કૅપ્ટન વિકી સોનીએ ટૉસ જીતીને સવારની ભેજવાળી આઉટ ફીલ્ડનો લાભ લેવા જરાય ખચકાટ વગર પ્રથમ બોલિંગ કરવાનું પસંદ ર્ક્યું હતું. પ્રથમ ચાર ઓવરમાં માત્ર ૨૭ રનમાં બન્ને ઓપનરો ભાવિક ભગત અને વેદાંશુ ધોળુને આઉટ કરી દેતાં પરજિયા સોનીનો એ નિર્ણય યોગ્ય લાગી રહ્યો હતો. જોકે ત્યાર બાદ સ્ટાર ઑલરાઉન્ડર અને યુગાન્ડાની નૅશનલ ટીમ વતી રમતા દિનેશ નાકરાણીએ બાજી પોતાના હાથમાં લઈને ૩૨ બૉલમાં ૩ સિક્સર અને સાત ફોર સાથે ૬૦ રનની અફલાતૂન ઇનિંગ્સના જોરે ટીમના સ્કોરને ૧૦ ઓવરમાં પાંચ વિકેટે ૧૧૦ રન પર પહોંચાડી દીધો હતો. પરજિયા સોનીએ પહેલી જ ઓવરમાં બન્ને ઓપનરો કૅપ્ટન વિકી સોની અને જિગર સોની ગુમાવીને ખરાબ શરૂઆત કરી હતી. આ સીઝનનો એકમાત્ર સેન્ચુરિયન રાહુલ સોની (૨૨) અને યશ ધાણક (૨૫) વળતી લડત છતાં પરજિયા સોની ૧૦ ઓવરમાં છેલ્લા બૉલે ૮૯ રન બનાવીને ઑલઆઉટ થઈ ગઈ હતી. એ સાથે કચ્છી કડવા પાટીદારે મહત્ત્વપૂર્ણ ૨૧ રનની લીડ લીધી હતી. બીજી ઇનિંગ્સમાં શું થયું? બીજી ઇનિંગ્સમાં કચ્છી કડવા પાટીદારના કૅપ્ટન જિજ્ઞેશ નાકરાણીએ ટૉસ જીતીને પ્રથમ બૅટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ફરી તેમણે પ્રથમ ૩ ઓવરમાં માત્ર ૨૪ રનના સ્કોર પર બન્ને ઓપનરો ભાવિક ભગત અને વેદાંશ ધોળુ તેમ જ વંશ પટેલને ગુમાવીને નબળી શરૂઆત કરી હતી. પ્રથમ ઇનિંગ્સના હીરો દિનેશ નાકરાણીને પણ (૧૮ બૉલમાં ૨૬ રન) વહેલો આઉટ કરીને પરજિયા સોનીએ બીજી ઇનિંગ્સમાં જબરું કમબૅક કર્યું હતું. તેઓ આખરે કચ્છી કડવા પાટીદારને ૧૦ ઓવરમાં માત્ર પાંચ વિકેટે ૮૫ રન સુધી સીમિત રાખવામાં સફળ થયા હતા. પ્રથમ ઇનિંગ્સની ૨૧ રનની લીડને લીધે તેમને જીત માટે ૧૦૭ રનનો ટાર્ગેટ મળ્યો હતો. ઓપનરો યશ ધાણક (૧૦) અને જિગર સોની (૨૫ રન)એ ટીમને યોગ્ય શરૂઆત કરાવી આપતાં કચ્છી કડવા પાટીદારના કૅમ્પમાં સોંપો પડી ગયો હતો, પણ વેદાંશ ધોળુના ૧૮ રનમાં ૩ વિકેટ સાથેના તરખાટને અને નિરંતર વિકેટ પતનને લીધે પરજિયા સોની ટીમ ૧૦ ઓવરમાં ૮ વિકેટે ૭૬ રન જ બનાવી શકી હતી અને ૩૦ રનથી હારી રનર-અપની ટ્રોફીથી સંતોષ માનવો પડ્યો હતો. મિડ-ડે કપના ચૅમ્પિયનો કચ્છી કડવા પાટીદાર (પાંચ વાર) : (૨૦૧૭, ૨૦૧૮, ૨૦૧૯, ૨૦૨૦, ૨૦૨૫) ચરોતર રૂખી (ચાર વાર) : (૨૦૧૧, ૨૦૧૨, ૨૦૧૩, ૨૦૧૫) કપોળ (૩ વાર) : (૨૦૧૦, ૨૦૨૧, ૨૦૨૪) હાલાઈ લોહાણા (૩ વાર) : (૨૦૧૪, ૨૦૧૬, ૨૦૨૩) વાગડ વીસા ઓસવાળ જૈન (બે વાર) : (૨૦૦૮, ૨૦૦૯) ફર્સ્ટ ઇનિંગ્સનો સ્કોર-બોર્ડ ટૉસ : પરજિયા સોનીએ ટૉસ જીતીને ફીલ્ડિંગ લીધી કચ્છી કડવા પાટીદાર : ફર્સ્ટ ઇનિંગ્સ પ્લેયર              રન       બૉલ     ૬          ૪ ભાવિક ભગત કૉ. દેવાંગ સાગર બૉ. ધર્મિત ધાણક         ૧૨       ૧૦       ૦          ૨ વેદાંશ ધોળુ બૉ. દેવાંગ સાગર   ૪          ૭          ૦          ૦ દિનેશ નાકરાણી એલબીડબ્લ્યુ બૉ. પરીક્ષિત ધાણક       ૬૦       ૩૨       ૩          ૭ વંશ પટેલ કૉ. યશ ધાણક બૉ. દેવાંગ સાગર      ૧૦       ૯          ૦          ૧ તેજસ શેઠિયા નૉટઆઉટ           ૧          ૧          ૦          ૦ જેસલ નાકરાણી એલબીડબ્લ્યુ બૉ. પરીક્ષિત ધાણક       ૦          ૧          ૦          ૦ કુલ રન (૧૦ ઓવર) ૧૧૦/૫ વિકેટ-પતન : ૧/૧૭ (૨.૧), ૨/૨૧ (૩.૩), ૩/૮૯ (૭.૬), ૪/૧૧૦ (૯.૫), ૫/૧૧૦ (૯.૬) બોલિંગ ઓવર  મેઇડન રન       વિકેટ મોનિલ સોની    ૨          ૦          ૩૨       ૦ ધવલ સોની      ૧          ૦          ૩          ૦ ધર્મિત ધાણક    ૨          ૦          ૧૫       ૧ દેવાંગ સાગર    ૨          ૦          ૧૬       ૨ પરીક્ષિત ધાણક            ૨          ૦          ૧૩       ૨ યશ ધાણક       ૧          ૦          ૧૩       ૦ પરજિયા સોની : ફર્સ્ટ ઇનિંગ્સ પ્લેયર  રન       બૉલ     ૬          ૪ વિકી સોની કૉ. જેસલ નાકરાણી બૉ. વેદાંશ ધોળુ ૨          ૨          ૦          ૦ જિગર સોની કૉ. ધરમ ચોપડા બૉ. વેદાંશ ધોળુ   ૦          ૨          ૦          ૦ રાહુલ સોની કૉ. ભાવિક ભગત બૉ. હિરેન રંગાણી           ૨૨       ૧૫       ૦          ૩ યશ ધાણક કૉ. હિરેન રંગાણી બૉ. જેસલ નાકરાણી         ૨૫       ૨૧       ૧          ૨ મોનિલ સોની રનઆઉટ (તેજસ શેઠિયા) ૫          ૩          ૦          ૧ દેવાંશ હીરાણી કૉ. વંશ પટેલ બૉ. વેદાંશ ધોળુ    ૯          ૮          ૦          ૧ ધવલ સોની બૉ. દિનેશ નાકરાણી          ૭          ૪          ૦          ૧ ધર્મિત ધાણક બૉ. દિનેશ નાકરાણી        ૪          ૪          ૦          ૦ પરીક્ષિત ધાણક રનઆઉટ (ધરમ ચોપડા)         ૦          ૦          ૦          ૦ સારંગ સોની નૉટઆઉટ ૦          ૦          ૦          ૦ દેવાંગ સાગર રનઆઉટ            ૨          ૧          ૦          ૦ કુલ રન (૧૦ ઓવર) ૮૯ ઑલઆઉટ વિકેટ-પતન : ૧/૨ (૦.૨), ૨/૩ (૦.૫), ૩/૫૨ (૫.૨), ૪/૬૩ (૬.૨), ૫/૬૭ (૭.૪), ૬/૭૪ (૮.૨), ૭/૮૦ (૮.૬), ૮/૮૧ (૯.૨), ૯/૮૭ (૯.૫), ૧૦/૮૯ (૯.૬)   બોલિંગ ઓવર  મેઇડન રન       વિકેટ વેદાંશ ધોળુ      ૨          ૦          ૧૨       ૩ ભાવિક ભગત   ૨          ૦          ૧૬       ૦ જેસલ નાકરાણી            ૨          ૦          ૧૪       ૧ હિરેન રંગાણી   ૨          ૦          ૨૨       ૧ દિનેશ નાકરાણી            ૨          ૦          ૧૩       ૨ સેકન્ડ ઇનિંગ્સનો સ્કોર-બોર્ડ ટૉસ : કચ્છી કડવા પાટીદારે ટૉસ જીતીને બૅટિંગ લીધી કચ્છી કડવા પાટીદાર : સેકન્ડ ઇનિંગ્સ પ્લેયર  રન       બૉલ     ૬          ૪ ભાવિક ભગત કૉ. યશ ધાણક બૉ. ધવલ સોની   ૪          ૩          ૦          ૧ વેદાંશ ધોળુ કૉ. ધર્મિત ધાણક બૉ. ધવલ સોની  ૯          ૬          ૦          ૨ દિનેશ નાકરાણી કૉ. યશ ધાણક બૉ. ધર્મિત ધાણક         ૨૬       ૧૮       ૨          ૨ વંશ પટેલ સ્ટમ્પ દેવાંશ હીરાણી બૉ. દેવાંગ સાગર         ૨          ૩          ૦          ૦ જેસલ નાકરાણી સ્ટમ્પ દેવાંશ હીરાણી બૉ. પરીક્ષિત ધાણક         ૧૫       ૧૬       ૦          ૨ તેજસ શેઠિયા નૉટઆઉટ           ૧૮       ૧૩       ૧          ૨ દિલીપ લીંબાણી નૉટઆઉટ      ૧          ૧          ૦          ૦ કુલ રન (૧૦ ઓવર) ૮૫/૫ વિકેટ-પતન : ૧/૧૫ (૧.૧), ૨/૧૬ (૧.૫), ૩/૨૪ (૨.૫), ૪/૫૫ (૬.૨), ૫/૭૪ (૯.૨) બોલિંગ ઓવર  મેઇડન રન       વિકેટ મોનિલ સોની    ૨          ૦          ૧૮       ૦ ધવલ સોની      ૨          ૦          ૧૦       ૨ દેવાંગ સાગર    ૨          ૦          ૧૮       ૧ પરીક્ષિત ધાણક            ૨          ૦          ૧૩       ૧ ધર્મિત ધાણક    ૨          ૦          ૨૨       ૧ પરજિયા સોની : સેકન્ડ ઇનિંગ્સ (ટાર્ગેટ - ૧૦૭ રન) પ્લેયર              રન       બૉલ     ૬          ૪ યશ ધાણક કૉ. દિનેશ નાકરાણી બૉ. ભાવિક ભગત         ૧૦       ૭          ૦          ૨ જિગર સોની એલબીડબ્લ્યુ બૉ. દિનેશ નાકરાણી ૨૫       ૨૦       ૦          ૪ રાહુલ સોની કૉ. દિનેશ નાકરાણી બૉ. હિરેન રંગાણી        ૧૧       ૧૧       ૦          ૨ મોનિલ સોની એલબીડબ્લ્યુ બૉ. જેસલ નાકરાણી           ૫          ૬          ૦          ૧ વિકી સોની કૉ. હિરેન રંગાણી બૉ. વેદાંશ ધોળુ    ૨          ૫          ૦          ૦ દેવાંશ હીરાણી રનઆઉટ           ૯          ૪          ૧          ૦ ધવલ સોની નૉટઆઉટ ૦          ૨          ૦          ૦ પરીક્ષિત ધાણક બૉ. વેદાંશ ધોળુ           ૦          ૧          ૦          ૦ ધર્મિત ધાણક કૉ. તેજસ શેઠિયા બૉ. વેદાંશ ધોળુ             ૪          ૨          ૦          ૧ દેવેન સતીકુવર નૉટઆઉટ       ૪          ૨          ૦          ૧ કુલ રન (૧૦ ઓવર)                 ૭૬/૮ વિકેટ-પતનઃ ૧/૧૩ (૧.૬), ૨/૫૧ (૫.૫), ૩/૫૩ (૬.૬), ૪/૫૬ (૭.૨), ૫/૬૯ (૮.૩), ૬/૬૯ (૯.૧), ૭/૬૯ (૯.૨), ૮/૭૩ (૯.૪) બોલિંગ ઓવર  મેઇડન રન       વિકેટ વેદાંશ ધોળુ      ૨          ૦          ૧૮       ૩ ભાવિક ભગત   ૨          ૦          ૯          ૧ જેસલ નાકરાણી            ૨          ૦          ૨૬       ૧ હિરેન રંગાણી   ૨          ૦          ૧૩       ૧ દિનેશ નાકરાણી            ૨          ૦          ૪          ૧ રિઝલ્ટ : કચ્છી કડવા પાટીદારનો ૩૦ રનથી વિજય

25 March, 2025 06:59 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આ વિસ્તારમાં અનધિકૃત બાંધકામો અને ગેરકાયદેસર અતિક્રમણો દૂર કરવા માટે ડિમોલિશન ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. (તસવીરો: શાદાબ ખાન)

માટુંગા ફૂલ બજારની દુકાનો પર ચાલ્યું BMCનું બુલડોઝર ગેરકાયદેસર અતિક્રમણ હટાવાયું

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)એ ગુરુવારે મુંબઈના માટુંગાના પ્રખ્યાત ફૂલ બજારમાં ગેરકાયદેસર બાંધકામો સામે ડિમોલિશન ડ્રાઇવ હાથ ધરી હતી. (તસવીર સૌજન્ય: શાદાબ ખાન)

07 March, 2025 07:00 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
આગ ઓલવાયા બાદની સ્થિતિ ((તસવીરો - સતેજ શિંદે)

આગના તાંડવ બાદ કાંદિવલીના રેસ્ટોરન્ટનો કાટમાળ નાશ - જોઈ લો આ તસવીરોમાં

મુંબઈના કાંદિવલી (વેસ્ટ)માં ગઇકાલે શ્રી પરમહંસ સ્વામી અદગદાનંદજી મહારાજ ચોક પાસેની તુળજા ભવાની વેલ્ફેર સોસાયટીના રેસ્ટોરન્ટમાં આગ ફાટી નીકળી હતી. આ આગ ઓલવાઈ તો લેવાઈ પણ રેસ્ટોરન્ટનો કાટમાળ સંપૂર્ણપણે નાશ પામ્યો હતો. (તસવીરો - સતેજ શિંદે)

28 February, 2025 07:06 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

કોંગ્રેસ અનામત વિરોધી પાર્ટી છેઃ મુસ્લિમ આરક્ષણ મુદ્દે HM અમિત શાહ

કોંગ્રેસ અનામત વિરોધી પાર્ટી છેઃ મુસ્લિમ આરક્ષણ મુદ્દે HM અમિત શાહ

કોંગ્રેસ પાર્ટી. અનામત વિરોધી પાર્ટી. દેશના પછાત લોકો માટે આરક્ષણ. દેશના દલિતોનું આરક્ષણ નાબૂદ કરીને તે મુસ્લિમોને લઘુમતી માટે અનામત આપવા માંગે છે. ચિંતા કરશો નહીં, જ્યાં સુધી બીજેપીનો એક પણ ધારાસભ્ય નહીં હોય ત્યાં સુધી અમે મુસ્લિમોને અનામત નહીં મળવા દઈએ, આ રાહુલ ગાંધી નથી. આ રાહુલ ગાંધીની પાર્ટી કલમ 370 પાછી લાવવા માંગે છે. ધનબાદના લોકો. શું કલમ ત્રણસો સિત્તેર પાછી લાવવી જોઈએ? મોટેથી બોલો, તમારે તેને લાવવા જોઈએ. શું આ કાશ્મીર આપણું છે કે નહીં. આજે હું રાહુલ બાબા રાહુલ બાબાને પૂછીને ધનબાદ જાઉં છું. શું તમે તમારી ચોથી પેઢીને પણ ત્રણસો સિત્તેર ભાઈ-બહેનો પાછા નહીં મેળવશો. આ કોંગ્રેસ પાર્ટી છે. અનામત વિરોધી પાર્ટી. દેશના પછાત લોકો માટે આરક્ષણ. દેશના દલિતોનું આરક્ષણ નાબૂદ કરીને તે મુસ્લિમોને લઘુમતી માટે અનામત આપવા માંગે છે. તમે મને કહો. શું તમે મુસ્લિમ આરક્ષણ માટે સંમત છો?અરે મોટેથી કહો તમે સંમત છો? ચિંતા કરશો નહીં, જ્યાં સુધી બીજેપીનો એક પણ ધારાસભ્ય નહીં હોય ત્યાં સુધી અમે મુસ્લિમોને અનામત નહીં મળવા દઈએ. અને છેલ્લે એક વાત કહું ભાઈ. આ રાહુલ ગાંધી છે. આ રાહુલ ગાંધીની પાર્ટી કલમ 370 પાછી લાવવા માંગે છે. ધનબાદના લોકો. શું કલમ ત્રણસો સિત્તેર પાછી લાવવી જોઈએ? મોટેથી બોલો, તમારે તેને લાવવા જોઈએ. શું આ કાશ્મીર આપણું છે કે નહીં. ભાઈઓ અને બહેનો, હું આજે રાહુલ બાબાને પૂછવા ધનબાદ જાઉં છું. રાહુલ બાબા, તમે ત્રણસો સિત્તેર વર્ષની ચોથી પેઢીને પણ પાછી નથી લાવી રહ્યા જે કાશ્મીર છે. કાશ્મીર, જે ભારતનું અભિન્ન અંગ છે, તેને કોઈ આપણી પાસેથી છીનવી નહીં શકે.

12 November, 2024 05:06 IST | Mumbai
કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે કાંદિવલીમાં અકુર્લી પુલનું ઉદ્ઘાટન કર્યું

કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે કાંદિવલીમાં અકુર્લી પુલનું ઉદ્ઘાટન કર્યું

11 સપ્ટેમ્બરના રોજ કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે કાંદિવલીમાં અકુર્લી બ્રિજનું ઉદ્ઘાટન કર્યું હતું, જે મુંબઈ માટે તેના મહત્વને દર્શાવે છે. ANI સાથે વાત કરતા, ગોયલે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મહાયુતિ સરકાર અને NDA દ્વારા પ્રોજેક્ટ સમયસર પૂરો થવા પર સંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે બ્રિજનું ઉદ્ઘાટન મુંબઈ માટે એક શુભ દિવસ છે અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને ઝડપી બનાવવા મોદી સરકારના ત્રીજા કાર્યકાળની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે. ગોયલે નવા કાર્યકાળના પ્રથમ 100 દિવસમાં પુલને પૂર્ણ કરવાના તેમના વચનને યાદ કર્યું, જેનો હેતુ શહેરની ટ્રાફિક ભીડને દૂર કરવાનો છે. તેમણે તેમની પ્રતિજ્ઞા પૂરી કરવા અને મુંબઈના રહેવાસીઓ માટે રોજિંદી મુસાફરીની સ્થિતિમાં સુધારો કરવા માટે મહાયુતિ સરકાર અને NDA બંનેના સહયોગી પ્રયાસોની પ્રશંસા કરી.

11 September, 2024 05:14 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK