Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Gujarati Community News

લેખ

મલેશિયા માં ભારત ની બે દીકરીઓ ની ગૌરવ પૂર્ણ સિદ્ધિ અને સન્માન

મલેશિયામાં સોનિયા લાંબા અને ગરિમા માલવણકર યંગ આઇકોન ઍવોર્ડથી સન્માનિત

HMC ઇવેન્ટ્સ (દુબઈ) અને જોગા સિંહ દ્વારા આયોજિત યુનિવર્સલ આઇડોલ સ્પર્ધાના મલેશિયા ઓડિશન માટે જ્યુરી સભ્યો તરીકે સોનિયા લાંબા અને ગરિમા માલવણકરને ખાસ આમંત્રિત કરવામાં આવ્યા હતા. હવે ટૂંક સમયમાં આ સ્પર્ધા મુંબઈ અને દિલ્હીમાં પણ યોજાશે.

15 April, 2025 02:28 IST | Kuala Lumpur | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રસંત શ્રી નમ્રમુનિ મહારાજસાહેબ

અમદાવાદ શ્રી નમ્રમુનિ મહારાજસાહેબના સાંનિધ્યમાં સર્જાયો માનવતાનો અનેરો ઉત્સવ

વધુ ૫૧ રિક્ષાચાલકોને રિક્ષા અર્પણ કરવામાં આવી : અજાણ્યા પ્રત્યેની નિઃસ્વાર્થ સેવા, કરુણા, વાત્સલ્યતા ૧૦૦ ટકા લાભ આપે છે

15 April, 2025 11:03 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
રિધમ મામણિયા

૧૩ વર્ષની આ કચ્છી ગર્લનો આર્ટિસ્ટિક રોલર સ્કેટિંગમાં પહેલો ઇન્ટરનૅશનલ વિજય

૬ વર્ષથી નૅશનલ ચૅમ્પિયન રહેલી રિધમ મામણિયાએ તાઇવાન આર્ટિસ્ટિક રોલર સ્કેટિંગ ઓપનમાં સોલો ફ્રી ડાન્સ કૅડેટ ફીમેલ કૅટેગરીમાં ગોલ્ડ મેડલ મેળવ્યો, મુંબઈમાં એ માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અભાવ છતાં તે પોતાની ટૅલન્ટને સાબિત કરી શકવા સમર્થ રહી છે

15 April, 2025 10:20 IST | Mumbai | Jigisha Jain
પ્રતીકાત્મક ફાઈલ તસવીર

ડૂબતા બજારે પણ સ્કૅમ છો? સજામાં છું કહીને મજા કરી લે તે ગુજરાતી

રદીફ-કાફિયા નથી સમજવા ભૈ! તમે જેમ બોલો છોને એમાં જ મજા આવે છે બસ. હર્ષદ મહેતા વખતે ડૂબતા બજારે પણ ‘સ્કૅમ છો?’ ‘સજામાં છું’ કહીને મજા કરી લે તે ગુજરાતી.

15 April, 2025 07:20 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

કવિ અદમ ટંકારવી

કવિવાર : યાદોનાં પરફ્યુમ્સ ઉડાડતા ગુજરાતી ભાષાના કવિ અદમ ટંકારવી

આજે આપણે મૂળ ભરૂચના ટંકારિયા ગામના કવિની વાત કરવી છે. તમે સમજી જ ગયા હશો કે વાત થઈ રહી છે અદમ ટંકારવીની. મુંબઇની જયહિન્દ કોલેજમાંથી તેઓ સ્નાતક થયા ને પછી બ્રિટિશ કાઉન્સિલની સ્કૉલરશિપથી યુ.કે.ની લેન્કાસ્ટર યુનિવર્સિટીમાંથી ભાષાશાસ્ત્રમાં અનુસ્નાતક પદવી પણ મેળવી. ગુજરાતની અનેક શૈક્ષણિક સંસ્થાઓમાં તેમનું માતબર પ્રદાન રહ્યું છે. બ્રિટનમાં સ્થાયી થયેલા અદમ ટંકારવીએ અનેક ગુજલિશ પ્રયોગો કર્યા, જે ભાષાની મોંઘી જણસ છે. આજે તેમની તેવી જ વૈવિધ્યસભર રચનાઓ માણીશું. ‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’ ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યા હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ.  ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ ઊજવીએ.

15 April, 2025 12:09 IST | Mumbai | Dharmik Parmar
ડોમ્બિવલીમાં નીકળી સામૂહિક રથયાત્રા, મુમુક્ષુ વિરતિ ગડા

મહાવીર સ્વામી જન્મકલ્યાણકની ઠેર-ઠેર ભવ્ય ઉજવણી

ડોમ્બિવલીના સમસ્ત જૈન સંઘો દ્વારા મળીને ગઈ કાલે શ્રી મહાવીર સ્વામી ભગવાનના જન્મ કલ્યાણક નિમિત્તે સવારે સાત વાગ્યે પરમાત્માની ભવ્ય સામૂહિક રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રથયાત્રામાં મુમુક્ષુ વિરતિબહેન ગડાની વરસીદાન યાત્રા પણ કાઢવામાં આવી હતી. આ રથયાત્રામાં જૈન સંઘોમાં બિરાજમાન સાધુ-સાધ્વી ભગવંતો, શિવસેનાના કલ્યાણ ગ્રામીણના વિધાનસભ્ય રાજેશ મોરે, ડોમ્બિવલીના BJPના વિધાનસભ્ય રવીન્દ્ર ચવાણ હજારો લોકો સાથે જોડાયા હતા. આ રથયાત્રા શ્રી પાંડુરંગવાડી દેરાસરથી શરૂ થઈને પારસમણિ દેરાસર, રાખી દેરાસર, ફડકે રોડ, બાજી પ્રભુ ચોક, માનપાડા રોડ થઈને શ્રી સુવિધિનાથ દેરાસરે પૂર્ણ થઈ હતી. શોભાયાત્રા બાદ સકળ સંઘો માટે નવકારશી શ્રી સુવિધિનાથ દેરાસરમાં રાખવામાં આવી હતી. 

11 April, 2025 01:12 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગુજરાતી થિયેટર ફેસ્ટિવલ `વસંત`

Photos: ગુજરાતી થિયેટર લવર્સ માટે NCPA લાવી રહ્યું છે ખાસ `વસંત` ફેસ્ટિવલ

ગુજરાતી થિયેટર ફેસ્ટિવલ `વસંત` હવે ફરીથી આવી રહ્યું છે! આ મહોત્સવ 25થી 27 એપ્રિલ 2025 વચ્ચે મુંબઈના NCPA (નૅશનલ સેન્ટર ફૉર ધ પર્ફૉર્મિંગ આર્ટ્સ) ખાતે યોજાશે. આ ફેસ્ટિવલમાં આપણને વિચારશીલ, પ્રાયોગિક અને ભાવનાત્મક ગુજરાતી નાટકો જોવા મળશે. `વસંત`ની શરૂઆત 2011માં થઈ હતી. ત્યારથી આજ સુધી, આ ફેસ્ટિવલે હંમેશાં સામન્યથી હટકે થિયેટર રજૂ કર્યું છે. ૨૦૧૧થી જ `વસંતે` અપરંપરાગત ગુજરાતી રંગભૂમિને પ્રોત્સાહન આપ્યું છે, જે પ્રાદેશિક રંગભૂમિની ઉજવણી કરવા અને ગુજરાતીઓને સાથે જોડવા માટે NCPAની મુખ્ય પહેલમાંની એક બને છે. 

11 April, 2025 06:58 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
શ્રી નાગર મંડળ, અંધેરી દ્વારા આયોજિત હાટકેશ જયંતીની ઉજવણી

મુંબઈનાં નાગરોએ પરંપરાગત રીતે ઊજવી હાટકેશ જયંતી, આ તસવીરો પૂરે છે સાક્ષી

શ્રી નાગર મંડળ, અંધેરી દ્વારા છેલ્લા ઓગણસાઠ વર્ષથી હાટકેશજયંતીની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે પણ ૬ઠી એપ્રિલના રોજ વિશેષ પાટોત્સવનું આયોજન સંપન્ન થયું. જેમાં વિવિધ આયોજન કરવામાં આવ્યા હતા. ભજનથી માંડીને ભોજનમાં પણ નાગરી પરંપરાનું પાલન કરાયું હતું.

10 April, 2025 07:02 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

કુંતલ જોઇશર જર્ની: એવરેસ્ટ પર વિજય અને તમામ અવરોધો સામે વિગનિઝમને પ્રાધાન્ય

કુંતલ જોઇશર જર્ની: એવરેસ્ટ પર વિજય અને તમામ અવરોધો સામે વિગનિઝમને પ્રાધાન્ય

અમેરિકાના સોફ્ટવેર એન્જિનિયર કુંતલ જોઈશરને પર્વતો સાથે પ્રેમ થયો. તેમણે માત્ર એક જ વાર નહીં બે વાર એવરેસ્ટ સર કર્યો છે. પહેલીવાર એવરેસ્ટ ચડ્યા કારણકે સપનું હતું અને બીજી વાર એવરેસ્ટ સર કર્યું કારણકે હેતુ હતો, વિશ્વમાં વિગનિઝમ અને શાકાહારનો સંદેશ ફેલાવવાનો. કુંતલે આ આખા સફરમાં જે અસામાન્ય પરિસ્થિતિઓનો સામનો કર્યો તેના વિશે જાણો તેમના પોતાના શબ્દોમાં...

06 November, 2024 05:26 IST | Mumbai
અમદાવાદ: મુસ્લિમો પાસેથી રાખડીઓ ખરીદતા લોકો

અમદાવાદ: મુસ્લિમો પાસેથી રાખડીઓ ખરીદતા લોકો

રક્ષાબંધન નજીક આવતાં જ ગુજરાતના અમદાવાદમાં ઉત્સવનો ઉત્સાહ છવાઈ ગયો છે. સમગ્ર ગુજરાતમાંથી હિંદુ વેપારીઓ અને લોકો મુસ્લિમ પરિવારો પાસેથી રાખડીઓ ખરીદવા માટે મિલ્લત નગર ઉમટી પડે છે અને સાંપ્રદાયિક સૌહાર્દનું વાતાવરણ સર્જે છે. એક ગ્રાહક મોનિકા શાહે કહ્યું, "અમને અહીં વિવિધ વેરાયટી મળે છે. અમને અહીં સારી ગુણવત્તાની રાખડીઓ મળે છે જે બીજે ક્યાંય મળતી નથી... મુસ્લિમ હોવા છતાં, તેઓ અમારા તહેવાર માટે કામ કરે છે અને અમારા તહેવારને સારો બનાવે છે. તેઓ અમને ખુશ કરવા માટે કામ કરે છે. " બિઝનેસમેન મોહમ્મદ ઈમરાને કહ્યું, "રાખી તૈયાર કરવાનું કામ અહીં (મિલ્લત નગર) ઘણા વર્ષોથી ચાલી રહ્યું છે. અહીં 12 મહિના માટે બનાવવામાં આવે છે. અમારું જથ્થાબંધ કામ રક્ષાબંધનના તહેવારના 4 મહિના પહેલા શરૂ થાય છે...અમે મિલ્લત નગરવાસીઓ રાખડી બનાવવામાં નિષ્ણાત છીએ."

13 August, 2024 03:36 IST | Ahmedabad
જાણો ગુજરાતી ભાષામાં વરસાદને કયા કયા નામે સંબોધાય છે?

જાણો ગુજરાતી ભાષામાં વરસાદને કયા કયા નામે સંબોધાય છે?

શું તમને ખબર છે કે ગુજરાતી ભાષામાં વરસાદના બાર પ્રકાર દર્શાવવામાં આવ્યા છે અને જ્યારે એમ કહેવાય છે કે બારે મેઘ ખાંગા થયા ત્યારે તે વરસાદના પ્રકારને શું કહેવાય છે, જાણો વરસાદ વિશે વધુ...

24 July, 2024 06:18 IST | Mumbai
હર્ષ સંઘવીઃ ગુજરાતના મુખ્યમંત્રી ભારત-પાકિસ્તાન બૉર્ડર પર યોગ કરશે

હર્ષ સંઘવીઃ ગુજરાતના મુખ્યમંત્રી ભારત-પાકિસ્તાન બૉર્ડર પર યોગ કરશે

ગુજરાતના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ 20 જૂને માહિતી આપી હતી કે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ આંતરરાષ્ટ્રીય યોગ દિવસે નડાબેટ નજીક ભારત-પાકિસ્તાન બૉર્ડર પોઇન્ટ પર યોગ કરશે. “...આવતીકાલે ગુજરાતમાં એક રેકોર્ડ સર્જાશે...આવતીકાલે એક કરોડ 25 લાખથી વધુ લોકો યોગ કરશે. ગુજરાતના મુખ્યમંત્રી નડાબેટ નજીક ભારત-પાકિસ્તાન બોર્ડર પર જશે અને પોઈન્ટ ઝીરો પર યોગ કરશે...ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં યોગ કાર્યક્રમમાં ભાગ લેશે. કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલ સુરતમાં હાજર રહેશે...” હર્ષ સંઘવીએ જણાવ્યું હતું.

20 June, 2024 05:27 IST | Gujarat

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK