Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > પરિણીત ગુજરાતી મહિલાના નામે ફેક ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ બનાવીને અશ્લીલ ચૅટિંગ

પરિણીત ગુજરાતી મહિલાના નામે ફેક ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ બનાવીને અશ્લીલ ચૅટિંગ

Published : 04 March, 2026 07:48 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વિરારની ઘટના : ભાઈની ભૂતપૂર્વ પ્રેમિકા સામે ગુનો નોંધાયો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


વિરાર-વેસ્ટની ગ્લોબલ સિટીમાં રહેતી ૩૪ વર્ષની પરણેલી ગુજરાતી મહિલાના નામે સોશ્યલ મીડિયા પર નકલી અકાઉન્ટ બનાવીને તેને બદનામ કરવાનો બનાવ બન્યો છે. આ મામલે બોલિંજ પોલીસે મહિલાની ફરિયાદના આધારે તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસ દરમ્યાન જાણવા મળ્યું હતું કે આ કૃત્ય મહિલાના ભાઈની ભૂતપૂર્વ પ્રેમિકાએ ગુસ્સામાં કર્યું હતું. ફરિયાદ મુજબ ફેબ્રુઆરીમાં એ મહિલાના નામે બનાવવામાં આવેલા ફેક અકાઉન્ટ પરથી તેના કેટલાક ઓળખીતાઓ સાથે સંપર્ક કરીને મહિલાના નામે અશ્લીલ ચૅટિંગ કરવામાં આવી હતી એને કારણે મહિલાની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ થયો હોવાનો ઉલ્લેખ ફરિયાદમાં કર્યો છે.

બોલિંજના એક સિનિયર પોલીસ-અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૩૪ વર્ષની મહિલા પોતાના ત્રણ વર્ષના દીકરા સાથે વિરાર-વેસ્ટમાં રહે છે, જ્યારે તેનો પતિ નોકરીને કારણે દુબઈમાં છે. મહિલાના ભાઈનો અગાઉ એક યુવતી સાથે લિવ-ઇન સંબંધ હતો, પરંતુ મતભેદને કારણે બન્ને અલગ થઈ ગયાં હતાં. ૧૮ ફેબ્રુઆરીએ મહિલાના ભાઈને ઇન્સ્ટાગ્રામ પર બહેનના નામ અને ફોટો સાથે બનાવાયેલા નકલી અકાઉન્ટ પરથી મેસેજ આવ્યો હતો. આ અકાઉન્ટ મારફત મહિલાને અને તેના ભાઈને અપમાનજનક તથા અશ્લીલ સંદેશ મોકલવામાં આવ્યા હતા તેમ જ મહિલાના ફોટો વાઇરલ કરવાની ધમકી આપવામાં આવી હતી. એને લીધે મહિલા માનસિક રીતે દુખી હતી. આ મામલે પ્રાથમિક તપાસ કરતાં ઇન્સ્ટાગ્રામ પાસેથી મળેલી માહિતીના આધારે જાણવા મળ્યું હતું કે નકલી અકાઉન્ટ મહિલાના ભાઈની ભૂતપૂર્વ પ્રેમિકાએ બનાવ્યું હતું. આરોપી મહિલા સામે સંબંધિત કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ ચાલી રહી છે.’


Whatsapp-channel Whatsapp-channel

04 March, 2026 07:48 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK