Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ઈરાન પછી ઇઝરાયલ લેબૅનન પર ત્રાટક્યું

ઈરાન પછી ઇઝરાયલ લેબૅનન પર ત્રાટક્યું

Published : 04 March, 2026 10:31 AM | IST | Lebanon
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હિઝબુલ્લાના ૫૦ લોકોનાં મોત, ૧૫૦ ઘાયલ, ૫૯ વિસ્તારો તત્કાળ ખાલી કરાવવામાં આવ્યા, ૩૦,૦૦૦ લોકો બેઘર થઈને શરણાર્થી શિબિરોમાં

હિઝબુલ્લાહનાં ઠેકાણાંઓ પર ઇઝરાયલનો હુમલો.

હિઝબુલ્લાહનાં ઠેકાણાંઓ પર ઇઝરાયલનો હુમલો.


ઈરાન સાથે ચાલી રહેલા તનાવ વચ્ચે ઇઝરાયલની સેના લેબૅનનમાં પણ ઘૂસી ગઈ છે. લેબૅનન દ્વારા સમર્થિત હિઝબુલ્લા વારંવાર ઇઝરાયલ પર હુમલો કરે છે. એના જવાબમાં ઇઝરાયલ પણ બે દિવસથી વળતો વાર કરી રહ્યું છે. ઇઝરાયલની આર્મીએ લેબૅનનના ૫૯ વિસ્તારોને ખાલી કરવાનો હુકમ આપ્યો છે. ઇઝરાયલ અને હિઝબુલ્લા વચ્ચે લડાઈ શરૂ થઈ જતાં લેબૅનનમાં ઓછામાં ઓછા ૩૦,૦૦૦ લોકો પોતાનું ઘર છોડી ચૂક્યા છે અને તેમણે રાહતશિબિરોમાં શરણ લીધું છે. અનેક લોકો પોતાની ગાડીઓને રસ્તા પર પાર્ક કરીને એમાં જ રાત વિતાવી રહ્યા છે. ઇઝરાયલે હિઝબુલ્લાનાં ઠેકાણાંઓ પર કરેલા હુમલામાં ૫૦થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે અને ૧૫૦થી વધુ  ઘાયલ થયા છે. 



બૈરુતમાં અનેક મકાનો ધ્વસ્ત થઈ ગયાં અને એક આખો મોટો વિસ્તાર ખાલી કરાવાતાં હજારો લોકો બેઘર થઈને રસ્તે રઝળી રહ્યાં છે.


હિઝબુલ્લાએ ઈરાનના સુપ્રીમ લીડરના મોત પછી ઇઝરાયલના હાઇફા શહેર પાસેના એક સેન્યથાણા પર ડ્રોન અને મિસાઇલ છોડ્યાં હતાં. એના જવાબમાં ઇઝરાયલે લેબૅનન પર પૂરા જોશમાં અટૅક કરી દીધો છે. 


Whatsapp-channel Whatsapp-channel

04 March, 2026 10:31 AM IST | Lebanon | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK