નવરાત્રિ એટલે માત્ર ગરબા ગાવા એ જ નહીં, પરંતુ માતાજીની અસીમ ભક્તિ કરવાનો અમૂલ્ય અવસર પણ છે એ સાબિત કરે છે આ ભક્તો. ભૂખ્યા પેટે ભજન ન થાય એવી આપણામાં કહેવત છે પણ આજે આપણે માતાજીના એવા ભક્તોની વાત કરવાના છીએ જેઓ નવરાત્રિ દરમિયાન ભૂખ્યા પેટે તો રહે જ છે સાથે ભક્તિ પણ ભરપૂર કરે છે એટલું જ નહીં, સાથે કડક નિયમો પણ લીધા છે. આજના સમયમાં અને એમાં પણ મુંબઈ જેવા શહેરમાં જ્યાં માણસોને પોતાના માટે પણ સમય નથી મળતો ત્યાં આ ભક્તોની માતાજી પ્રત્યેનાં ભક્તિ અને સમર્પણ શાબાશી માગી લે એવાં છે.
દર્શિની વશી, કાજલ રામપરિયાના શબ્દોમાં આજે માનાં પરમભક્તોની કહાની માણીએ.
03 October, 2024 11:34 IST | Mumbai | Gujarati Mid-day Correspondent