Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Mumbai

લેખ

કુણાલ કામરા

કુણાલ કામરાને મદ્રાસ હાઈ કોર્ટે આપ્યા વચગાળાના આગોતરા જામીન

રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન માટે વાંધાજનક ભાષાનો ઉપયોગ કરનારા સ્ટૅન્ડ-અપ કૉમેડિયનને મળી રાહત

29 March, 2025 01:27 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મહારાષ્ટ્રના પંઢરપુરના આયુર્વેદ ડૉક્ટર રામ હરિ કદમે પણ આવો જ નુસખો પોતાની કાર સાથે કર્યો છે

૧૫ લાખ રૂપિયાની કાર પર ગોબરનું લીંપણ કરી નાખ્યું પંઢરપુરના એક આયુર્વેદ ડૉક્ટરે

ગોબરના લીંપણને કારણે અંદરની હીટિંગ પ્રોસેસ ધીમી પડી જાય છે. ડૉ. રામ હરિ કદમે ૧૫ લાખ રૂપિયાની કીમતી મહિન્દ્ર XUV 300 કારને ગોબર-કોટ કરી છે. 

29 March, 2025 12:33 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કિરીટ સોમૈયા, પરાગ શાહ અને પ્રવીણ છેડા ઘાટકોપર પોલીસ-સ્ટેશન ગયા હતા

ઘાટકોપરમાં ફેરિયાઓની દાદાગીરીનો ભોગ બનેલા વેપારીને ન્યાય અપાવતા કિરીટ સોમૈયા

વિધાનસભ્ય પરાગ શાહ અને પ્રવીણ છેડા પણ જોડાયા, પોલીસને કડક કાર્યવાહી કરવાની સૂચના

29 March, 2025 12:27 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
એકનાથ શિંદે

MMRDAના ૪૦,૧૮૭ કરોડના બજેટમાંથી MMRમાં વપરાશે ૩૫,૧૫૧ કરોડ રૂપિયા

આ બજેટમાંથી ૮૭ ટકા એટલે કે ૩૫,૧૫૧ કરોડ રૂપિયા મુંબઈ મેટ્રોપૉલિટન ક્ષેત્રની પાયાભૂત સુવિધાઓમાં સુધારો કરવા માટે ફાળવવામાં આવ્યા છે.

29 March, 2025 12:11 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

ગીબલી સ્ટાઈલમાં ફેરવાયેલી અંબાણી પરિવારની તસવીર

ગીબલી અવતારમાં કેવો દેખાય છે અંબાણી પરિવાર? આ રહ્યા મેજિકલ ફોટોગ્રાફ્સ!

સોશિયલ મીડિયામાં અત્યારે ગીબલી સ્ટાઈલ વાયરલ થઈ રહી છે. જાણે આ ટ્રેન્ડ બની ગયો છે. એઆઇની મદદથી દરેક જણ પોતાના અને પોતાના પરિવારજનોના ફોટાઓને ગીબલી સ્ટાઇલમાં બદલવા લાગ્યા છે. આ વચ્ચે જ સોશિયલ મીડિયામાં અંબાણી પરિવારજનોના પણ કેટલાંક ફોટોગ્રાફ વાયરલ થયા છે. જેમાં નીતા અંબાણી અને મુકેશ અંબાણી તેમ જ રાધિકા-અનંતના ક્યૂટ ગીબલી અંદાજ લોકોને પસંદ પડી રહ્યા છે.

29 March, 2025 09:10 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
નારી જાગૃતિ કાર્યક્રમના સફળ આયોજનની તસવીરોનો કૉલાજ

Women Empowerment માટે ખડાયતા સમાજે કર્યું નારી જાગૃતિ કાર્યક્રમનું આયોજન

નારી સશક્તિકરણના હેતુ સાથે મુંબઈમાં રહેતા ગુજરાતી મોડાસા એકડા દશા ખડાયતા સમાજે એક નવી પહેલ શરૂ કરી જેમાં તેમણે સમાજની મહિલાઓ જે પોતાની આવડતથી નાની-નાની પણ અનેક કળાઓ વિકસાવે છે અને તે કળાનો ઉપયોગ આર્થિક ઉપાર્જન માટે કરે છે, તેવી મહિલાઓને એક પ્લેટફૉર્મ આપવાનો પ્રયત્ન કરવા માટે નારી જાગૃતિ કાર્યક્રમનું આયોજન કર્યું હતું.

29 March, 2025 06:48 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રેમચંદ નાસ્તા હાઉસ અને ત્યાંના ફેમસ દહીં સમોસા

જ્યાફત: 47 વર્ષ જૂના ‘પ્રેમચંદ નાસ્તા હાઉસ’ના દહીં સમોસાનો સ્વાદ આજે પણ છે અકબંધ

તમે ક્યારેક વિચાર્યું છે કે એક નાનકડા સમોસામાં કેટલા બધા સ્વાદની દુનિયા છુપાયેલી હોય શકે છે? હથેળી માં સમાઈ જાય એવો ત્રિકોણીયો તેનો આકાર, ઉપરથી ફરસી પુરી જેવું કરકરું તેનું બહારી આવરણ, અને અંદર પીળાશ પડતા મસાલાના રંગ વાળું બટાકા-વટાણાનું તાજી કોથમીરથી ભરપૂર મસાલેદાર પુરણ, જયારે કોન-શેપના સમોસામાં ભરાય અને ગરમ ગરમ સીંગતેલમાં તળાય… એ દ્રશ્ય જોવાની મજાજ કંઈક અલગ હોય છે. જેમ જેમ સમોસા તળાતાં જાય અને એની સુગંધ ચારેતરફ ફેલાઈ એટલે મણિનગર રેલ્વે ક્રોસિંગ નજીક, રોડ પર આવેલી પ્રેમચંદ નાસ્તા હાઉસની દુકાનની આજુબાજુ ઉભેલા મારા જેવા કેટલાય લોકો સુગંધથી મોહિત થઈ લલચાઈને નાસ્તો કરવા માટે દોડી આવે. ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કોલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો : પૂજા સાંગાણી)

29 March, 2025 06:48 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
રિચા ચઢ્ઢા, અલી ફઝલ, શ્વેતા ત્રિપાઠી, પંકજ ત્રિપાઠી ફાઇલ તસવીર

વર્લ્ડ થિયેટર ડે: રંગભૂમિથી બૉલિવૂડ સુધી આ કલાકારોની જર્ની રહી છે એકદમ હટકે

થિયેટરે ઘણા બૉલિવૂડ કલાકારો માટે અભિનય કારકિર્દીનો પાયો નાખ્યો છે, જે તેમને તેમની અભિનય કુશળતાને નિખારવામાં અને મોટા પડદા પર પોતાની ઓળખ બનાવવામાં મદદરૂપ બન્યું. દર વર્ષે 27 માર્ચ વિશ્વ રંગભૂમિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ અવસરે, બૉલિવૂડના કેટલાક જાણીતા કલાકારો તેમની પહેલી રંગભૂમિ પરફોર્મન્સ યાદ કરી.

28 March, 2025 06:29 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

સંજય રાઉતે વિવાદો વચ્ચે કુણાલ કામરાનું સમર્થન કર્યું

સંજય રાઉતે વિવાદો વચ્ચે કુણાલ કામરાનું સમર્થન કર્યું

શિવસેનાના સાંસદ સંજય રાઉતે 26 માર્ચે સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરાને મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે પરના તેમના વિવાદ વચ્ચે સમર્થન આપ્યું હતું અને કહ્યું હતું કે કલાકાર કથિત ધમકીઓ સબમિટ કરવા અથવા ડરવાને બદલે મરી જશે. સંજય રાઉતે કહ્યું, "હું તેને ઓળખું છું, અને તે ક્યારેય ધમકીઓથી ડરતો નથી. આ ધમકીઓ શક્તિનો પ્રદર્શન છે... યોગીજીએ જે કહ્યું (સ્વતંત્રતાના દુરુપયોગ પર) તે સાથે હું સંમત છું, પરંતુ કુણાલ કામરાએ શું ખોટું કહ્યું?" સંજય રાઉતે કહ્યું. સ્વતંત્ર ભાષણના દુરુપયોગને લગતી યોગીની ટિપ્પણી પર તેઓ સંમત થયા પરંતુ વધુમાં ઉમેર્યું કે કુણાલ કામરાએ શું ખોટું કહ્યું?

26 March, 2025 05:46 IST | Mumbai
ભાજપ સાંસદ કંગના રનૌતે કુણાલ કામરા પર પ્રહાર કર્યા

ભાજપ સાંસદ કંગના રનૌતે કુણાલ કામરા પર પ્રહાર કર્યા

કુણાલ કામરા વિવાદ પર, ભાજપ સાંસદ કંગના રનૌતે કહ્યું, "...આપણે વિચારવું જોઈએ કે જ્યારે કોઈ ફક્ત 2 મિનિટની ખ્યાતિ માટે આવું કરે છે ત્યારે સમાજ ક્યાં જઈ રહ્યો છે...તમે કોઈ પણ હોવ, પરંતુ કોઈનું અપમાન અને બદનામ કરી રહ્યા છો...એક વ્યક્તિ જેના માટે તેનું સન્માન જ બધું છે, અને તમે તેમનું અપમાન કરો છો અને તેમનું અપમાન કરો છો...આ લોકો કોણ છે, અને તેમની ઓળખ શું છે? જો તેઓ લખી શકે છે, તો તેમણે સાહિત્યમાં આવું કરવું જોઈએ...કોમેડીના નામે લોકો અને આપણી સંસ્કૃતિનો અપમાન...આ કાયદેસર રીતે કરવામાં આવ્યું છે, પરંતુ મારી સાથે જે કરવામાં આવ્યું હતું (તેના બંગલાને તોડી પાડવું) તે ગેરકાયદેસર રીતે કરવામાં આવ્યું હતું."

25 March, 2025 04:57 IST | Mumbai
શિવસેનાના સંજય નિરુપમે કુણાલ કામરાને ચેતવણી આપી

શિવસેનાના સંજય નિરુપમે કુણાલ કામરાને ચેતવણી આપી

કુણાલ કામરાના તાજેતરના કોમેડી સ્પેશિયલ શો, જેમાં તેમણે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરી હતી, તેના પર ઉભા થયેલા વિવાદ બાદ, શિવસેનાના નેતા સંજય નિરુપમે સોમવારે આરોપ લગાવ્યો કે શો બુકિંગના પૈસા ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાન માતોશ્રીમાંથી આવ્યા હતા. તેમણે વધુમાં કહ્યું કે પોલીસ તપાસ કરશે અને શિવસૈનિકો પણ તેમની ક્ષમતા મુજબ કરશે.

24 March, 2025 05:43 IST | Mumbai
પ્રિયંકા ચતુર્વેદીએ શિંદે પર કુણાલ કામરાની ટિપ્પણીને સમર્થન આપ્યું

પ્રિયંકા ચતુર્વેદીએ શિંદે પર કુણાલ કામરાની ટિપ્પણીને સમર્થન આપ્યું

હાસ્ય કલાકાર કુણાલ કામરા વિવાદ અને શિવસેના (શિંદે જૂથ) ના કાર્યકરો દ્વારા તોડફોડ પર, શિવસેના (યુબીટી) ના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું, “તેઓ એક મજાક પર ધમકી આપી રહ્યા છે જેમાં એકનાથ શિંદેનું નામ પણ લેવામાં આવ્યું ન હતું, ફક્ત બુદ્ધિશાળી લોકોને જ તેનો સંકેત મળ્યો હોત. જો તમને વાંધો હોય, તો એફઆઈઆર દાખલ કરો અને અમને કાનૂની પ્રક્રિયામાંથી બહાર કાઢો. તેમની તોડફોડ દર્શાવે છે કે તેનાથી તેમને નુકસાન થયું છે અને તેઓ મજાક દ્વારા જે કહી રહ્યા છે તેમાં સત્ય છે. તેથી જ તેઓએ આ રીતે હુમલો કર્યો છે... તેઓએ નાગપુરમાં આ રીતે આગ લગાવી. તેઓ હવે મુંબઈમાં આ કરી રહ્યા છે. આ કેવા પ્રકારની અસહિષ્ણુતા છે? જો તમને કંઈક ગમતું નથી, તો પોલીસ ફરિયાદ દાખલ કરો પરંતુ જો આવું વર્તન હોય, તો મને લાગે છે કે મુંબઈના લોકો જોઈ રહ્યા છે, મહારાષ્ટ્ર જોઈ રહ્યું છે કે કાયદો અને વ્યવસ્થા કેવી રીતે હાથમાં લેવામાં આવી રહી છે અને તેઓ ગુંડાગીરી તરફ ઝૂકી ગયા છે.”

24 March, 2025 05:31 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK