Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Gujaratis Of Mumbai

લેખ

જીત સંઘવી

શું આત્માની શુદ્ધિ વૈરાગ્ય વગર શક્ય નથી?

ચાર વર્ષ સુધી આવા અનેક મુદ્દાઓનું ખૂબબધું મનોમંથન કર્યા બાદ ૩૦ એપ્રિલે દાદરમાં દીક્ષા ગ્રહણ કરનારો ૨૧ વર્ષનો જીત સંઘવી કહે છે કે સાધુજીવન શારીરિક દૃષ્ટિએ કઠિન હોઈ શકે, પરંતુ માનસિક સ્તરે શાતાદાયક અને આનંદકારી છે

21 April, 2025 12:33 IST | Mumbai | Alpa Nirmal
૧૦૦૮ પાર્શ્વનાથ દિગમ્બર જૈન મંદિરને તોડી નાખવામાં આવ્યા બાદ સ્થાનિક જૈનો આ સ્થળે બે દિવસથી જઈને પૂજા-અર્ચના કરવાની સાથે તોડફોડ બાદ સાફસફાઈ કરી રહ્યા છે.

મુંબઈ: વિલે પાર્લેમાં જૈન મંદિર તોડી પાડવા સામે BMC અધિકારીની બદલી? જાણો વિગતો

BMC દ્વારા શ્રી ૧૦૦૮ દિગંબર જૈન મંદિર ટ્રસ્ટ દ્વારા સંચાલિત 26 વર્ષ જૂના મંદિરના એક ભાગને તોડી પાડવામાં આવ્યા બાદ વિલે પાર્લેમાં વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યા હતા. મંદિરના અધિકારીઓએ દાવો કર્યો હતો કે નજીકની એક હૉટેલ નાગરિક કાર્યવાહી પાછળ હતી.

21 April, 2025 06:58 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
જૈન રૅલી

જૈનોની એકતા અને આક્રમકતાનું જબરદસ્ત પ્રદર્શન

પાર્લા-ઈસ્ટના જૈન મંદિરને તોડવાના વિરોધમાં કાઢવામાં આવેલી અહિંસક રૅલીમાં ૨૫,૦૦૦ જૈનો ઊમટ્યા : તોડકામનો આદેશ આપનારા BMCના અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યોઃ તોડી નાખવામાં આવેલા જૈન મંદિરનો કાટમાળ દૂર કરવાની કાર્યવાહી શરૂ થઈ

21 April, 2025 06:56 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
૧૦૦૮ પાર્શ્વનાથ દિગમ્બર જૈન મંદિરને તોડી નાખવામાં આવ્યા બાદ સ્થાનિક જૈનો આ સ્થળે બે દિવસથી જઈને પૂજા-અર્ચના કરવાની સાથે તોડફોડ બાદ સાફસફાઈ કરી રહ્યા છે.

આજે ૧૦,૦૦૦ જૈનોની અહિંસા રૅલી

વિલે પાર્લેના ૧૦૦૮ પાર્શ્વનાથ દિગમ્બર જૈન મંદિરને તોડી પાડવા સામેનો આક્રોશ ચરમસીમાએ

20 April, 2025 07:09 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

સંકલ્પ બેઠકની તસવીરો

હમ સાથ સાથ હે! બ્રહ્મભટ્ટ-બારોટ સમાજ ટ્રસ્ટની મુંબઈમાં યોજાઇ `સંકલ્પ બેઠક`

બ્રહ્મભટ્ટ બારોટ સમાજનું ભવ્ય શૈક્ષણિક સંકુલ અમદાવાદમાં બનવાનું છે. આ પ્રકલ્પને વેગ આપવા તેમ જ મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં વસતા જ્ઞાતિબંધુઓનો સહયોગ પ્રાપ્ત કરવા `સમસ્ત બ્રહ્મભટ્ટ બારોટ સમાજ ટ્રસ્ટ` દ્વારા તા. ૧૬ એપ્રિલે સાંજે ૫:૦૦ કલાકે થાણેમાં `સંકલ્પ બેઠક`નું આયોજન કરાયું હતું.

20 April, 2025 07:12 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ભવન્સ કલ્ચર સેન્ટરના કર્તાહર્તા શ્રી લલિત શાહ અને ગઝલોત્સવનું મંચ

ભવન્સ કલ્ચરલ સેન્ટર અંધેરીના `ગઝલોત્સવ`થી મુંબઈ ગઝલમય બન્યું! જુઓ તસવીરો

ભવન્સ કલ્ચરલ સેન્ટર અંધેરીના ઉપક્રમે વર્ષ ૨૦૦૮થી ચાલતી કાવ્યસંપદા શ્રેણી અંતર્ગત ત્રિદિવસીય અભૂતપૂર્વ ગઝલોત્સવ તારીખ ૧૧, ૧૨ અને ૧૩ એપ્રિલે સફળતાપૂર્વક સંપન્ન થયો. ત્રણ દિવસના આયોજનમાં કુલ નવ સત્રના સોળ કલાકમાં ૪૬ કલાકારોએ ભાગ લીધો. આ ગઝલોત્સવ નરેન્દ્રભાઈ પારેખ, ભીખુભાઈ ચિતલિયા, પ્રવીણ મહેતા, જયશ્રી સંઘવી, હિતેન ભાલરિયા તથા અન્ય સહ્રદયી મિત્રોની સહાયથી પાર પડ્યો હતો. આવો, આ ઉત્સવની સ્મૃતિ કરીએ તસવીરોમાં!

18 April, 2025 07:15 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
કવિ અદમ ટંકારવી

કવિવાર : યાદોનાં પરફ્યુમ્સ ઉડાડતા ગુજરાતી ભાષાના કવિ અદમ ટંકારવી

આજે આપણે મૂળ ભરૂચના ટંકારિયા ગામના કવિની વાત કરવી છે. તમે સમજી જ ગયા હશો કે વાત થઈ રહી છે અદમ ટંકારવીની. મુંબઇની જયહિન્દ કોલેજમાંથી તેઓ સ્નાતક થયા ને પછી બ્રિટિશ કાઉન્સિલની સ્કૉલરશિપથી યુ.કે.ની લેન્કાસ્ટર યુનિવર્સિટીમાંથી ભાષાશાસ્ત્રમાં અનુસ્નાતક પદવી પણ મેળવી. ગુજરાતની અનેક શૈક્ષણિક સંસ્થાઓમાં તેમનું માતબર પ્રદાન રહ્યું છે. બ્રિટનમાં સ્થાયી થયેલા અદમ ટંકારવીએ અનેક ગુજલિશ પ્રયોગો કર્યા, જે ભાષાની મોંઘી જણસ છે. આજે તેમની તેવી જ વૈવિધ્યસભર રચનાઓ માણીશું. ‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’ ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યા હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ.  ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ ઊજવીએ.

15 April, 2025 12:09 IST | Mumbai | Dharmik Parmar
ગુજરાતી થિયેટર ફેસ્ટિવલ `વસંત`

Photos: ગુજરાતી થિયેટર લવર્સ માટે NCPA લાવી રહ્યું છે ખાસ `વસંત` ફેસ્ટિવલ

ગુજરાતી થિયેટર ફેસ્ટિવલ `વસંત` હવે ફરીથી આવી રહ્યું છે! આ મહોત્સવ 25થી 27 એપ્રિલ 2025 વચ્ચે મુંબઈના NCPA (નૅશનલ સેન્ટર ફૉર ધ પર્ફૉર્મિંગ આર્ટ્સ) ખાતે યોજાશે. આ ફેસ્ટિવલમાં આપણને વિચારશીલ, પ્રાયોગિક અને ભાવનાત્મક ગુજરાતી નાટકો જોવા મળશે. `વસંત`ની શરૂઆત 2011માં થઈ હતી. ત્યારથી આજ સુધી, આ ફેસ્ટિવલે હંમેશાં સામન્યથી હટકે થિયેટર રજૂ કર્યું છે. ૨૦૧૧થી જ `વસંતે` અપરંપરાગત ગુજરાતી રંગભૂમિને પ્રોત્સાહન આપ્યું છે, જે પ્રાદેશિક રંગભૂમિની ઉજવણી કરવા અને ગુજરાતીઓને સાથે જોડવા માટે NCPAની મુખ્ય પહેલમાંની એક બને છે. 

11 April, 2025 06:58 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

EAM ડૉ. એસ. જયશંકરે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી

EAM ડૉ. એસ. જયશંકરે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી

વિદેશ મંત્રી અને ગુજરાતના રાજ્યસભા સાંસદ, ડૉ. એસ. જયશંકરે કેવડિયાના એકતા નગરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી. EAM જયશંકરે પોતાનો સંતોષ વ્યક્ત કરતા ટ્વીટ કર્યું, "એકતા નગરમાં પ્રવાસન સુવિધાઓનો સતત વિકાસ જોઈને પ્રોત્સાહિત થયા. હોટેલ્સ, સ્માર્ટ બસ સ્ટોપ, દુકાનો, ફૂડ કોર્ટ, બગીચા અને મનોરંજન સ્થળો ઝડપી ગતિએ વિસ્તરી રહ્યા છે. પ્રવાસનની સરળતા પર આવી પ્રગતિ જોઈને આનંદ થયો."

15 April, 2025 05:11 IST | Ahmedabad
The Gujaratis: કરો ગુજરાતીઓના ઇતિહાસ, મૂળ અને ઓળખનું અન્વેષણ સલિલ ત્રિપાઠી સાથે

The Gujaratis: કરો ગુજરાતીઓના ઇતિહાસ, મૂળ અને ઓળખનું અન્વેષણ સલિલ ત્રિપાઠી સાથે

સલિલ ત્રિપાઠીના શબ્દો સોમનાથ અગરબત્તીની સુગંધ જેવુ છે. પરિચિત પણ વિચારશીલ. સલિલે તેમની પુસ્તક `The Gujaratis` માં ગુજરાતીઓ વિશે વાત કરતાં કહ્યું તેઓ ફક્ત હોશિયાર વેપારીઓ નહીં, પણ સંસ્કૃતિ અને પરંપરાથી ભરપૂર એક સમાજ છે. બેલ્જિયમની હીરાની બજારોથી લઈને અમેરિકાના હાઇવે પરના પટેલ મોટેલ્સ સુધી, ત્રિપાઠી ગુજરાતીઓનો એક એવો ચિત્ર બનાવે છે જે વિશ્વના બધા ગુજરાતીઓને જોડે છે. તેમણે ‘અસ્મિતા’ એટલે કે ગુજરાતી હોવાનો ગર્વ વિશે પણ વાત કરી, જે તેમની મહેનત, સંઘર્ષ અને સફળતાનું રહસ્ય છે. પરંતુ ત્રિપાઠી ફક્ત મીઠી વાતો જ નથી કરતા, તેઓ રાજકારણ, વિભાજનવાદ અને અન્ય એવી વાતો પણ જણાવે છે જેની હંમેશા જાહેર ચર્ચા થતી નથી. તેમને ગુજરાતીઓ વિશે વાત કરતા સાંભળવું એ એક પ્રિય જૂનું ગીત સાંભળવા જેવું છે, પરિચિત હોવા છતાં એવા ગીતો સાથે જે તમે પહેલાં ક્યારેય વધુ ધ્યાન આપ્યું ન હોય.

18 March, 2025 09:16 IST | Mumbai
કુંતલ જોઇશર જર્ની: એવરેસ્ટ પર વિજય અને તમામ અવરોધો સામે વિગનિઝમને પ્રાધાન્ય

કુંતલ જોઇશર જર્ની: એવરેસ્ટ પર વિજય અને તમામ અવરોધો સામે વિગનિઝમને પ્રાધાન્ય

અમેરિકાના સોફ્ટવેર એન્જિનિયર કુંતલ જોઈશરને પર્વતો સાથે પ્રેમ થયો. તેમણે માત્ર એક જ વાર નહીં બે વાર એવરેસ્ટ સર કર્યો છે. પહેલીવાર એવરેસ્ટ ચડ્યા કારણકે સપનું હતું અને બીજી વાર એવરેસ્ટ સર કર્યું કારણકે હેતુ હતો, વિશ્વમાં વિગનિઝમ અને શાકાહારનો સંદેશ ફેલાવવાનો. કુંતલે આ આખા સફરમાં જે અસામાન્ય પરિસ્થિતિઓનો સામનો કર્યો તેના વિશે જાણો તેમના પોતાના શબ્દોમાં...

06 November, 2024 05:26 IST | Mumbai

"માતે લક્ષ્મી માતે" નો સાર: અનુપ જલોટા, સંજિયો કોહલી અને લલિતા ગોએન્કાએ વાત કરી

અનુપ જલોટા, સંજિયો કોહલી અને લલિતા ગોએન્કા ‘માતે લક્ષ્મી માતે’ પાછળની હૃદયપૂર્વકની સફર શૅર કરવા માટે એકસાથે આવ્યા છે, જે પરમાત્મા માટે શુદ્ધ ભક્તિ અને આદર સાથે રચાયેલ ગીત છે. આ પ્રેરણાદાયી મુલાકાતમાં, તેઓ ભવનો સાર દર્શાવે છે - ઊંડા ભાવનાત્મક જોડાણ અને આદર જે દરેક ગીત અને ધૂન દ્વારા વહે છે. તેઓ એ પણ કહ્યું કે કેવી રીતે સોનુ નિગમની બહેન મીનલ નિગમ સાથે સહયોગ કરીને પ્રોજેક્ટમાં તાજી આધ્યાત્મિક ઉર્જા લાવી. તેમના શબ્દો દ્વારા, અમે તેમની રચનાત્મક પ્રક્રિયાની પવિત્રતા અનુભવીએ છીએ - કલા અને ઉપાસનાનું સુમેળભર્યું મિશ્રણ. આ મુલાકાત સાચી ભક્તિની કૃપા અને શુદ્ધતાને કેપ્ચર કરે છે, માતે લક્ષ્મી માતેની દરેક નોંધમાં ઝળકે છે, જે સામાન્ય કરતાં વધી જાય છે અને પરમાત્માની ઉજવણી કરે છે.

04 November, 2024 06:20 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK