Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > વૈશ્વિક ફલક પર મુંબઈના ગુજરાતી ટીનેજરની વધુ એક સિદ્ધિ

વૈશ્વિક ફલક પર મુંબઈના ગુજરાતી ટીનેજરની વધુ એક સિદ્ધિ

Published : 04 March, 2026 08:22 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જર્મની દ્વારા આયોજિત ઇન્ટરનૅશનલ યુથ મૅથ ચૅલેન્જમાં જૈસલ શાહને સિલ્વર મેડલ, જગતભરમાંથી ૩૬,૦૦૦ વિદ્યાર્થીઓએ લીધો હતો ભાગ

જૈસલ શાહ

જૈસલ શાહ


મુંબઈના જૈસલ શાહે ફરી એક વાર ગુજરાતીઓનું ગૌરવ વધાર્યું છે. જર્મનીમાં આયોજિત ઇન્ટરનૅશનલ યુથ મૅથ ચૅલેન્જમાં તે સિલ્વર મેડલ જીત્યો છે. ફાઇનલ રાઉન્ડમાં પહોંચેલો જૈસલ ૨૭ પૉઇન્ટ સાથે સિલ્વર મેડલ જીત્યો હતો. આ સિદ્ધિ સાથે તે ગણિત વિષયમાં ટોચના ૩ ટકા વિદ્યાર્થીઓમાં સ્થાન પામ્યો છે. 

આ સ્પર્ધા વિશે વાત કરતાં ધીરુભાઈ અંબાણી ઇન્ટરનૅશનલ સ્કૂલમાં IGCSE બોર્ડના ટેન્થ ગ્રેડમાં અભ્યાસ કરતો ૧૬ વર્ષનો જૈસલ કહે છે, ‘ઇન્ટરનૅશનલ યુથ મૅથ ચૅલેન્જ (IYMC) એક શૈક્ષણિક 
ગણિત-સ્પર્ધા છે જેમાં વિદ્યાર્થીઓએ ખૂબ જ ઓછા સમયમાં પ્રશ્નો ઉકેલવાના હોય છે. ગણિત વિષયમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓમાં આ સ્પર્ધાનું આકર્ષણ છે. ૨૦૨૫ના વર્ષ માટે યોજવામાં આવેલી સ્પર્ધામાં વિશ્વભરમાંથી ૩૬,૦૦૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. એમાંથી ૯૮૦૦ વિદ્યાર્થીઓ પ્રી-ફાઇનલ રાઉન્ડ માટે અને ત્યાર બાદ ૧૨૦૦ વિદ્યાર્થીઓ ફાઇનલ રાઉન્ડ માટે ક્વૉલિફાય થયા હતા. પ્રી-ફાઇનલ રાઉન્ડમાં સંશોધન-આધારિત એક કલાકની પરીક્ષામાં ગણિતના કૌશલ્ય અને આંકડાકીય જ્ઞાનને ચકાસવામાં આવે છે. ફાઇનલ રાઉન્ડમાં બે અને ત્રણ માર્કના ૩૦ પ્રશ્નો હતા. જવાબ આપવા માટે ૬૦થી ૯૦ સેકન્ડનો સમય આપવામાં આવ્યો હતો. ત્રીસમાંથી ૨૭ પ્રશ્નોના સાચા જવાબ આપીને હું સિલ્વર મેડલ જીત્યો હતો. કુલ સ્પર્ધકોમાંથી ૩ ટકા શ્રેષ્ઠ વિદ્યાર્થીઓમાં મને સ્થાન મળ્યું છે. વૃક્ષ પરથી સફરજન પડે એ બધાને ખબર હતી, પણ કેમ પડ્યું એવો સવાલ માત્ર ન્યુટનને થયો. આવી કુતૂહલતા મને અહીં સુધી લઈ આવી છે. અંકશાસ્ત્ર બ્રહ્માંડમાં મૂળભૂત સિદ્ધાંતોનું સંચાલન કરે છે. ગણિત મને વિશ્વને પ્રશ્નો કરવા પ્રેરે છે.’  



જૈસલ ચેસખેલાડી છે. ચેસની રમતમાં દરેક ચાલ ગણતરીપૂર્વક ચાલવાની હોય છે. કૅલ્ક્યુલેશન સારું હોવાથી ગણિત-આધારિત સ્પર્ધામાં તેની રુચિ વધી હતી. ચેસમાં પણ તે ઘણા મેડલ જીત્યો છે. તેણે અત્યાર સુધીમાં બસોથી વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ચેસ-ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે. ૨૦૧૭માં તેને તત્કાલીન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હાથે બાળ રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો. 


Whatsapp-channel Whatsapp-channel

04 March, 2026 08:22 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK