Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રામાયણના સ્ક્રીનિંગમાં લક્ષ્મણે જીતી લીધાં દિલ

રામાયણના સ્ક્રીનિંગમાં લક્ષ્મણે જીતી લીધાં દિલ

Published : 05 November, 2026 01:27 PM | Modified : 05 November, 2026 01:57 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રવિ દુબેએ જાહેરમાં સની દેઓલના ચરણસ્પર્શ કરીને લીધા આશીર્વાદ.

રવિ દુબેએ સુન્ની દેઓલના ચરણસ્પર્શ કર્યા

રવિ દુબેએ સુન્ની દેઓલના ચરણસ્પર્શ કર્યા


મંગળવારે ‘રામાયણ’ના નિર્માતાઓએ ફિલ્મની કાસ્ટ અને ક્રૂ માટે ભવ્ય સ્ક્રીનિંગનું આયોજન કર્યું હતું. આ ખાસ પ્રીમિયરમાં રણબીર કપૂર, આલિયા ભટ્ટ, નીતુ કપૂર, વિવેક ઑબેરૉય, કુણાલ કપૂર, સની દેઓલ, રવિ દુબે અને રકુલ પ્રીત સિંહ પોતાના પરિવાર સાથે હાજર રહ્યાં હતાં. હવે આ સ્ક્રીનિંગનો એક રેડ કાર્પેટ વિડિયો સોશ્યલ મીડિયા પર ચર્ચામાં છે જેમાં ફિલ્મમાં લક્ષ્મણનો રોલ કરનાર રવિ દુબે જાહેરમાં સની દેઓલના ચરણસ્પર્શ કરીને તેના આશીર્વાદ લેતો જોવા મળે છે. રવિને ચરણસ્પર્શ કરતો જોઈને સનીએ તેને તરત ગળે લગાવી લીધો હતો.આ વિડિયો ચર્ચામાં આવતાં જ લોકો રવિ દુબેના વર્તનનાં ખૂબ વખાણ કરવા લાગ્યા છે. રિપોર્ટ પ્રમાણે લોકોને ફિલ્મમાં રવિનો પર્ફોર્મન્સ ખૂબ પસંદ આવ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

05 November, 2026 01:57 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK