Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > અંધેરી-ઈસ્ટની ITC લિમિટેડ અને દાદરની શીતલ્સ રેસ્ટોરાંનું ફૂડ-લાઇસન્સ સસ્પેન્ડ

અંધેરી-ઈસ્ટની ITC લિમિટેડ અને દાદરની શીતલ્સ રેસ્ટોરાંનું ફૂડ-લાઇસન્સ સસ્પેન્ડ

Published : 05 November, 2026 08:43 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દિવાળી પૂર્વે ભેળસેળ સામે મહારાષ્ટ્ર FDAની મોટી કાર્યવાહી, કુલ ૧૮ લાઇસન્સ સસ્પેન્ડ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


દિવાળીના તહેવારો પૂર્વે મહારાષ્ટ્ર ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્‌મિનિસ્ટ્રેશન (FDA) દ્વારા શંકાસ્પદ ભેળસેળયુક્ત અને હલકી ગુણવત્તાવાળા ખાદ્યપદાર્થો સામે રાજ્યવ્યાપી કડક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ કાર્યવાહી દરમ્યાન ૧૮ ફૂડ બિઝનેસ લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે, ૪ યુનિટનું કામકાજ તાત્કાલિક અસરથી બંધ કરાવાયું છે અને ૩ આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
મુંબઈમાં FDA દ્વારા પાંચ પ્રતિષ્ઠિત સંસ્થાઓનાં લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. એક સત્તાવાર નિવેદન અનુસાર આ કાર્યવાહી હેઠળ દાદર (વેસ્ટ) સ્થિત શીતલ્સ, અંધેરી (ઈસ્ટ)માં ITC લિમિટેડ, મુલુંડમાં ધાન્ય એન્ટરપ્રાઇઝિસ (ગુપ્તા સેવ ઍન્ડ પૂરી), કાંદિવલી (ઈસ્ટ)માં ઝેપ્ટો લિમિટેડ અને બોરીવલીસ્થિત ભગવતી સ્ટોર્સનો સમાવેશ થાય છે. બુધવારે FDA દ્વારા રાજ્યના ૪ વિભાગોમાં કુલ ૧૮ ફૂડ-લાઇસન્સ સસ્પેન્ડ કરવાની પુષ્ટિ કરવામાં આવી હતી. સૌથી વધુ લાઇસન્સ પુણે અને બૃહન્મુંબઈ વિસ્તારમાં સસ્પેન્ડ થયાં છે.

વિભાગવાર લાઇસન્સ સસ્પેન્શનની વિગતો 
પુણે    ૬ લાઇસન્સ સસ્પેન્ડ
મુંબઈ    પાંચ લાઇસન્સ સસ્પેન્ડ
છત્રપતિ સંભાજીનગર    પાંચ લાઇસન્સ સસ્પેન્ડ
અમરાવતી    બે લાઇસન્સ સસ્પેન્ડ


Whatsapp-channel Whatsapp-channel

05 November, 2026 08:43 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK