થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (TMC)ના હેડક્વૉર્ટરના બિલ્ડિંગમાં લૉબી, બાલ્કની અને કોર્ટયાર્ડ વિસ્તારોમાં સેફ્ટી-નેટ્સ લગાવવામાં આવી છે
થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (TMC)ના હેડક્વૉર્ટરના બિલ્ડિંગમાં લૉબી, બાલ્કની અને કોર્ટયાર્ડ વિસ્તારોમાં સેફ્ટી-નેટ્સ લગાવવામાં આવી છે
થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (TMC)ના હેડક્વૉર્ટરના બિલ્ડિંગમાં લૉબી, બાલ્કની અને કોર્ટયાર્ડ વિસ્તારોમાં સેફ્ટી-નેટ્સ લગાવવામાં આવી છે. પોતાની વહીવટી ફરિયાદોનો લાંબા સમય સુધી નિકાલ ન આવતાં હતાશ થઈને નાગરિકો આપઘાત જેવાં અંતિમ પગલાં ન ભરે એ હેતુથી પ્રશાસન દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. બીજી તરફ સામાજિક કાર્યકરો અને સ્થાનિક રહીશોએ પ્રશાસનને માત્ર જાળીઓ લગાવવાને બદલે ફરિયાદોના ઝડપી, પારદર્શક અને સમયબદ્ધ નિવારણ માટે મજબૂત સિસ્ટમ ઊભી કરવાની માગણી કરી છે. લાંબા સમયથી ચાલતા વહીવટી વિલંબ, અણઉકેલાયેલી નાગરિક ફરિયાદો અથવા અટકેલાં મ્યુનિસિપલ કામોથી ત્રાસી જઈને કેટલાક લોકો હતાશામાં આવીને સરકારી બિલ્ડિંગોમાં અંતિમ પગલાં ભરવાનો પ્રયાસ કે ધમકી આપતા હોવાની ઘટનાઓ સામે આવ્યા બાદ આ સુરક્ષાત્મક કદમ ઉઠાવવામાં આવ્યું છે.
