Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > OTT જંક્શન- અક્કા, મિર્ઝાપુર: ધ મૂવી

OTT જંક્શન- અક્કા, મિર્ઝાપુર: ધ મૂવી

Published : 05 November, 2026 01:47 PM | Modified : 05 November, 2026 01:58 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૧૯૮૫ના કાલ્પનિક રાજ્ય પેરનુરુ પર આધારિત આ ક્રાઇમ-સિરીઝમાં સત્તાની રમત અને બદલાતી વફાદારીની કહાણી દર્શાવવામાં આવી છે. સિરીઝમાં બન્ને મુખ્ય પાત્રો એવા પ્રદેશ પર શાસન કરવા માટે લડે છે જ્યાં ૮ સદીઓથી એવી મહિલાઓનું વર્ચસ્વ છે.

અક્કા, મિર્ઝાપુર : ધ મૂવી

અક્કા, મિર્ઝાપુર : ધ મૂવી


અક્કા

યશરાજ ફિલ્મ્સ એન્ટરટેઇનમેન્ટની વેબ-સિરીઝ ‘અક્કા’માં કીર્તિ સુરેશ અને રાધિકા આપ્ટે મુખ્ય ભૂમિકામાં છે. આ બન્ને એકબીજાની કટ્ટર દુશ્મન છે. તેમની દુનિયામાં મહિલાઓનું શાસન છે. આ એક એવું ગુનાખોરીનું અંડરવર્લ્ડ છે જેના પર મહિલાઓનો કબજો છે. ૧૯૮૫ના કાલ્પનિક રાજ્ય પેરનુરુ પર આધારિત આ ક્રાઇમ-સિરીઝમાં સત્તાની રમત અને બદલાતી વફાદારીની કહાણી દર્શાવવામાં આવી છે. સિરીઝમાં બન્ને મુખ્ય પાત્રો એવા પ્રદેશ પર શાસન કરવા માટે લડે છે જ્યાં ૮ સદીઓથી એવી મહિલાઓનું વર્ચસ્વ છે જે ઘર ચલાવતાં પણ જાણે છે અને બંદૂકના જોરે શાસન પણ કરે છે. આ સિરીઝમાં તન્વી આઝમી અને મહેશ માંજરેકર પણ મહત્ત્વની ભૂમિકામાં છે. આ વેબ-સિરીઝ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ રહી છે.



મિર્ઝાપુર : ધ મૂવી


૪ સપ્ટેમ્બરે થિયેટરોમાં રિલીઝ થયેલી પંકજ ત્રિપાઠીને લીડ રોલમાં ચમકાવતી ક્રાઇમ થ્રિલર ફિલ્મ ‘મિર્ઝાપુર : ધ મૂવી’ દોઢ મહિના બાદ OTT પ્લૅટફૉર્મ પર આવી ગઈ છે. ફિલ્મની વાર્તા મિર્ઝાપુરની ગાદી અને વેરની પરંપરાગત લડાઈને એક તદ્દન નવા સ્તરે લઈ જાય છે, જ્યાં આ વખતે લોહીયાળ જંગ ઉત્તર પ્રદેશથી શરૂ થઈને રાજસ્થાનના જેસલમેરના રણ સુધી પહોંચે છે.

વેબ-સિરીઝમાં જેને મૃત માની લેવામાં આવ્યો હતો તે મુન્ના ત્રિપાઠી (દિવ્યેન્દુ શર્મા)ના કમબૅકથી વાર્તામાં એક નવો વળાંક આવે છે, જે કાલીન ભૈયા (પંકજ ત્રિપાઠી) અને ગુડ્ડુ પંડિત (અલી ફઝલ) બન્નેનાં સમીકરણો બદલી નાખે છે. એક તરફ કાલીન ભૈયા પોતાનું ગુમાવેલું સામ્રાજ્ય પાછું મેળવવા અને બદલો લેવા માટે જેસલમેરના સ્થાનિક બાહુબલીઓ સાથે હાથ મિલાવે છે તો બીજી તરફ ગાદી પર બેઠેલો ગુડ્ડુ પંડિત પોતાની સત્તા બચાવવા માટે કોઈ પણ હદ સુધી જવા તૈયાર થાય છે. ફિલ્મમાં રવિ કિશન અને જિતેન્દ્ર કુમાર જેવાં પાત્રોની એન્ટ્રીથી આ ગુનાખોરીની દુનિયામાં રાજકીય અને કાનૂની દાવપેચ પણ ભળે છે જે જેસલમેરની રેતી પર ખેલાતા સત્તાના આ આખરી અને ભયાનક ખેલને વધુ રોમાંચક બનાવે છે. આ ફિલ્મ ઍમૅઝૉન પ્રાઇમ વિડિયો પર સ્ટ્રીમ થઈ રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

05 November, 2026 01:58 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK