Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > સતત બે મૅચ જીતીને ન્યુ ઝીલૅન્ડે ભારત સામેની પાંચ T20 મૅચની સિરીઝની સ્કોરલાઇન ૩-૨ કરી

સતત બે મૅચ જીતીને ન્યુ ઝીલૅન્ડે ભારત સામેની પાંચ T20 મૅચની સિરીઝની સ્કોરલાઇન ૩-૨ કરી

Published : 02 November, 2026 02:22 PM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ન્યુ ઝીલૅન્ડે ભારત સામેનો પોતાનો હાઇએસ્ટ ૧૯૨ રનનો લક્ષ્યાંક ચેઝ કર્યો; ઈશાન અને શ્રેયસની ફિફ્ટી એળે ગઈ,ટિમ સાઇફર્ટે ૯૩ રન અને ગ્લેન ફિલિપ્સે ૬૫ રન ઝૂ઼ડ્યા

T20 સિરીઝની ટ્રોફી સાથે ભારતીય પ્લેયર્સ.

T20 સિરીઝની ટ્રોફી સાથે ભારતીય પ્લેયર્સ.


એક દાયકા પછી ન્યુ ઝીલૅન્ડ ભારત સામે બૅક-ટુ-બૅક T20 મૅચ જીતવામાં સફળ રહ્યું છે. ૨૦૦૭થી ૨૦૧૬ દરમ્યાન કિવીઓએ ભારત સામે શરૂઆતની સતત પાંચ T20 મૅચ જીતી હતી. સતત બે હાર છતાં ભારત ૩-૨ની સ્કોરલાઇનથી ટ્રોફી ઉપાડવામાં સફળ રહ્યું છે.

હૅમિલ્ટનમાં ટૉસ હારીને પહેલાં બૅટિંગ કરનાર ભારતે ઈશાન કિશન અને શ્રેયસ ઐયરની ફિફ્ટીના આધારે
૧૯૧-૮નો સ્કોર કર્યો હતો. જવાબમાં ટિમ સાઇફર્ટના ૯૩ રન અને ગ્લેન ફિલિપ્સના ૬૫ રનની મદદથી ન્યુ ઝીલૅન્ડે ૧૮ ઓવરમાં ૧૯૫-૩નો સ્કોર કર્યો હતો.



૩.૧ ઓવરમાં ૧૯ રનને સ્કોરે ભારતે પોતાના બન્ને ઓપનર્સની વિકેટ ગુમાવી દીધી હતી. ઈશાન કિશને ૫ાંચ ફોર, પાંચ સિક્સની મદદથી ૩૨ બૉલમાં ૬૧ રન અને કૅપ્ટન શ્રેયસ ઐયરે ૩ ફોર, ૪ સિક્સના આધારે ૨૩ બૉલમાં ૫૦ રન કર્યા હતા. નમન ધીરે ૨૩ બૉલમાં ૩૩ અને નીતીશ કુમાર રેડ્ડીએ ૧૭ બૉલમાં બાવીસ રનનું યોગદાન આપ્યું હતું. ફાસ્ટ બોલર ઍડમ મિલ્ને ૪ ઓવરમાં ૧૯ રન આપીને ૪ વિકેટ લીધી હતી.


ટિમ સાઇફર્ટ ૫૦ બૉલમાં ૧૧ ફોર, પાંચ સિક્સની મદદથી ૯૩ રન કરીને સાત રનથી પહેલી ઇન્ટરનૅશનલ સદી ચૂકી ગયો હતો. ચોથા ક્રમે રમવા આવેલા ગ્લેન ફિલિપ્સે ૩૮ બૉલમાં ૮ ફોર, ૩ સિક્સના સહારે અણનમ ૬૫ રન કર્યા હતા. ટાર્ગેટ ડિફેન્ડ કરવામાં નિષ્ફળ રહેલા ભારતીય બોલિંગ યુનિટમાંથી અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી અને નીતીશ કુમાર રેડ્ડીએ ૧-૧ વિકેટ લીધી હતી.


ન્યુ ઝીલૅન્ડના બૅટર ગ્લૅન ફિલિપ્સને ૩૪૧ રન બનાવવા બદલ મૅન આૅફ ધ સિરીઝનો અવૉર્ડ આપવામાં આવ્યો હતો.


સૂર્યાનો ચાર વર્ષ જૂનો રેકૉર્ડ તોડ્યો ઈશાન કિશને

ઈશાન કિશન એક વર્ષમાં સૌથી વધુ T20 ઇન્ટરનૅશનલ રન કરનાર ભારતીય બૅટર બની ગયો છે. ૨૦૨૬ માં તેણે ૩૭ મૅચમાં ૧ સદી, ૮ ફિફ્ટીની મદદથી ૧૨૨૦ રન કર્યા છે. સૂર્યકુમાર યાદવે ૨૦૨૨માં ૩૧ મૅચમાં બે સેન્ચુરીની મદદથી ૧૧૬૪ રન કર્યા હતાં.

એક દ્વિપક્ષીય સિરીઝમાં સૌથી વધુ 341 રન ફટકારનાર પ્લેયર બન્યો ગ્લેન ફિલિપ્સ. ઇંગ્લૅન્ડના ફિલ સૉલ્ટે ૨૦૨૩-’૨૪માં વેસ્ટ ઇન્ડીઝ સામે ૩૩૧ રન કર્યા હતા.

એક કૅલેન્ડર યરમાં એક હરીફ સામે સૌથી વધુ 522 રન કરનાર પ્લેયર બન્યો ગ્લેન ફિલિપ્સ. અભિષેક શર્માનો આ વર્ષનો ન્યુ ઝીલૅન્ડ સામેનો ૪૩૧ રનનો રેકૉર્ડ પાછળ છોડ્યો.

ટીમ ઇન્ડિયાએ ૨૦૨૬માં ૪૦ મૅચમાં રેકૉર્ડ અધધ ૪૦૦ સિક્સ ફટકારી દીધી

ભારતીય ટીમ એક કૅલેન્ડર યરમાં ૪૦૦ T20 ઇન્ટરનૅશનલ સિક્સ ફટકારનારી ટીમ બની ગઈ છે. ભારતે આ વર્ષે ૪૦ મૅચમાં ૪૦૦ સિક્સ ફટકારી છે. ઑસ્ટ્રેલિયાએ ૨૦૨૫માં ૩૬ મૅચમાં ૩૨૬ સિક્સ ફટકારી હતી.

ભારત હાલમાં એક કૅલેન્ડર યરમાં હરીફ ન્યુ ઝીલૅન્ડ સામે સૌથી વધુ ૧૪૨ T20 સિક્સ ફટકારનારી ટીમ છે. ૨૦૨૬ની શરૂઆતની સિરીઝની જેમ આ સિરીઝમાં પણ ૧૧૬ સિક્સ જોવા મળી. આ વર્ષે ભારત-ન્યુ ઝીલૅન્ડ વચ્ચે રમાયેલી ૧૧ T20 મૅચોમાં ૨૫૯ સિક્સ જોવા મળી હતી.

Whatsapp-channel Whatsapp-channel

02 November, 2026 02:22 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK