Florida Plane Crash: રિપોર્ટ્સ પ્રમાણે પામ બીચ કાઉન્ટીના ગ્રીનએકર્સ (ક્રેસ્ટહેવન) જગ્યાએ નવ પેસેન્જર્સને લઈ જઇ રહેલ એક બિઝનેસ જૅટ અચાનક તૂટીને રસ્તા પર પડ્યું હતું. આ એક્સિડન્ટમાં તમામ નવ પેસેન્જર્સનાં મોત થયાં હોવાનું જણાવાઈ રહ્યું છે.
કેમેરામાં કેદ થયેલી પ્લૅન ક્રેશની કંપાવનારી ક્ષણો (સ્ત્રોત: વાઇરલ વિડિયોમાંથી સ્ક્રીનશૉટ)
Florida Plane Crash: અમેરિકામાં સાઉથ ફ્લોરિડામાંથી એક મોટી વિમાન દુર્ઘટના સર્જાઇ છે. રિપોર્ટ્સ પ્રમાણે પામ બીચ કાઉન્ટીના ગ્રીનએકર્સ (ક્રેસ્ટહેવન) જગ્યાએ નવ પેસેન્જર્સને લઈ જઇ રહેલ એક બિઝનેસ જૅટ અચાનક તૂટીને રસ્તા પર પડ્યું હતું. આ એક્સિડન્ટમાં તમામ નવ પેસેન્જર્સનાં મોત થયાં હોવાનું જણાવાઈ રહ્યું છે.
ઍર ટ્રાફિક કંટ્રોલ (ATC)ની રેકોર્ડિંગ અને ફ્લાઇટ-ટ્રેકિંગ ડેટા અનુસાર આ પ્રાઇવેટ જૅટે (Florida Plane Crash) ટેક્સાસના ઓસ્ટિન-બર્ગસ્ટ્રોમ ઇન્ટરનેશનલ એરપોર્ટથી ઉડાન ભરી હતી અને તે બહામાસ જઈ રહ્યું હતું. જૅટ આશરે ૩૫૦૦૦ ફૂટની ઊંચાઈએ હવામાં ઊડી રહ્યું તેવે સમયે એકાએક પાઈલટે એર ટ્રાફિક કંટ્રોલને જણાવ્યું હતું કે વેધર બગડી રહ્યું છે, પ્લૅનમાં આંચકા અનુભવાઈ રહ્યા છે અને બરફના થર જામવા લાગ્યા છે. અચાનકથી આ સમસ્યા ઉદ્ભવવાને લીધે પાઈલટે ATCને જાણ કરી હતી કે વિમાન ઓવરસ્પીડ થઈ ગયું છે. જ્યારે વિમાન તૂટી પડ્યું તેની અંતિમ ક્ષણોમાં પાઇલટે જણાવ્યું હતું કે પ્લૅન કંટ્રોલ વિના નીચેની ૧૦૦૦૦ થી ૨૦૦૦૦ ફૂટ પ્રતિ મિનિટની ઝડપે નીચેની તરફ જઇ રહ્યું છે. આ સાથે જ પાઈલટે પ્લૅન ભોંયભેગું થઈ રહ્યું હોવાનું પણ જણાવ્યું હતું. ક્ષણવારમાં તો પ્લૅન ભોંયભેગું થઈ ગયું હતું અને અગન જ્વાળાઓમાં ફેરવાઇ ગયું હતું.
ADVERTISEMENT
આ પ્લૅન દુર્ઘટના (Florida Plane Crash)માં અત્યારસુધી કુલ નવ લોકોના જીવ ગયા હોવાની પુષ્ટિ કરવામાં આવી છે. રિપોર્ટ્સ એવું પણ સૂચવી રહ્યા છે કે સદ્નસીબે આ પ્લૅન મકાનો પર પડ્યું નથી નહીંતર મોટી જાનહાનિ થઈ હોત. જોકે, આ પ્લૅન જે મિલિટરી ટ્રિલ અને ૧૦મા એવન્યુ નોર્થના ક્રોસિંગ પર જમીનદોસ્ત થયું હતું ત્યાં મોટેભાગે અવરજવર રહેતી હોય છે. પ્લૅનના તૂટી પડવાથી રસ્તા પર મોટો ભૂવો પડી ગયો છે એવી ચર્ચાઓ છે. હાલ તો આ વિસ્તાર કાળા ધુમાડાથી ઢંકાઈ ગયો છે. સેફટીના પગલાં તરીકે હાલમાં નજીકની એક મોબાઇલ હોમ કોમ્યુનિટીમાંથી ૬૦૦ જેટલા લોકોને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા છે. ઘટનાસ્થળે ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) અને નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB)ની ટીમો પહોંચી ગઈ છે અને પ્લૅન દુર્ઘટના પાછળના જવાબદાર કારણો અંગેની તપાસ કરવામાં આવી રહી છે.
જોકે આ વિમાન-દુર્ઘટનામાં (Florida Plane Crash) જીવ ગુમાવનાર પેસેન્જર્સની ઓળખ હજી સુધી થઈ નથી. નેશનલ વેધર સર્વિસ દ્વારા જણાવાયું છે કે આ એક્સિડન્ટ થયો ત્યારે વિસ્તારમાં ભારે વરસાદ થઈ રહ્યો હતો. સોમવાર બપોર સુધી આ વિસ્તારમાં પૂર જેવી સ્થિતિની પણ અલર્ટ આપવામાં આવી હતી. ફેડરલ એવિએશન દ્વારા નિષણતોની ટીમને પણ ઘટનાસ્થળે રવાના કરી દેવાઈ છે અને તેઓ નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફટી બોર્ડ સાથે મળીને દુર્ઘટનાના ચોક્કસ કારણોની તપાસ કરશે.
