Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > વેપારીઓની દિવાળી બગાડી વિપક્ષી ગઠબંધનની રૅલીએ

વેપારીઓની દિવાળી બગાડી વિપક્ષી ગઠબંધનની રૅલીએ

Published : 02 November, 2026 07:19 AM | Modified : 02 November, 2026 02:28 PM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દિલ્હીમાં અઢી લાખ દુકાનો બંધ રહી, વેપારીઓને આશરે ૧૨,૦૦૦ કરોડ રૂપિયાના નુકસાનનો અંદાજ

દિવાળી પહેલાંનો છેલ્લો રવિવાર હોવા છતાં દિલ્હીની અઢી લાખ દુકાનો બંધ રહી હતી.

દિવાળી પહેલાંનો છેલ્લો રવિવાર હોવા છતાં દિલ્હીની અઢી લાખ દુકાનો બંધ રહી હતી.


ચેમ્બર ઑફ ટ્રેડ ઍન્ડ ઇન્ડસ્ટ્રી (CTI)એ ગઈ કાલે સવારે રાહુલ ગાંધીને ચોથો પત્ર લખીને જણાવ્યું હતું કે રામલીલા મેદાનમાં વિપક્ષી ગઠબંધનની મેગા રૅલીને કારણે દિલ્હીના વેપારી સમુદાયને આશરે ૧૨,૦૦૦ કરોડ રૂપિયાના નુકસાનનો અંદાજ છે. 
રૅલીના કાર્યક્રમ-સ્થળની પાંચ કિલોમીટરની ત્રિજ્યામાં આવેલી લગભગ ૨.૫ લાખ દુકાનો બંધ રહી હતી. આ રૅલીને કારણે ૧૦ કિલોમીટરના વિસ્તારમાં પરિવહન અને માલસામાનની હેરફેર પણ ખોરવાઈ હતી. દિવાળી ૬, ૭, ૮ નવેમ્બરે છે ત્યારે ખરીદી માટે ગઈ કાલનો રવિવાર ખૂબ જ મહત્ત્વનો હતો. દિવાળી પહેલાંની ખરીદીના અત્યંત મહત્ત્વપૂર્ણ સમયગાળા દરમ્યાન આનાથી સેન્ટ્રલ દિલ્હી અને જૂની દિલ્હીની બજારો પર અસર પડી હતી.
રાહુલ ગાંધીએ રૅલીમાં આવનારા લોકોને દિલ્હીની બજારોની મુલાકાત લેવા અને વેપારીઓના સમર્થનમાં ખરીદી કરવા માટે જે વિડિયો-અપીલ કરી હતી એનું CTIએ સ્વાગત કર્યું હતું. જોકે CTIના અધ્યક્ષ બ્રિજેશ ગોયલે જણાવ્યું હતું કે ‘જમીની વાસ્તવિકતા તદ્દન અલગ છે, દુકાનદારો અને ગ્રાહકોમાં વ્યાપક ગભરાટ અને અનિશ્ચિતતાનું વાતાવરણ છે. રામલીલા મેદાનના પાંચ કિલોમીટરના પરિસરમાં આવેલી બજારોમાં લગભગ ૩ લાખ દુકાનોમાંથી ૨.૫ લાખ દુકાનો બંધ રહી હતી.’
CTIએ દાવો કર્યો હતો કે નરેલા, બવાના, ઓખલા, માયાપુરી, મુંડકા અને ઉદ્યોગનગર સહિતના ૫૬ ઔદ્યોગિક વિસ્તારોમાંથી માલસામાન લઈને આવતી લગભગ ૫૦૦૦ ટ્રક અને ટેમ્પો સામાન્ય રીતે દરરોજ આ બજારોમાં પહોંચતાં હોય છે. જોકે રૅલીને કારણે સમગ્ર 
સપ્લાય-ચેઇન ખોરવાઈ ગઈ હતી. ધનતેરસના તહેવાર માટેનો માલસામાન ગોદામોમાં જ પડી રહ્યો છે અને દુકાનો સુધી પહોંચી શકતો નથી.

વેપારીઓ BJPના એજન્ટ નથી : બ્રિજેશ ગોયલ
વેપારીઓ BJPના એજન્ટ તરીકે કામ કરી રહ્યા હોવાના રાહુલ ગાંધીના આક્ષેપોને ફગાવી દેતાં CTIના અધ્યક્ષ બ્રિજેશ ગોયલે કહ્યું હતું કે ‘અમે વેપારીઓ છીએ, BJPના એજન્ટ નથી. આ ૧૦૦ મુખ્ય બજાર સંગઠનો કોઈ રાજકીય પક્ષના એજન્ટ નથી. અમે દિલ્હીના વેપારીઓ છીએ અને અમારું કામ વેપાર કરવાનું છે, રાજકારણ કરવાનું નહીં. અમે કોઈ પણ રાજકીય પક્ષની તરફેણમાં કે વિરુદ્ધમાં નથી. અમે તો માત્ર દિવાળીની મુખ્ય મોસમ દરમ્યાન અમારી આજીવિકા બચાવવા માટે અપીલ કરી રહ્યા હતા.’


Whatsapp-channel Whatsapp-channel

02 November, 2026 02:28 PM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK