Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફેશન ટિપ્સ > આર્ટિકલ્સ > મંડલા આર્ટની ડિઝાઇનવાળા સોલર LED લૅમ્પથી ઘરને બનાવો ઇન્સ્ટન્ટ દિવાળી-રેડી

મંડલા આર્ટની ડિઝાઇનવાળા સોલર LED લૅમ્પથી ઘરને બનાવો ઇન્સ્ટન્ટ દિવાળી-રેડી

Published : 02 November, 2026 05:31 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સમયના અભાવ વચ્ચે ઘરને દિવાળી માટે શણગારવાનો ટાઇમ નથી મળતો ત્યારે આવા લૅમ્પ સમયની બચત કરશે અને ઘરને પણ ફેસ્ટિવ વાઇબ્સ આપશે

સોલર LED લૅમ્પ

સોલર LED લૅમ્પ


દિવાળીના દિવસોમાં ઘરને સજાવવાની પરંપરા છે, પણ આજના વ્યસ્ત સમયમાં રંગોળી બનાવવાનો કે હોમ ડેકોર માટેનો સમય દરેક પાસે હોતો નથી ત્યારે મંડલા આર્ટની ડિઝાઇનવાળા સોલર LED લૅમ્પ સમય અને મહેનત બન્નેની બચત કરીને આકર્ષક લુક આપે છે. દિવાળીની ખરીદી અને તૈયારીઓ માટે પૂરતો સમય કાઢવો મુશ્કેલ બને છે. રંગોળી લાંબો સમય ટકતી નથી અને રોજ એને સાફ કરવી કે નવી બનાવવી સમય માગી લે છે. આ સમસ્યાના ઉકેલરૂપે સોલર LED મંડલા આર્ટ લૅમ્પ ઉત્તમ વિકલ્પ સાબિત થઈ રહ્યા છે.

આવા લૅમ્પ ફાયદાકારક



સોલર પાવરવાળા આ લૅમ્પ માટે અલગથી વાયરિંગ કે વીજળીના બિલની ચિંતા રહેતી નથી. દિવસ દરમ્યાન સૂર્યપ્રકાશથી ચાર્જ થઈને રાત્રે પ્રકાશ આપે છે.


મંડલા આર્ટ એની જિયોમેટ્રિક અને ફ્લોરલ પૅટર્ન માટે જાણીતું છે. જ્યારે આ ડિઝાઇનમાંથી પ્રકાશ બહાર આવે છે ત્યારે દીવાલ કે ફ્લોર પર ખૂબ જ આકર્ષક પડછાયા અને પૅટર્ન ઊપસી આવે છે જે જોવામાં અદ્ભુત લાગે છે.

આ લૅમ્પ લાંબો સમય ટકે છે અને વારંવાર બદલવાની કે જાળવણી કરવાની જરૂર પડતી નથી.


ક્યાં રાખી શકાય?

 બાલ્કનીની રેલિંગ પર સોલર LED સ્ટ્રિંગ લાઇટ્સ અથવા મંડલા આર્ટ લૅમ્પ ગોઠવીને એને આકર્ષક બનાવી શકાય છે. રાત્રે આ લાઇટ ચાલુ થવાથી ઘર બહારથી પણ ખૂબ સુંદર દેખાય છે.

 લિવિંગરૂમની ખાલી દીવાલ પર સોલર પ્રોજેક્શન લૅમ્પ મૂકીને ત્યાં એક સુંદર ફેસ્ટિવ-વાઇબ ઊભી કરી શકાય છે.

 ફ્લૅટના દરવાજા આગળના કૉમન પૅસેજ કે લૉબી એરિયામાં નાની જગ્યા હોય તો ત્યાં આ લૅમ્પ મૂકી શકાય છે, જેથી આવતા-જતા મહેમાનોનું સ્વાગત રોશનીથી થઈ શકે.

Whatsapp-channel Whatsapp-channel

02 November, 2026 05:31 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK