Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > નવેમ્બરમાં દિવસનું તાપમાન નૉર્મલ કરતાં વધારે રહેશે

નવેમ્બરમાં દિવસનું તાપમાન નૉર્મલ કરતાં વધારે રહેશે

Published : 02 November, 2026 07:36 AM | Modified : 02 November, 2026 01:23 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભારતીય હવામાન વિભાગના માસિક પૂર્વાનુમાન મુજબ નવેમ્બર મહિના દરમ્યાન મહારાષ્ટ્રમાં દિવસનું તાપમાન સામાન્ય કરતાં વધારે રહેવાની શક્યતા છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ભારતીય હવામાન વિભાગના માસિક પૂર્વાનુમાન મુજબ નવેમ્બર મહિના દરમ્યાન મહારાષ્ટ્રમાં દિવસનું તાપમાન સામાન્ય કરતાં વધારે રહેવાની શક્યતા છે, જ્યારે મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડાના કેટલાક વિસ્તારોમાં લઘુતમ તાપમાન સામાન્યની નજીક અથવા એનાથી ઓછું રહી શકે છે. હવામાન ખાતાના નવેમ્બર મહિના માટેના મહત્તમ તાપમાનના પૂર્વાનુમાન મુજબ મહારાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં તાપમાન સામાન્ય કરતાં વધારે રહેવાની પ્રબળ શક્યતા છે. જોકે લઘુતમ તાપમાનના કિસ્સામાં સ્થિતિ મિશ્ર જોવા મળી રહી છે.
હવામાન ખાતાના પુણેના વૈજ્ઞાનિક એસ. ડી. સાનપે જણાવ્યું હતું કે ‘મહારાષ્ટ્રમાં દિવસનું તાપમાન સામાન્ય કરતાં વધારે રહેવાની શક્યતા છે. જોકે મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડાના કેટલાક ભાગોમાં લઘુતમ તાપમાન સામાન્ય કે એનાથી ઓછું રહી શકે છે. રાજ્યના બાકીના ભાગોમાં નવેમ્બર દરમ્યાન રાત્રિનું તાપમાન સામાન્ય કરતાં વધારે રહી શકે છે.’
તાપમાનનો અંદાજ દેશના મોટા ભાગના ભાગોમાં સામાન્યથી ઉપર મહત્તમ તાપમાન દર્શાવે છે. એમાં જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોનો સમાવેશ થાય છે જ્યાં તાપમાન સામાન્યથી નીચે રહેવાની સંભાવના હોય છે એમ જણાવતાં એસ. ડી. સાનપે વધુમાં કહ્યું હતું કે ‘મધ્ય અને પૂર્વ ભારતના કેટલાક ભાગો સિવાય દેશના મોટા ભાગોમાં લઘુતમ તાપમાન સામાન્યથી ઉપર રહેવાની સંભાવના છે. મહારાષ્ટ્ર અને તેલંગણના કેટલાક ભાગોમાં પણ સામાન્યથી નીચે લઘુતમ તાપમાન રહેવાની સંભાવના છે. સામાન્યથી ઉપર તાપમાનના અંદાજ માટે એલ નિન્યો પરિબળ એક કારણ ગણી શકાય.’
હવામાન ખાતાના ડિરેક્ટર જનરલ મૃત્યુંજય મોહપાત્રાએ કહ્યું હતું કે ‘એલ નિન્યો નવેમ્બરમાં ટોચ પર પહોંચવાની સંભાવના છે અને પછી ધીમે-ધીમે નબળું પડવાની શક્યતા છે. જોકે એનો પ્રભાવ આવતા વર્ષે માર્ચ સુધી ચાલુ રહેવાની અપેક્ષા હતી.’


Whatsapp-channel Whatsapp-channel

02 November, 2026 01:23 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK