Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > બંગલાદેશમાં ગાર્મેન્ટ ઉદ્યોગના મજૂરોનું હિંસક વિરોધ-પ્રદર્શન

બંગલાદેશમાં ગાર્મેન્ટ ઉદ્યોગના મજૂરોનું હિંસક વિરોધ-પ્રદર્શન

Published : 02 November, 2026 11:33 AM | IST | Dhaka
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પગારવધારાની માગણી સાથે કરી તોડફોડ, સરકારી વાહનો સળગાવ્યાં અને હાઇવે જૅમ કર્યા

ગઈ કાલે ઢાકામાં ગાર્મેન્ટ ઉદ્યોગના મજૂરોએ પગારવધારાની માગણી સાથે હિંસક તોફાનો કર્યાં હતાં.

ગઈ કાલે ઢાકામાં ગાર્મેન્ટ ઉદ્યોગના મજૂરોએ પગારવધારાની માગણી સાથે હિંસક તોફાનો કર્યાં હતાં.


બંગલાદેશની રાજધાની ઢાકામાં ગાર્મેન્ટ ઉદ્યોગમાં કામ કરતા કામદારોએ પગારવધારાની માગણીને લઈને ગઈ કાલે હિંસક વિરોધ-પ્રદર્શનો શરૂ કર્યાં હતાં અને આના કારણે ઢાકા અને ગાઝીપુરમાં તોડફોડ અને અથડામણની ઘટનાઓ બની છે. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પ્રશાસને પોલીસ અને બૉર્ડર ગાર્ડ બંગલાદેશ (BGB)ને તહેનાત કર્યાં છે. વિરોધીઓએ પોલીસચોકીઓમાં તોડફોડ કરી હતી અને પોલીસનાં વાહનોને આગ ચાંપી દીધી હતી. ઢાકાના મીરપુર અને ગાઝીપુરના કોનાબારી જેવા વિસ્તારોમાં વિરોધ-પ્રદર્શનો હિંસામાં ફેરવાઈ ગયાં હતાં. 

શું છે મજૂરોની માગણી?
આખો મુદ્દો લઘુતમ વેતન સાથે સંબંધિત છે. બંગલાદેશમાં ગાર્મેન્ટ કામદારોનું લઘુતમ વેતન ૧૨,૫૦૦ ટાકા (બંગલાદેશી ચલણ) છે. તેઓ વેતન દર મહિને ૩૦,૦૦૦ ટાકા એટલે કે લગભગ ૨૩,૦૦૦ રૂપિયા કરવાની માગણી કરી રહ્યા છે. બંગલાદેશ સરકારે તાજેતરમાં સરકારી કર્મચારીઓ માટે નવી પગારરચનાની જાહેરાત કરી હતી જેને કારણે સરકારી કર્મચારીઓનો પગાર લગભગ બમણો થઈ ગયો છે. આ ફેરફારના આધારે ગાર્મેન્ટ કામદારો પણ તેમના વેતનમાં વધારાની માગણી કરી રહ્યા છે.
ગાર્મેન્ટ ફૅક્ટરીના માલિકો કહે છે કે તેમના ઑર્ડરમાં ઘટાડો થયો છે અને ઉત્પાદનોના ભાવમાં વધારો થઈ રહ્યો નથી, જેના કારણે કામદારોના વેતનમાં વધારો કરવો મુશ્કેલ બની રહ્યો છે. સરકારે કાપડ ઉદ્યોગના કામદારો માટે એક નવું વેતન બોર્ડ બનાવ્યું છે. જોકે વેતન બોર્ડની રચના પછી પણ કામદારો રસ્તાઓ પર ઊતરી રહ્યા છે અને વિરોધ કરી રહ્યા છે.`


Whatsapp-channel Whatsapp-channel

02 November, 2026 11:33 AM IST | Dhaka | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK