Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Bangladesh

લેખ

શાકિબ-અલ-હસન

બંગલાદેશી કોર્ટે ઑલરાઉન્ડર શાકિબ-અલ-હસનની સંપત્તિ જપ્ત કરવાના આદેશ આપ્યા

શાકિબે હાલમાં યોગ્ય વાતચીત ન કરવા બદલ બંગલાદેશ ક્રિકેટ બોર્ડ સામે નારાજગી વ્યક્ત કરી હતી.

26 March, 2025 11:13 IST | Bangladesh | Gujarati Mid-day Correspondent
તમીમ ઇકબાલ

બંગલાદેશના તમીમ ઇકબાલને મૅચ દરમ્યાન હાર્ટ-અટૅક આવ્યો

બંગલાદેશ ક્રિકેટ બોર્ડે એની ગઈ કાલની બોર્ડ મીટિંગ રદ કરી દીધી હતી. બોર્ડના અધિકારીઓ સહિત કેટલાક પ્લેયર્સ પણ તમીમ ઇકબાલને મળવા હૉસ્પિટલ પહોંચ્યા હતા.

25 March, 2025 10:35 IST | Dhaka | Gujarati Mid-day Correspondent
વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળવા માટે આજીજી કરી રહ્યા છે મોહમ્મદ યુનુસ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળવા માટે આજીજી કરી રહ્યા છે મોહમ્મદ યુનુસ

BIMSETEL શિખર સંમેલનમાં બંગલાદેશ સરકારના મુખ્ય સલાહકાર મળવા માગે છે, પણ ભારતે હજી સમય નથી આપ્યો

24 March, 2025 10:27 IST | Dhaka | Gujarati Mid-day Correspondent
શાકિબ-અલ-હસનના દીકરાના બર્થ-ડેની ઉજવણીની તસવીરો

બંગલાદેશના શાકિબ-અલ-હસનની બોલિંગ-ઍક્શનને મળી ક્લીન ચિટ

બંગલાદેશના ભૂતપૂર્વ કૅપ્ટન શાકિબ-અલ-હસનની બોલિંગ ઍક્શનને ક્લીન ચિટ મળી ગઈ છે અને હવે તે મેદાનમાં પાછો ફરી શકશે. શાકિબ હવે વિશ્વભરમાં વન-ડે અને લીગમાં રમી શકે છે. તેણે ટેસ્ટ અને T20 ઇન્ટરનૅશનલમાંથી નિવૃત્તિ લઈ લીધી છે.

22 March, 2025 07:42 IST | Dhaka | Gujarati Mid-day Correspondent

ફોટા

ગઈકાલે આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મૅચમાં શિખર ધવન કૉમેન્ટેટર તરીકે આવ્યો હતો.  (તસવીર: મિડ-ડે)

ડિવોર્સ બાદ આ મહિલાને ડેટ કરી રહ્યો છે ક્રિકેટર શિખર ધવન? સોશિયલ મીડિયા પર અટકળો

ભારતનો ભૂતપૂર્વ ઓપનિંગ બૅટ્સમૅન શિખર ધવન, જેણે આ વર્ષની શરૂઆતમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી, તે તાજેતરમાં એક રહસ્યમય મહિલા સાથે જોવા મળ્યો હતો. આ મહિલા સાથે તેની તસવીરો સામે આવતા તેના ચાહકો ઉત્સુક છે અને ચર્ચા જાગી છે કે શું ક્રિકેટર આ મહિલાને ડેટ કરી રહ્યો છે? (તસવીરો: મિડ-ડે)

22 February, 2025 07:23 IST | Dubai | Gujarati Mid-day Online Correspondent
નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાતની તસવીરી ઝલક (સૌજન્ય - પીએમઓ)

આતંકવાદ.. અદાણી.. બાંગ્લાદેશ.. ! મોદી-ટ્રમ્પની મુલાકાતમાં ચર્ચાયા આ મુદ્દાઓ

pm modi and trump meeting: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાતની રાહ ભારતીય શેર બજાર, રાજકારણના નિષ્ણાતો અને બન્ને દેશોના રાજકીય અધિકારિઓ જોઈ રહ્યા હતા. કહેવામાં આવતી આ જાહેર મુલાકાતમાં પડદા પાછળ ઘણી ચર્ચાઓ થતી હોય છે. વાટાઘાટોના આ પરસ્પર સંબંધમાં બન્ને દેશો માટે કયા ફાયદા , કેવા નિયમો , ટ્રેડ વોર થશે કે નહીં જેવા ઘણા સવાલોનો જવાબ લગભગ મળી આવ્યો છે. આવો, સમજીએ આ ઔપચારિક છતાં મહત્વની મુલાકાતને સંક્ષિપ્તમાં (pm modi and trump meeting)

15 February, 2025 07:27 IST | Washington | Manav Desai
પ્રિયંકા ગાંધી 17 ડિસેમ્બરે બાંગ્લાદેશના હિંદુઓ અને ખ્રિસ્તીઓના સમર્થનમાં સંદેશો લઈને બીજી બેગ સાથે સંસદમાં હાજરી આપી હતી.

Photos: પ્રિયંકા ગાંધીની બૅગ પર પૅલેસ્ટીન બાદ આજે બાંગ્લાદેશી હિંદુઓનો મુદ્દો

કૉંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી હાલ પોતાની બૅગને કારણે ચર્ચામાં છે. શીતકાલી સત્ર દરમિયાન પ્રિયંકા ગાંધી સંસદમાં દરરોજ નવી બૅગ સાથે પહોંચી રહ્યાં છે, જેના પર તે જૂદા જૂદા સામાજિક અને રાજનૈતક મુદ્દાઓનું સમર્થન કરે છે. 16 અને 17 ડિસેમ્બરના તેમના બૅગે ખાસ ધ્યાન આકર્ષિત કર્યું. જુઓ તસવીરો (સૌજન્ય પીટીઆઈ)

17 December, 2024 06:45 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
ભારતભરમાં લોકો ઠેર ઠેર કરી રહ્યા છે વિરોધ પ્રદર્શન

બંગલાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર સામે દેશભરમાં ઠેરઠેર આક્રોશ

બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા હુમલાઓ અને અત્યાચારનો ભારતમાં પણ સતત વિરોધ થઈ રહ્યો છે. હિન્દુઓ સામે થઈ રહેલા અત્યાચાર અંગે ભારતભરમાં લોકો ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. સંતો, મહંતોથી લઈને મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષો પણ આ વિરોધમાં જોડાયા છે. દેશના અનેક શહેરોમાં લોકો વિરોધ કરતાં જોવા મળી રહ્યા છે.

11 December, 2024 05:13 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

રાજ્યસભામાં સુધાંશુ ત્રિવેદીએ કૉંગ્રેસની ટીકા કરી

રાજ્યસભામાં સુધાંશુ ત્રિવેદીએ કૉંગ્રેસની ટીકા કરી

“વ્યક્તિ કેટલી બદલાઈ ગઈ છે…” બાંગ્લાદેશ મુદ્દે ભાજપના સાંસદ સુધાંશુ ત્રિવેદીએ રાજ્યસભામાં ગર્જના કરી, કૉંગ્રેસ પર આકરા શાબ્દિક પ્રહારો કર્યા.

21 March, 2025 07:58 IST | New Delhi
ડીપ સ્ટેટ, રશિયા યુક્રેન યુદ્ધ.. વ્હાઇટ હાઉસ ખાતે મોદી, ડોનાલ્ડ ટ્રમ્પની ટિપ્પણી

ડીપ સ્ટેટ, રશિયા યુક્રેન યુદ્ધ.. વ્હાઇટ હાઉસ ખાતે મોદી, ડોનાલ્ડ ટ્રમ્પની ટિપ્પણી

વ્હાઇટ હાઉસ ખાતે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અનેક મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરી. ટ્રમ્પે પારસ્પરિક ટેરિફની જરૂરિયાત પર ભાર મૂક્યો, ભારતની ઉચ્ચ આયાત જકાત પર પ્રકાશ પાડ્યો અને ભારપૂર્વક જણાવ્યું કે યુએસ અન્ય દેશો દ્વારા લાદવામાં આવેલા ટેરિફને અનુરૂપ ટેરિફ લાગુ કરશે. તેમણે યુક્રેનમાં યુદ્ધનો અંત લાવવા માટે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાટાઘાટો કરવાની યોજનાની પણ જાહેરાત કરી, તેમનો વિશ્વાસ વ્યક્ત કર્યો કે પુતિન "શાંતિ ઇચ્છે છે". જોકે, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ પુતિનના ઇરાદા પર વિશ્વાસ ન કરવા ચેતવણી આપી. વધુમાં, ટ્રમ્પે ભારતને F-35 ફાઇટર જેટ ઓફર કર્યા, જે બંને દેશો વચ્ચે સંરક્ષણ સંબંધોને વધુ ગાઢ બનાવવાનો સંકેત આપે છે. બદલામાં, મોદીએ યુ.એસ.માં ગેરકાયદેસર રીતે રહેતા ભારતીય નાગરિકોને સ્વદેશ પરત મોકલવા માટે ભારતની તૈયારી વ્યક્ત કરી અને યુ.એસ. સાથે આર્થિક સંબંધોને મજબૂત બનાવવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો.

14 February, 2025 02:19 IST | Washington
રાજકીય સંકટ વચ્ચે બાંગ્લાદેશની ભારતને ભૂતપૂર્વ પીએમ શેખ હસીનાને પરત કરવા વિનંતી

રાજકીય સંકટ વચ્ચે બાંગ્લાદેશની ભારતને ભૂતપૂર્વ પીએમ શેખ હસીનાને પરત કરવા વિનંતી

બાંગ્લાદેશે ઔપચારિક રીતે ભારતને ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાને પરત કરવા વિનંતી કરી છે, જેઓ નાગરિક અશાંતિ વચ્ચે વિદ્યાર્થીઓની આગેવાની હેઠળની ચળવળ દ્વારા હાંકી કાઢવામાં આવ્યા બાદ 5 ઓગસ્ટે ભારત ભાગી ગયા હતા. બાંગ્લાદેશના વિદેશી બાબતોના સલાહકાર, તૌહિદ હુસૈનના જણાવ્યા અનુસાર,આ વિનંતી ભારત સરકારને કરવામાં આવી હતી. હસીનાની વિદાય પછી, નોબેલ વિજેતા મુહમ્મદ યુનુસના નેતૃત્વમાં વચગાળાની સરકારની રચના કરવામાં આવી. હસીનાએ તેના નિવેદનોમાં યુનુસ પર વિદ્યાર્થી વિરોધ પ્રદર્શન પાછળ "માસ્ટર માઈન્ડ" હોવાનો આરોપ મૂક્યો છે જેના કારણે તેણીને હાંકી કાઢવામાં આવી હતી. તેણીએ વધુમાં દાવો કર્યો હતો કે વિરોધ તેમની સરકારને ઉથલાવી પાડવા માટે "સાવધાનીપૂર્વક રચાયેલ" હતો.

24 December, 2024 09:45 IST | New Delhi
વધતી હિંસા પર બાંગ્લાદેશ પર સર્જિકલ સ્ટ્રાઈક કરો: આચાર્ય પ્રમોદ ક્રિષ્નમની હાકલ

વધતી હિંસા પર બાંગ્લાદેશ પર સર્જિકલ સ્ટ્રાઈક કરો: આચાર્ય પ્રમોદ ક્રિષ્નમની હાકલ

બાંગ્લાદેશમાં હિંસામાં વધારો થવાના અહેવાલો વચ્ચે, કોંગ્રેસના ભૂતપૂર્વ નેતા આચાર્ય પ્રમોદ ક્રિષ્નમે 9 ડિસેમ્બરના રોજ પડોશી દેશ પર "સર્જિકલ સ્ટ્રાઈક" કરવાની હાકલ કરતા ઉશ્કેરણીજનક માંગ કરી હતી. હિંસા, જે કથિત રીતે વધી રહી છે, તેણે બાંગ્લાદેશમાં લઘુમતીઓની સુરક્ષા અને રાજકીય અશાંતિ અંગે ચિંતાઓ જન્માવી છે. તેમના નિવેદનમાં, ક્રિષ્નમે સૂચવ્યું કે ભારતે સંભવિત રીતે લશ્કરી હસ્તક્ષેપ દ્વારા પરિસ્થિતિને સંબોધવા માટે મજબૂત પગલાં લેવા જોઈએ. તેમની ટિપ્પણીઓ એવા સમયે આવે છે જ્યારે પ્રદેશમાં તણાવ વધારે છે, અને સંવેદનશીલ સમુદાયોની સલામતી અને કલ્યાણ વિશે સતત ચિંતાઓ છે. વધુ માટે વિડિયો જુઓ.

09 December, 2024 04:50 IST | New Delhi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK