પરિવહન વિભાગે યાત્રા દરમ્યાન માર્ગ-દુર્ઘટના રોકવા અને યાત્રીઓની સુરક્ષા માટે ગાઇડલાઇન જાહેર કરી છે
પ્રતીકાત્મક તસવીર
ઉત્તરાખંડમાં ૩૦ એપ્રિલથી ચારધામ યાત્રાની શરૂઆત થવાની છે. સૌથી પહેલાં ૩૦ એપ્રિલે ગંગોત્રી અને યમુનોત્રી ધામનાં કપાટ ખૂલશે. ત્યાર બાદ બીજી મેએ કેદારનાથ અને ચોથી મેએ બદ્રીનાથ ધામનાં કપાટ ખૂલશે. પરિવહન વિભાગ અને તંત્ર ઘણા દિવસોથી યાત્રાની તૈયારીમાં જોડાયેલાં છે. એ દરમ્યાન પરિવહન વિભાગે યાત્રા દરમ્યાન માર્ગ-દુર્ઘટના રોકવા અને યાત્રીઓની સુરક્ષા માટે ગાઇડલાઇન જાહેર કરી છે, જેમાં ૪૩ ધોરણો નક્કી કરવામાં આવ્યાં છે. આ નિમયોનું તમામ લોકોએ ફરજિયાત પાલન કરવાનું રહેશે.
પરિવહન વિભાગના નિયમોના મહત્ત્વના મુદ્દા
ADVERTISEMENT
- ચારધામ યાત્રા વખતે ડ્રાઇવરને ચંપલ પહેરવાની મનાઈ છે. ડ્રાઇવર ફક્ત બૂટ પહેરીને વાહન ચલાવી શકશે.
- ચારધામ યાત્રાના રૂટ પર રાતે ૧૦થી સવારે ૪ વાગ્યા સુધી વાહનોની અવરજવર બંધ રહેશે.
- તમામ કમર્શિયલ વાહનો માટે ગ્રીન કાર્ડ અને ટ્રિપ કાર્ડ ફરજિયાત થશે.
- દરેક વાહનમાં ફર્સ્ટ એઇડ કિટ, અગ્નિશામક યંત્ર, લાકડીનો ટુકડો અને દોરડું ફરજિયાત રાખવું પડશે.
- વાહનમાં કચરાપેટી અને વૉમિટિંગ બૅગ રાખવી પડશે.
- ટૂ-વ્હીલરનો ચાલક અને પાછળ બેસનાર બન્ને માટે હેલ્મેટ ફરજિયાત રહેશે.


