RRR ફિલ્મ, જેણે દેશભરમાં તો ધૂમ મચાવી જ હતી અને સાથે સાથે ઓસ્કર એવોર્ડ સમારોહ(Oscar Award)માં પણ ભારે પડઘા પાડ્યા હતાં. `RRR`,`કેદારનાથ`, `પૃથ્વીરાજ`, `બાજાર` અને `તુલસીદાસ જુનિયર` આ બધી ફિલ્મ વિશે તમે જાણતા હશો. પરંતુ શું આ તમામ હિટ ફિલ્મોનું ગુજરાતી કનેક્શન તમને ખબર છે?! હા, આ બધી જ બૉલિવૂડ ફિલ્મમાં મુંબઈ(Mumbai)ના એક ગુજરાતી યંગ કલાકાર વરુણ બુદ્ધદેવે (Varun Buddhadev)અભિનયનો ઓજસ પાથર્યો છે. વરુણે ન માત્ર બૉલિવૂડના દિગ્ગજ કલાકારો સાથે કામ કર્યુ છે પરંતુ નેશનલ સ્તર પર અભિનય ક્ષેત્રે કેટલાક પ્રસિદ્ધ એવોર્ડની સિદ્ધી પણ પ્રાપ્ત કરી છે. આટલી નાની ઉંમરમાં વરુણે કેવી રીતે આ સિદ્ધિઓ હાંસિલ કરી? અભ્યાસ અને અભિનય વચ્ચે કેવી રીતે સંતુલન જાળવે છે? સૌપ્રથમ બ્રેક કેવી રીતે અને ક્યાં મળ્યો? એ બધું જ આ આર્ટિકલમાં જાણીએ.
11 May, 2023 07:10 IST | Mumbai | Nirali Kalani