છેલ્લાં ૬ વર્ષમાં ઇશ્યુ થયેલાં ૧૧.૪ કરોડ ઈ-ચલાનમાંથી પાંચ કરોડે જ દંડ ભર્યો, માત્ર ૩૬ ટકા રિકવરી-રેટ
ફાઇલ તસવીર
મહારાષ્ટ્રમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરીને દંડ ન ભરનારા લોકોની સંખ્યા વધીને ૧૧ કરોડને પાર પહોંચી ગઈ છે. જાન્યુઆરી ૨૦૧૯થી નવેમ્બર ૨૦૨૫ સુધીના આંકડાઓ પ્રમાણે આ સમયમાં ૧૧.૪ કરોડ ઈ-ચલાન ઇશ્યુ થયાં હતાં, જેના દંડની કુલ રકમ ૭૨૭૨.૪ કરોડ રૂપિયાએ પહોંચી હતી. જોકે એમાં પાંચ કરોડ ચલાનની ૨૬૩૫ કરોડ રૂપિયા જેટલી દંડની રકમ વસૂલાઈ ગઈ છે, પણ ૬.૨ કરોડ ચલાનના ૪૬૩૭ કરોડ રૂપિયાનો દંડ હજી ભરવાનો બાકી છે. ટ્રાફિકનો નિયમ તોડ્યા પછી વસૂલ કરવામાં આવતા આ દંડમાં રિકવરી-રેટ ૩૬ ટકા જેટલો જ છે.


