Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > આખરે ૩ ફ્લાયઓવરના ઉદ્ઘાટનનું મુરત નીકળ્યું

આખરે ૩ ફ્લાયઓવરના ઉદ્ઘાટનનું મુરત નીકળ્યું

Published : 22 October, 2026 07:16 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સાયન, વિદ્યાવિહાર અને ગોરેગામ-મુલુંડ લિન્ક રોડ પરના ફ્લાયઓવરનું મુખ્ય પ્રધાનના હસ્તે આજે થશે લોકાર્પણ

વિદ્યાવિહાર, સાયન અને ગોરેગામ-મુલુંડ

વિદ્યાવિહાર, સાયન અને ગોરેગામ-મુલુંડ


મુંબઈમાં બનાવવામાં આવેલા ૩ નવા ફ્લાયઓવરનું આજે ઉદ્ઘાટન કરીને લોકોના ઉપયોગ માટે એને ખુલ્લા મૂકવામાં આવશે. આ ત્રણેય ફ્લાયઓવરના કારણે મુંબઈની ટ્રાફિકની સમસ્યામાં મોટી રાહત મળશે અને વાહનોની અવરજવર વધુ સરળ રીતે થઈ શકશે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે તથા નાયબ મુખ્ય પ્રધાન સુનેત્રા પવારના હસ્તે આ ફ્લાયઓવરનું ઉદ્ઘાટન કરવામાં આવશે. 
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) દ્વારા સાયન રેલવે-સ્ટેશન નજીક રેલવે ફ્લાયઓવર, વિદ્યાવિહાર રેલવે-સ્ટેશન પરનો ફ્લાયઓવર તથા ગોરેગામ-મુલુંડ લિન્ક રોડ પર ફ્લાયઓવર બનાવવામાં આવ્યા છે. જોકે આ ત્રણેય ફ્લાયઓવરનું ઉદ્ઘાટન આજે એક વાગ્યે વર્ચ્યુઅલ રીતે કરવામાં આવશે, જ્યારે મુંબઈનાં મેયર રિતુ તાવડે ઉદ્ઘાટનના સ્થળે હાજર રહીને ઉદ્ઘાટન કાર્યક્રમની અધ્યક્ષતા કરશે. 
સાયન રેલવે-સ્ટેશનનો ૧૧૨ વર્ષ જૂનો ફ્લાયઓવર જોખમી જાહેર કરવામાં આવતાં નવા ફ્લાયઓવરની જરૂર હોવાથી BMCએ આ ફ્લાયઓવરની યોજના બનાવી હતી. 
ચેમ્બુર (ઈસ્ટ)માં રામચંદ્ર ચેમ્બુરકર રોડ અને વેસ્ટમાં લાલ બહાદુર શાસ્ત્રી રોડને જોડવા માટે વિદ્યાવિહાર 
રેલવે-સ્ટેશન પર ફ્લાયઓવર બનાવવામાં આવ્યો છે જેનાથી ટ્રાવેલ-ટાઇમ ૩૦ મિનિટથી ઘટીને ૧૦ મિનિટ થઈ જશે. 
ગોરેગામ-મુલુંડ લિન્ક રોડ પરનો ફ્લાયઓવર ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે અને વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવેને જોડશે જેના કારણે પૂર્વ અને પશ્ચિમનાં ઉપનગરો દરમ્યાન પ્રવાસ કરવો વધુ સરળ બની રહેશે.


Whatsapp-channel Whatsapp-channel

22 October, 2026 07:16 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK