સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન પ્રક્રિયાનો વિરોધ કરીને ચીફ ઇલેક્શન કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગણી કરવામાં આવશે
ફાઇનૅન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમણના પતિ અને અર્થશાસ્ત્રી પરકલા પ્રભાકર
ફાઇનૅન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમણના પતિ અને અર્થશાસ્ત્રી પરકલા પ્રભાકર ૨૩ ઑક્ટોબરે મતદારયાદીના સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ની પ્રક્રિયા વિરુદ્ધ યોજાનારા મોટા પ્રદર્શનમાં જોડાશે. આ પ્રદર્શનમાં ઇલેક્શન કમિશન ઑફ ઇન્ડિયા (ECI) દ્વારા હાથ ધરાયેલી મતદારયાદીની સુધારણા-પ્રક્રિયાનો સખત વિરોધ કરીને ચીફ ઇલેક્શન કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગણી કરવામાં આવશે.
પીપલ્સ માર્ચ ટુ રિસ્ટોર ડેમોક્રસી નામની આ કૂચનું આયોજન ૧૪ ઑક્ટોબરે રચાયેલા પીપલ્સ અગેઇન્સ્ટ SIR ગઠબંધન દ્વારા કરાયું છે. પરકલા પ્રભાકર આ મંચ પર અભિનેતા પ્રકાશ રાજ, પ્રશાંત ભૂષણ, કૉક્રૉચ જનતા પાર્ટી (CJP)ના સ્થાપક અભિજિત દીપકે, ખેડૂતનેતા રાકેશ ટિકૈત, તુષાર ગાંધી અને જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ યુનિયન (JNUSU)નાં ભૂતપૂર્વ પ્રમુખ આઇશી ઘોષ સાથે જોડાશે. આ ગઠબંધને દેશભરમાં જંતર મંતર બનાવવાના ઉદ્દેશ્ય સાથે ‘હર હાથ મેં તિરંગા હર ગલી મેં જંતર મંતર’નું એક નવું સૂત્ર આપ્યું છે.
પરકલા પ્રભાકર આ પ્રક્રિયા વિશે ભારે નારાજગી વ્યક્ત કરીને એને નાગરિકતાનો રક્તહીન રાજકીય નરસંહાર ગણાવી ચૂક્યા છે. તેમણે જણાવ્યું હતું કે મતદારયાદીમાંથી પાત્રતા ધરાવતા નાગરિકોનાં નામ કાઢી નાખવાથી અનેક નિર્દોષ લોકો તેમના મતદાનના મૂળભૂત અધિકારથી વંચિત રહી જશે અને મોટો ભેદભાવ સર્જાશે.
