સનાતન હિન્દુ ધર્મમાં આજે દેવઊઠી એકાદશીના તુલસીવિવાહનું અનેરું માહાત્મ્ય છે. જે ઘરોમાં ઠાકોરજીની નિત્ય સેવા થતી હોય તેઓ ખૂબ રંગેચંગે આ વિવાહ વિધિ કરતા હોય છે. એક રીતે જોઈએ તો મિની મૅરેજ જેવો જ માહોલ ખડો થઈ જતો હોય છે. આ પરંપરા પાછળની કથા શું છે એ દ્વારકાના નિષ્ણાત પાસેથી જાણીએ અને સાથે મળીએ એવા પરિવારોને જેમને ત્યાં દાયકાઓથી આ પરંપરા પૂરી શ્રદ્ધા, ભક્તિ અને પ્રેમભાવથી નિભાવાય છે.
દરેક કૃષ્ણ મંદિર અને હવેલીમાં આજે શ્રી હરિ વિષ્ણુ ભગવાન અને દેવી તુલસી વૃંદાના વિવાહ સંસ્કારનો ઉત્સવ ઊજવાશે. આ પર્વ માત્ર મંદિરો પૂરતું જ નથી, ભાવિકો પોતાના ઘરે પધરાવેલા લાલાજીને પણ તુલસી સાથે લગ્નગાંઠે બાંધે છે. આ પ્રસંગે શેરડીના સાંઠા અને ફૂલહારથી લગ્નનો મંડપ સજાવાય છે, સુંદર રંગોળી રચાય છે. જગતના નાથનો મા તુલસી સાથે મંગલ પરિણય કરાવતા ભાવિક ભક્તો સાથે થોડી ગોષ્ઠિ કરીએ.
12 November, 2024 05:25 IST | Mumbai | Heta Bhushan