Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > સંજય રાઉતે અમિત શાહને લૉરેન્સ બિશ્નોઈ કહ્યા એનો જવાબ આપ્યો નીતેશ રાણેએ : ઉદ્ધવ ઠાકરે જ દાઉદ ઇબ્રાહિમ

સંજય રાઉતે અમિત શાહને લૉરેન્સ બિશ્નોઈ કહ્યા એનો જવાબ આપ્યો નીતેશ રાણેએ : ઉદ્ધવ ઠાકરે જ દાઉદ ઇબ્રાહિમ

Published : 22 October, 2026 07:48 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નીતેશ રાણેએ કહ્યું હતું કે ‘એપ્રિલમાં અમારી સરકાર પડશે એવું શિવસેના (UBT)ના નેતા સંજય રાઉતે કહ્યું છે.`

ઉદ્ધવ ઠાકરે

ઉદ્ધવ ઠાકરે


મંગળવારે દશેરાના મેળાવડા દરમ્યાન ભાષણ આપતી વખતે શિવસેના (UBT)ના નેતા તથા સંસદસભ્ય સંજય રાઉતે કેન્દ્રીય ગૃહપ્રધાનને ખરા લૉરેન્સ બિશ્નોઈ ગણાવ્યા એનો જવાબ ગઈ કાલે ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા તથા ફિશરીઝ અને પોર્ટ મંત્રાલયના કૅબિનેટ મિનિસ્ટર નીતેશ રાણેએ આપ્યો હતો અને શિવસેના (UBT)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની સરખામણી ગ્લોબલ ટેરરિસ્ટ દાઉદ ઇબ્રાહિમ સાથે કરી હતી. 
નીતેશ રાણેએ સંજય રાઉત પર વળતો પ્રહાર કરતાં કહ્યું હતું કે ‘હવે દાઉદને મુંબઈ આવવાની જરૂર નથી, કારણ કે તેનાં બધાં જ કામો ઉદ્ધવ ઠાકરે કરી રહ્યા છે. અમને તો હવે ઉદ્ધવ ઠાકરેમાં દાઉદ ઇબ્રાહિમ દેખાય છે, કારણ કે ગેરકાયદે બંગલાદેશીઓને અને રોહિંગ્યાઓને, માફિયાઓને, જેહાદીઓને મુંબઈમાં વસાવવા અને તેમને પાળવા-પોષવાનો અને તેમના જેવા સાપોને પાળવાનો ધંધો કર્યો હવે એ ઉદ્ધવ ઠાકરે કરી રહ્યા છે. તે રેજીમ-ચેન્જ એટલે કે સત્તાપલટાની વાતો કરે છે.’

આદિત્ય ઠાકરેનું હૅપી ન્યુ યર આર્થર રોડ જેલમાં : નીતેશ રાણે



નીતેશ રાણેએ કહ્યું હતું કે ‘એપ્રિલમાં અમારી સરકાર પડશે એવું શિવસેના (UBT)ના નેતા સંજય રાઉતે કહ્યું છે. અમારી સરકાર નહીં પડે, કારણ કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભારતીયોનાં હૃદયમાં વસેલા છે, પરંતુ તેના માલિકનો દીકરો પહેલી જાન્યુઆરીની સવાર માતોશ્રીમાં જોઈ શકે છે કે નહીં એ જોજો. ૩૧ ડિસેમ્બરે માતોશ્રીમાં હૅપી ન્યુ યર કરે છે કે આર્થર રોડ જેલમાં એ તેને પછી ખબર પડશે.’


Whatsapp-channel Whatsapp-channel

22 October, 2026 07:48 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK