Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Sion

લેખ

ગૌરવ ખન્ના

ગૌરવ ખન્ના બન્યો ભારતનો પ્રથમ સેલિબ્રિટી માસ્ટરશેફ

ટ્રોફીની સાથે ૨૦ લાખ રૂપિયા ઇનામમાં મળ્યા

14 April, 2025 07:16 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગુજરાતી ઍક્ટર અરવિંદ વૈદ્ય

મળો મરાઠી માણૂસ વસંત ઇનામદારને

૮૩ વર્ષની ઉંમરે પણ યુવાનોને હંફાવે એવા ઉત્સાહ અને પ્રેરણા અપાવી જાય એવી શિસ્ત સાથે તેઓ ૧૨-૧૨ કલાક શૂટિંગ કરે છે

12 April, 2025 03:47 IST | Mumbai | Jigisha Jain
કપિલ શર્મા

અચાનક પાતળો કઈ રીતે થઈ ગયો કપિલ શર્મા?

જાણીતો કૉમેડિયન કપિલ શર્મા હાલમાં મુંબઈ ઍરપોર્ટ પર જોવા મળ્યો અને તેના નવા લુકને જોઈને તેના ફૅન્સ ચિંતામાં મુકાઈ ગયા છે, કારણ કે આ નવા લુકમાં કપિલ શર્મા બહુ પાતળો દેખાતો હતો. તેણે પોતાનું વજન ઘણું ઓછું કરી નાખ્યું છે.

12 April, 2025 07:16 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કલ્યાણી ઠાકરે (પહેલાં, પછી)

5XLમાંથી XS કેવી રીતે થઈ ગઈ આ ગુજરાતી ઍક્ટ્રેસ?

નાટકો અને સિરિયલોની અભિનેત્રી કલ્યાણી ઠાકરે જાતમહેનતે ૩૭ કિલો જેટલું વજન ઓછું કર્યું એટલું જ નહીં, તે નવ મહિનાથી આ વજનને મેઇન્ટેન કરીને અન્યોને પણ ફિટનેસ ગોલ્સ આપી રહી છે

11 April, 2025 11:27 IST | Mumbai | Kajal Rampariya

ફોટા

આ શોભાયાત્રાનું આયોજન આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની ઉત્તર મુંબઈ શાખા દ્વારા કરવામાં આવ્યું હતું (તસવીરો: સતેજ શિંદે)

બોરીવલીમાં રામ નવમીની ઉજવણી, શોભાયાત્રામાં ભારે ઉત્સાહ સાથે હિન્દુ સંગઠન જોડાયા

રામ નવમી 2025 નિમિત્તે, મુંબઈના બોરીવલી પશ્ચિમ ખાતે સ્વામી વિવેકાનંદ રોડ પર સકલ હિન્દુ સમાજના સભ્યોએ ભવ્ય રથયાત્રામાં ભાગ લીધો હતો. (તસવીરો: સતેજ શિંદે)

07 April, 2025 07:02 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વાયરમાં માંઝાની દોરીને કારણે ફસાઈ ગયેલો પોપટ અને તેની સારવાર કરતી મુંબઈ ફાયર બ્રિગેડની ટીમ (તસવીરો - અતુલ કાંબળે)

મુંબઈ: દેવદૂત બની ફાયર બ્રિગેડની ટીમ, કૅબલ વાયરમાં ફસાયેલા પોપટનું રેસ્ક્યૂ, જુઓ

મુંબઈના સાયન વિસ્તારમાં એક સોસાયટીની અંદર કૅબલના વાયરમાં એક પોપટ ફસાઈ ગયો હતો. આ પોપટનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. (તસવીરો - અતુલ કાંબળે)

04 April, 2025 07:00 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મૅન્ટાસ્ટિકના આજના એપિસોડમાં આપણે મળીશું ભાવિક હરિયાને (તસવીર ડિઝાઇન: કિશોર સોસા)

Mantastic: વિદેશની ધરતી પર ભજનની ધૂણી ધખાવી રહ્યો છે ગુજરાતી યુવાન ભાવિક હરિયા

એક હિન્દી ફિલ્મનો ખૂબ જ જાણીતો સંવાદ છે "મર્દ કો કભી દર્દ નહીં હોતા." પુરુષોનું આવું જ ચિત્રણ કવિ નર્મદ પોતાની કવિતામાં કરતાં લખે છે “મર્દ તેહનું નામ, સમો આવ્યો કે ચાલે; કનક કામિની તજી, સજી રણમાં મ્હાલે.” પુરુષોની આ કઠણ અને કડક વલણ ધરાવતી છબી કાયમ રાખવામાં સમાજે દિલથી મહેનત કરી છે. લોકો એ વાતને તો સ્વીકારે છે કે પુરુષો નારિયેળ જેવા છે, પણ તેનાથી પણ ઓછાં લોકો સમજી શકે છે કે આ નારિયેળની અંદર લાગણીઓની ભીનાશ યથાવત્ છે. આ જ્ઞાન ઠોકીને પુરુષોને મહાન ચિતરવાનો પ્રયાસ અમે કરતાં નથી પણ તમામ મર્દ દર્દ વેઠીને પણ સમાજમાં પરિવર્તન લાવવા માટે મથી રહ્યા છે તેમની વાત તમારાં સુધી પહોંચાડવાના નમ્ર પ્રયાસરૂપે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લઈને આવ્યું છે એક વિશેષ સિરીઝ `મૅન્ટાસ્ટિક`. આ સિરીઝમાં આપણે દર પખવાડિયે મળીશું એવા પુરુષોને જેમણે તનતોડ મહેનત કરી નવો ચીલો ચાતર્યો હોય. `મૅન્ટાસ્ટિક`ના આજના એપિસોડમાં આપણી સાથે છે ભાવિક હરિયા, જે ‘કીપ ધ ભજન્સ અલાઈવ’ એટલે કે ‘ભજનોને જીવંત રાખો’ના એક મિશન સાથે નીકળી પડ્યો છે. આ મિશન પાછળનો તેનો હેતુ યુવા પેઢીમાં આપણા સાંસ્ક્રુતિક ભજનો પ્રત્યે રસ લાવવાનો છે, જેમાં તે સફળ પણ થઈ રહ્યા છે. ઇંગ્લૅંડમાં જન્મેલા અને ઉછરેલા ભાવિક હરિયાએ ભારત સહિત વિદેશોમાં પણ લોકોને ભજનની ધૂન લગાવી છે. તો ચાલી જાણીએ તેના આ રસપ્રદ સફર વિશે.

02 April, 2025 01:22 IST | Mumbai | Viren Chhaya
 હર્ષ ઉપાધ્યાય

Photos: ટીવી શોથી બૉલિવૂડની આ ફિલ્મો સુધી ભરૂચના હર્ષ ઉપાધ્યાયના મ્યુઝિકની ચર્ચા

બૉલિવૂડ ફિલ્મોના મ્યુઝિક અને ગીતોએ દુનિયાભરમાં પોતાની એક અલગ છાપ છોડી છે. એન્ટરટેનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં મ્યુઝિક ક્ષેત્રે એક નવું નામ આગળ આવ્યું છે, જેણે ફિલ્મો અને ડાન્સ રિયાલીટી ટીવી શોઝમાં પોતાના મ્યુઝિકની એક અલગ ઓળખ નિર્માણ કરી છે. ગુજરાતના ભરુચથી આવેલા હર્ષ ઉપાધ્યાયે બૉલિવૂડમાં મ્યુઝિક કમ્પોઝર તરીકે કેવી રીતે પોતાનું નામ બનાવ્યું તેની સફર તેણે ગુજરાતી મિડ-ડે ડોટ કૉમ સાથે શૅર કરી છે.

02 April, 2025 06:59 IST | Mumbai | Viren Chhaya

વિડિઓઝ

ઉત્તરાખંડ: હરિદ્વારમાં પ્રચંડ વિસ્ફોટમાં એક જ પરિવારના 5 લોકો ઘાયલ

ઉત્તરાખંડ: હરિદ્વારમાં પ્રચંડ વિસ્ફોટમાં એક જ પરિવારના 5 લોકો ઘાયલ

એક દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં, 9 એપ્રિલના રોજ ઉત્તરાખંડના હરિદ્વારમાં એક પ્રચંડ વિસ્ફોટમાં એક જ પરિવારના પાંચ સભ્યો ઘાયલ થયા હતા.

09 April, 2025 04:41 IST | Haridwar
દક્ષિણ 24 પરગણામાં ફટાકડાના ગોદામમાં વિસ્ફોટમાં છ લોકોના મોત અને અનેક ઘાયલ

દક્ષિણ 24 પરગણામાં ફટાકડાના ગોદામમાં વિસ્ફોટમાં છ લોકોના મોત અને અનેક ઘાયલ

દક્ષિણ 24 પરગણાના પત્થરપ્રતિમામાં વિસ્ફોટમાં ઓછામાં ઓછા છ લોકોના મોત અને અનેક ઘાયલ. ગઈકાલે રાત્રે ફટાકડાના ગોદામમાં ગેસ સિલિન્ડર ફાટ્યા બાદ આ ઘટના બની હતી. સ્થાનિક પોલીસ ફટાકડાના ગોદામના કર્મચારીઓને બચાવવા માટે વિસ્ફોટ સ્થળે દોડી ગઈ હતી.

01 April, 2025 08:10 IST | Kolkata
ફેશન ડિઝાઇનરથી ફિલ્મ નિર્માતા સુધીની સફર, મનીષ મલ્હોત્રાનો સિનેમેટિક વિઝન

ફેશન ડિઝાઇનરથી ફિલ્મ નિર્માતા સુધીની સફર, મનીષ મલ્હોત્રાનો સિનેમેટિક વિઝન

ફેશન ડિઝાઇનરથી ફિલ્મ નિર્માતા સુધી, મનીષ મલ્હોત્રાના સિનેમેટિક વિઝન વિશે બધું જાણો. ફિલ્મ નિર્માણમાં તેમની સફર વિશે, ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાએ કહ્યું, “ખરેખર, નિર્માણનો વિચાર મને 10 વર્ષ પહેલાં આવ્યો હતો, અને જ્યારે મુઘલ-એ-આઝમ: ધ પ્લે મને ઓફર કરવામાં આવ્યો, ત્યારે હું ખૂબ જ ઉત્સાહિત હતો કારણ કે મુઘલ-એ-આઝમ મારી પ્રિય ફિલ્મોમાંની એક છે. મેં તેને સહ-નિર્માણ કરવાની ઓફર કરી, પૈસા ક્યાંથી આવશે તે પણ જાણતા ન હતા... મેં લગભગ 3.5 વર્ષ પહેલાં, લગભગ 4 વર્ષ પહેલાં, પ્રોડક્શન કંપની શરૂ કરી, અને મેં એક ટીમ બનાવી. પછી, સ્ક્રિપ્ટો શોધવાની સફર શરૂ થઈ. પરંતુ હું એક વાત વિશે ખૂબ જ સ્પષ્ટ હતો... હું એક નવા અવાજ સાથે નિર્માતા બનવા માંગતો હતો."

31 March, 2025 11:18 IST | Mumbai
નાગપુર હિંસા: ૫૦ લોકોની ધરપકડ, ૩૩ પોલીસ ઘાયલ, કમિશનરે પરિસ્થિતિ અંગે માહિતી આપી

નાગપુર હિંસા: ૫૦ લોકોની ધરપકડ, ૩૩ પોલીસ ઘાયલ, કમિશનરે પરિસ્થિતિ અંગે માહિતી આપી

નાગપુર પોલીસ કમિશનર ડૉ. રવિન્દર સિંઘલે ૧૮ માર્ચે પુષ્ટિ આપી હતી કે તાજેતરની હિંસા બાદ શહેરમાં પરિસ્થિતિ હવે શાંતિપૂર્ણ અને નિયંત્રણમાં છે. અથડામણો વિશે બોલતા, તેમણે જણાવ્યું હતું કે ૫૦ થી વધુ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે, અને જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવા માટે જવાબદાર લોકોની ઓળખ કરવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. ઘટના દરમિયાન, ૩૩ પોલીસ અધિકારીઓ ઘાયલ થયા હતા. ડૉ. સિંઘલે પોલીસના પ્રયાસોની પ્રશંસા કરી અને ખાતરી આપી કે કાયદાનો ભંગ કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે, જેમાં સંબંધિત કાનૂની કલમો લાગુ કરવામાં આવશે. વ્યવસ્થા જાળવવા માટે, નાગપુરના કેટલાક ભાગોમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે, અને વધારાના પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા છે. ડૉ. સિંઘલે એ પણ ઉલ્લેખ કર્યો હતો કે ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે મુખ્ય વ્યક્તિઓ સાથે બેઠક યોજવામાં આવશે.

18 March, 2025 09:02 IST | Nagpur

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK