Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Mulund

લેખ

ચોરેલાં સોના-ચાંદીનાં ઘરેણાં

વારાણસીથી ફ્લાઇટમાં મુંબઈ આવીને ૧૨ દિવસમાં પાંચ ચોરી કરનારો રીઢો ચોર ઝડપાયો

મુલુંડના મૅરથૉન એમિનન્સ બિલ્ડિંગમાં ૧૭ માર્ચે થયેલી ચોરીમાં આરોપીએ ઘરનું તાળું તોડીને ૭ લાખ રૂપિયાનાં સોના-ચાંદીનાં ઘરેણાં તફડાવ્યાં હતાં

06 April, 2025 07:05 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ડમ્પર સાથેના અકસ્માતમાં મૃત્યુ પામનાર સંજયકુમાર, ફૂડ-ડિલિવરી માટેની સંજયકુમારની સાઇકલ, સંજયકુમારને અડફેટે લેનાર ડમ્પર.

શરમ કર મુંબઈકર

ચોરોએ મૃતદેહનો પણ મલાજો ન જાળવ્યોઃ મુલુંડમાં મૃત વ્યક્તિને હૉસ્પિટલમાં લઈ જવાને બદલે તેના ખિસ્સામાંથી ૫૦૦૦ રૂપિયા અને મોબાઇલ તફડાવી લેવાયા, પાછળથી તેની સાઇકલ પણ ચોરાઈ ગઈ

03 April, 2025 06:56 IST | Mumbai | Mehul Jethva
માર્શલ આર્ટ‍્સના એક પ્રકાર કહેવાતા કલરીપાયટ્ટુની તાલીમ ખાસ કેરલા જઈને મેળવી હતી.

૫૬ વર્ષની ઉંમરે આ વડીલ છે કિકબૉક્સિંગમાં માસ્ટર

૫૦ વર્ષની ઉંમરે માર્શલ આર્ટ્‍સ શીખવાની શરૂઆત કરીને નાનપણની ઇચ્છા પૂરી કરનારા કિશોરભાઈને લાગે છે કે આ પ્રવૃત્તિને લીધે તેમની ઉંમર ઘટી રહી છે

02 April, 2025 10:24 IST | Mumbai | Kajal Rampariya
ગઈ કાલે મુલુંડના એક બૅન્ક્વેટ હૉલમાં યોજાયેલી બેઠકમાં હાજર રહેલા ઍડિશનલ પોલીસ કમિશનર મહેશ પાટીલ અને ભેગા થયેલા વેપારીઓ.

પોલીસની અનોખી પહેલ વેપારીઓની સમસ્યાઓ સાંભળવા ગોઠવી મીટિંગ

મુલુંડથી ઘાટકોપર સુધીના ૨૦૦ વેપારીઓએ મુંબઈના ઍડિશનલ પોલીસ કમિશનર સામે વિવિધ રજૂઆતો કરી

29 March, 2025 06:43 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

ડોમ્બિવલીમાં નીકળી સામૂહિક રથયાત્રા, મુમુક્ષુ વિરતિ ગડા

મહાવીર સ્વામી જન્મકલ્યાણકની ઠેર-ઠેર ભવ્ય ઉજવણી

ડોમ્બિવલીના સમસ્ત જૈન સંઘો દ્વારા મળીને ગઈ કાલે શ્રી મહાવીર સ્વામી ભગવાનના જન્મ કલ્યાણક નિમિત્તે સવારે સાત વાગ્યે પરમાત્માની ભવ્ય સામૂહિક રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રથયાત્રામાં મુમુક્ષુ વિરતિબહેન ગડાની વરસીદાન યાત્રા પણ કાઢવામાં આવી હતી. આ રથયાત્રામાં જૈન સંઘોમાં બિરાજમાન સાધુ-સાધ્વી ભગવંતો, શિવસેનાના કલ્યાણ ગ્રામીણના વિધાનસભ્ય રાજેશ મોરે, ડોમ્બિવલીના BJPના વિધાનસભ્ય રવીન્દ્ર ચવાણ હજારો લોકો સાથે જોડાયા હતા. આ રથયાત્રા શ્રી પાંડુરંગવાડી દેરાસરથી શરૂ થઈને પારસમણિ દેરાસર, રાખી દેરાસર, ફડકે રોડ, બાજી પ્રભુ ચોક, માનપાડા રોડ થઈને શ્રી સુવિધિનાથ દેરાસરે પૂર્ણ થઈ હતી. શોભાયાત્રા બાદ સકળ સંઘો માટે નવકારશી શ્રી સુવિધિનાથ દેરાસરમાં રાખવામાં આવી હતી. 

11 April, 2025 01:12 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મૅન્ટાસ્ટિકના આજના એપિસોડમાં આપણે મળીશું ડૉ. ધીરજ શાહને (તસવીર ડિઝાઇન: કિશોર સોસા)

Mantastic: સાઈઠ વર્ષે વાંસળી તો વગાડાય જ, એમાં વિશારદ પણ થઈ શકાય

એક ખૂબ જ જાણીતી હિન્દી ફિલ્મનો જાણીતો સંવાદ છે “મર્દ કો કભી દર્દ નહીં હોતા”, પુરુષોનું આવું જ ચિત્રણ કવિ નર્મદ પોતાની કવિતામાં કરતાં લખે છે “મર્દ તેહનું નામ, સમો આવ્યો કે ચાલે; કનક કામિની તજી, સજી રણમાં મ્હાલે.” પુરુષોની આ કઠણ અને કડક વલણ ધરાવતી છબી કાયમ રાખવામાં સમાજે દિલથી મહેનત કરી છે. લોકો એ વાતને તો સ્વીકારે છે કે પુરુષો નારિયેળ જેવા છે, પણ તેનાથી પણ ઓછા લોકો સમજી શકે છે કે આ નારિયેળની અંદર લાગણીઓની ભીનાશ યથાવત્ છે. આ જ્ઞાન ઠોકીને પુરુષોને મહાન ચિતરવાનો પ્રયાસ અમે કરતાં નથી, પણ તમામ મર્દ જે દર્દ વેઠીને પણ સમાજમાં પરિવર્તન લાવવા માટે મથી રહ્યાં છે તેમની વાર્તા તમારા સુધી પહોંચાડવાના નમ્ર પ્રયાસરૂપે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લઈને આવ્યું છે એક વિશેષ સિરીઝ ‘મૅન્ટાસ્ટિક’. આ સિરીઝમાં આપણે દર પખવાડિયે મળીશું એવા પુરુષોને જેમણે તનતોડ મહેનત કરી કંઈક નવું ઉકાળ્યું હોય. આજે આપણે મળવાના છીએ મુલુંડ વેસ્ટમાં રહેતા ૬૬ વર્ષના યુરોલોજીસ્ટ ડૉ. ધીરજ બચુભાઈ શાહને. ડૉક્ટર હોવાને નાતે સતત વ્યસ્ત રહેવા છતાં તેઓએ પોતાનો વાંસળી વાદનનો અનોખો શોખ જીવતો રાખ્યો છે. તેઓના જીવનમાં વાંસળીએ ભજવેલો રોલ, વળી તેઓની તેમાં વિશારદ થવાની જર્ની ઇન્ટરેસ્ટિંગ છે. તો, ચાલો મળીએ ધીરજ શાહને!

06 March, 2025 07:01 IST | Mumbai | Dharmik Parmar
મુબઈમાં મહાશિવરાત્રીની ઉજવણી

હર હર મહાદેવ : મુંબઈમાં મહાશિવરાત્રીની કેવી ઉજવણી થઈ એની તસવીરી ઝલક

ગઇકાલે મુંબઈમાં વિવિધ જાણીતા શિવ મંદિરોમાં ભક્તિભાવપૂર્વક મહાશિવરાત્રીની ઉજવણી કરવામાં આવી હતી. બાબુલનાથ મંદિર તેમ જ બાલરાજેશ્વર જેવાં મંદિરોમાં સવારથી જ માનવમહેરામણ ઊમટ્યું હતું. જુઓ આ આસ્થાથી છલકાતી તસવીરો.

28 February, 2025 07:06 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તબલા ઉસ્તાદ ઝાકિર હુસૈનજી સાહેબ સાથે તૃપ્તરાજ પંડ્યા

વર્લ્ડ યંગેસ્ટ તબલાવાદક તૃપ્તરાજે ઉસ્તાદ ઝાકિર હુસૈન સાથેનાં સંસ્મરણો વાગોળ્યાં

જાણીતા તબલાવાદક ઉસ્તાદ ઝાકિર હુસૈનની અણધારી અને ઓચિંતી વિદાયે ન માત્ર સંગીતજગતના લોકોને પરંતુ સમગ્ર વિશ્વને શોકમાં ગરકાવ કર્યા. તબલા પર જેની આંગળીઓ ફરતાં જ સૂરનું વિશ્વ રચાઇ જતું, એવા ઝાકિર હુસૈન સાહેબ હવે સદેહે આપણી વચ્ચે નથી. પણ ચોક્કસ તેમની સાથેની યાદગીરીઓ અને સૂર આપણને સંભળાતા રહેશે. મૂળ હિંમતનગર નજીકનાં બામણા ગામના ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજનું અણમોલ રતન કહી શકાય એવો વિશ્વનો યંગેસ્ટ તબલાવાદક તૃપ્તરાજ પંડ્યા ઉસ્તાદ ઝાકિર હુસૈન સાહેબને પોતાની ઇન્સ્પિરેશન માને છે. અનેકવાર તેઓની સાથે તેને મુલાકાતનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. ઉસ્તાદ ઝાકિર હુસૈન સાહેબના નિધનના સમાચાર સાંભળતાં જ તે દુખી થઈ ગયો. તેના પિતા અતુલભાઈ પંડ્યા કહે છે કે, "ગઈકાલે સાંજે તો એ ઉસ્તાદ ઝાકિર હુસૈન સાહેબનો ફોટો લઈને તબલાં પાસે બેસી રહ્યો હતો." અત્યંત દુખી મન સાથે એણે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે ઉસ્તાદજી સાથેનાં સંસ્મરણો વાગોળ્યાં છે. અત્યારે તૃપ્તરાજ પંડ્યા અઢાર વર્ષનો છે અને પોદાર કૉલેજમાં અભ્યાસ કરી રહ્યો છે.

16 December, 2024 12:42 IST | Mumbai | Dharmik Parmar

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK