Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > હવે સુરત ડાયમંડ બુર્સમાં પણ છલકાશે જામ! દારૂ બંદી ઉઠાવવા ગુજરાત સરકાર લેશે આ નિર્ણય

હવે સુરત ડાયમંડ બુર્સમાં પણ છલકાશે જામ! દારૂ બંદી ઉઠાવવા ગુજરાત સરકાર લેશે આ નિર્ણય

04 August, 2024 06:42 PM IST | Surat
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Surat Diamond Bourse: સુરત ખાતે આવેલા ડાયમંડ બુર્સ જેમાં 4,500 થી વધુ ઑફિસો છે અને જે 2,000 એકરના ડ્રીમ સિટીનો એક ભાગ છે.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


ભારતને વૈશ્વિક હીરા વેપાર કેન્દ્ર બનવાની આકાંક્ષાને પૂર્ણ કરવા માટે ગુજરાતના સુરતમાં એક ભવ્ય ડાયમંડ બુર્સની (Surat Diamond Bourse) રચના કરવામાં આવી હતી. આ સાથે ગુજરાતઆ દારૂ બંધ રહેતા તેને ડ્રાય સ્ટેટ તરીકે પણ ઓળખવામાં આવતું હતું, પરંતુ હવે આ `દુષ્કાળ`ને સમાપ્ત કર્યા માટે ગુજરાત સરકાર દ્વારા અમદાવાદના ગાંધીનગરમાં બનાવવામાં આવેલી ગિફ્ટ સિટી બાદ ડ્રીમ (ડાયમંડ રિસર્ચ એન્ડ મર્કેન્ટાઇલ) સિટીમાં પણ દારૂ પ્રતિબંધના કાયદાને રદ કરવાની યોજના બનાવી રહી છે. ડાયમંડ બુર્સમાં દારૂની બંદીને રદ કરવાનો નિર્ણય દેશ સહિત દુનિયાભરના બિઝનેસને અહીં આકર્ષવાનો છે. દારૂ બંદી રદ કરવાની દરખાસ્ત મંજૂર થયા બાદ ગૃહ વિભાગ અને અન્ય એજન્સીઓ દારૂના વપરાશ અને વેચાણ પર નિયંત્રણ માટે માર્ગદર્શિકા તૈયાર કરશે. જો બધુ યોજના મુજબ ચાલે તો બે મહિનામાં જાહેરાત થવાની શક્યતા છે.


સુરત ખાતે આવેલા ડાયમંડ બુર્સ જેમાં 4,500 થી વધુ ઑફિસો છે અને જે 2,000 એકરના ડ્રીમ સિટીનો એક ભાગ છે. આ બુર્સને હીરાના વેપાર (Surat Diamond Bourse) અને સંબંધિત વ્યવસાયિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહિત કરવાનો અને પ્રોત્સાહન આપવા માટે નિર્માણ કરવામાં આવ્યું હતું. ગયા વર્ષે ડિસેમ્બરમાં આ બુર્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, પરંતુ તેમ છતાં તે અપેક્ષા મુજબ આગળ વધ્યું નથી. સૂત્રોએ આપેલી માહિતી મુજબ ડાયમંડ બુર્સમાં પણ ગિફ્ટ સિટીમાં આપવામાં આવેલી કાયદા દારૂની છૂટ સમાન હશે. બુર્સના અધિકારીઓએ રાજ્ય સરકારને દારૂના પ્રતિબંધને ઓછો કરવાના સંભવિત ફાયદાઓ વિશે માહિતી આપી હતી. એક હીરાના ઉદ્યોગપતિએ જણાવ્યું હતું કે દારૂ બંદી ઉઠાવવી તે અહીં વેપાર અને વેપારીઓને આકર્ષવા માટે આ એક મહત્ત્વપૂર્ણ પગલું હશે. ડ્રીમ સિટીમાં દારૂબંધી હળવી કરવાથી આંતરરાષ્ટ્રીય વેપાર માટે અનુકૂળ વાતાવરણ પણ ઊભું થશે.



SDA અધિકારીઓએ અગાઉ પણ રાજ્ય સરકારને ડાયમંડ બુર્સમાં દારૂના પ્રતિબંધિતના (Surat Diamond Bourse) આદેશોમાં બદલ કરવા અંગે જાણ કરી હતી જ્યારે તેઓએ અન્ય મુદ્દા પણ ઉઠાવ્યા હતા. હીરાના અગ્રણી વેપારીની માહિતી મુજબ જણાવ્યું હતું કે, “વેપારને વધારવા માટે બિઝનેસને આકર્ષવા આ એક મહત્ત્વનો નિર્ણય રહેશે. ડ્રીમ સિટીમાં દારૂ પરનો પ્રતિબંધ હળવો કરવાથી આંતરરાષ્ટ્રીય વેપાર માટે વાતાવરણ ઊભું થશે. બિઝનેસ ડિસ્ટ્રિક્ટમાં સમર્પિત હૉસ્પિટાલિટી સેક્ટર હોવું જોઈએ.` જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC)ના પ્રાદેશિક પ્રમુખ વિજય માંગુકિયાએ જણાવ્યું હતું કે, "આંતરરાષ્ટ્રીય વેપારીઓ અને રોકાણકારોને લક્ષ્ય બનાવીને અસરકારક રીતે અમલમાં મુકવામાં આવે તો જ પ્રતિબંધમાં છૂટછાટ સફળ થશે." આ પહેલા ગુજરાત સરકાર દ્વારા અમદાવાદની ગિફ્ટ સિટીમાં પણ દારૂ પરના પ્રતિબંધને હટાવવામાં આવ્યો હતો. આ નિર્ણયનું ત્યાંના વેપારીઓએ પણ સ્વાગત કર્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

04 August, 2024 06:42 PM IST | Surat | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK